18 C
Ahmedabad
December 20, 2024
NEWSPANE24
News Ahmedabad Crime

Railway Police : મોરૈયા-મટોડા સ્ટેશન વચ્ચે પાટાની એન્કર ક્લિપ કાઢી નાંખનાર શખ્સો ઝડપાયા

Railway Police
SHARE STORY

Railway Police : રેલ્વે પોલીસ, ઓસઓજી અને એલસીબી એ સંયુક્ત તપાસ હાથ ધરી મોરૈયા-મટોડા સ્ટેશન વચ્ચે પાટાની એન્કર ક્લિપ કાઢી નાંખનાર શખ્સોને ઝડપી લીધા છે.

Railway Police : રેલ્વે ટ્રેકની ક્લિપો કાઢી ઝાડીમાં ફેંકી

રેલ્વેમા ટ્રેકમેન તરીકે ફરજ બજાવતાઅહમદહુસેન ફઝલહુસેન મન્સુરી પોતાની કી-મેન ટ્રેક પેટ્રોલિંગની કામગીરી કરી રહ્યા હતા ત્યારે મોરૈયા-મટોડા રેલ્વે સ્ટેશન વચ્ચે લગભગ 100 મીટરના ગાળામાં 134 સલેપાટના કુલ 268 એન્કર ક્લિપ(ઈઆરસી) કેટલાક અજાણ્યા શખ્સોએ કાઢી નાંખી રેલ્વે ટ્રેકની આસપાસ આવેલા ઝાડી-ઝાંખરામાં ફેંકી દઈ ભાગી ગયા હોવાનું જાણવા મળ્યુ હતુ. જેથી તેમણે આ અંગે ફરીયાદ દાખલ કરી હતી. 

Railway Police

Railway Police : સ્થાનિક પોલીસ, એસઓજી-એલસીબી રેલ્વેપોલીસે તપાસ હાથ ધરી

રેલ્વે પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ તપાસ પશ્ચિમ રેલ્વે એસઓજી અમદાવાદ પોલીસને સોંપી હતી.  આ સાથે સ્થાનિક પોલીસ, એસઓજી-એલસીબી રેલ્વેપોલીસે સંયુક્ત રીતે અલગ-અલગ 4 ટીમો બનાવી ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી.

Railway Police

Railway Police : ડોગ સ્કોર્ડ અને હ્યુમન ઈન્ટેલીજન્સની મદદ લેવાઈ

ડોગ સ્કોર્ડ અને હ્યુમન ઈન્ટેલીજન્સની મદદથી તપાસ કરતા માહિતીને આધારે પોલીસે સાણંદના મટોડા ગામ ખાતે રહેતા આરોપીઓ પ્રહલાદભાઈ પ્રભુભાઈ ચુનારા(32), પરબતભાઈ મોબુબભાઈ ચુનારા(31) અને સંદિપ ઉર્ફે પવલી હરગોવિંદભાઈ મકવાણા(29)ની અટકાયત કરી હતી.

Railway Police : ચોકીદારની નોકરી મેળવવા કર્યુ કૃત્ય

Railway Police

પુછપરછમાં આરોપીઓએ જણાવ્યુ હતુ કે રેલ્વે ટ્રેકની દેખરેખ રાખનાર પાર્થ સિક્યુરીટી નામની કંપનીમાં આરોપી પ્રહલાદ સિક્યોરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતો હતો. પ્રહલાદના મિત્રો પરબત અને સંદિપને નોકરીની જરુર હોઈ તેમણે પ્રહલાદને આ અંગે જાણ કરતા પ્રહલાદે જણાવ્યુ હતુ કે હાલમાં કોઈ જગ્યા ખાલી નથી પરંતુ મટોડા-મોરૈયા વચ્ચે કોઈ સિક્યુરીટી ગાર્ડ નથી, જે તમે આ વિસ્તારના પાટા પર આવેલી ક્લિપો કાઢી નાંખો તો રેલ્વે સત્તાવાળાઓના ધ્યાને આ વાત આવતા તમને નોકરી પર રાખવાનો રસ્તો થઈ શકે છે. 

Railway Police : મિત્રની દોરવણીથી પ્લાન બનાવ્યો

આરોપી પ્રહલાદની નોકરી મેળવવાની આ સલાહથી દોરવાઈને પરબત અને સંદિપે પ્લાન બનાવી મોડી રાત્રે હથોડાથી મોરૈયા-મટોડા રેલ્વે સ્ટેશન વચ્ચે આશરે 100 મીટરના ગાળામાં આવેલા રેલ્વે ટ્રેકની 134 સલેપાટના કુલ 268 એન્કર ક્લિપ કાઢી નાંખી રેલ્વે ટ્રેકની બાજુમાં આવેલ ઝાડી-ઝાંખરામાં ફેંકી દીધા હતા.

તાજા સમાચાર

પોલીસે આરોપીઓની અટકાયત કરી કોવીડ રીપોર્ટ કરવાવા મોકલી આપ્યા છે. કોવીડ રીપોર્ટ આવ્યા બાદ તેમની ધરપકડની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ADVERTISEMENT

આ પણ જુઓ

Crime Branch Ahmedabad : AK-47 સહિત લોંગ રેંન્જ રાયફલના પાર્ટ બનાવતો યમનનો શખ્સ ઝડપાયો


SHARE STORY

Related posts

Corona : ગુજરાતમાં નવા 7,606 કેસ : 34 ના મોત

SAHAJANAND

કેમીકલ ચોરી(chemical theft) કરવા નારોલ લવાયેલા 10.5 લાખના જથ્થા સાથે 3 શખ્સો ઝડપાયા

SAHAJANAND

ચૂંટણી પહેલા AAPને ઝટકો : ગાયક કલાકાર વિજય સુવાળા(Vijay Suvada)એ કેસરીયો ધરણ કર્યો

SAHAJANAND

અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર

SAHAJANAND

Leave a Comment