Alcohol party : પાર્ક પ્લાઝાના બેઝમેન્ટમાં દારૂની મહેફીલ માણતા 6 નબીરાઓને લક્ષ્મીપુરા પોલીસે ઝડપી લીધા છે.
Alcohol party : બેઝમેન્ટમાં દારૂની મહેફીલ માણતા 6 નબીરાઓને ઝડપી લેતી લક્ષ્મીપુરા પોલીસવડોદરામાં લક્ષમીપુરા પોલીસે માહિતીને આધારે દારૂની મહેફિલ માણતા 6 નબીરાઓને ઝડપી લઈ 2,33 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
Alcohol party : માહિતીને આધારે પોલીસ આરોપીઓ સુધી પહોંચી
Alcohol party : બેઝમેન્ટમાં દારૂની મહેફીલ માણતા 6 નબીરાઓને ઝડપી લેતી લક્ષ્મીપુરા પોલીસપ્રાપ્ત થતી માહિતી અનુસાર લક્ષ્મીપુરા પોલીસને માહિતી મળી હતી કે કુણાલ ચાર રસ્તા પાસે, પાર્ક પ્લાઝાના બેઝમેન્ટમાં કેટલાક શખ્સો વિદેશી દારૂની મહેફિલ માણી રહ્યા છે. જેના આધારે પોલીસે અહીં દરોડો પાડી દારૂની બોટલ, મહેફિલમાં ઉપયોગમાં લેવાયેલ વસ્તુઓ અને મોબાઈલ તથા મોટર સાયકલ મળી કુલ રૂ. 2.33 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
તાજા સમાચાર
- અસલાલીમાં 1.53 લાખના દારુ સાથે 3 શખ્સો ઝડપાયા
- પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા
- અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
આરોપીઓમાં ગોરવા ખાતે રહેતા કૃતાર્થ મહેશભાઈ પરમાર, ભાવેશ ચંપકભાઈ સોલંકી, ગોત્રી ખાતે રહેતા આકાશ જગદિશભાઈ સોલંકી, બેન્ઝામીન ન્યુટનભાઈ કાઠી, ભાવિન જ્યંતિભાઈ સોલંકી અને સુભાનપુરા ખાતે રહેતા ભૌમિક પ્રકાશભાઈ પંચાલનો સમાવેશ થાય છે.
આ પણ જુઓ
Vadodara Gang Rape Case : વડોદરાના બહુચર્ચિત નવલખી ગેંગ રેપ કેસમાં બંન્ને આરોપીઓને આજીવન કેદ