Activa Chori : અમદાવાદ શહેર ઝોન-7 લોકલ ક્રાઈમ બ્રાંચે 4 એક્ટિવા ચોરનાર 3 કિશોરોને ઝડપી લીધા છે.
Activa Chori : અમદાવાદ શહેર ઝોન-7 લોકલ ક્રાઈમ બ્રાંચને માહિતી મળી
પ્રાપ્ત થતી માહિતી અનુસાર ઝોન-7 લોકલ ક્રાઈમ બ્રાંચના પો.સબ.ઈન્સ જે.બી. પરમાર અને તેમની ટીમે પેટ્રોલિંગ દરમ્યાન મલેલી માહિતીને આધારે જીવરાજ મહેતા હોસ્પિટલ ચાર રસ્તા પાસેથી ત્રણ કિશોરોને ઝડપી લઈ તેમની પાસેથી ચોરીનું એક કાળા કલરનું હોન્ડા એક્ટિવા કબજ્ કર્યુ હતુ.
Activa Chori : કિશોરો પાસેથી પુછપરછમાં વધુ 3 એક્ટિવા મળી આવ્યા
આરોપીઓએ પુછ પરછમાં જણાવ્યુ હતે કે તેમણે અન્ય 3 એક્ટિવા ચોરી કરીને માણેકબાગ ચારરસ્તા પાસે આવેલ વાલકેશ્વર સોસાયટી ખાતે નિયોજન નગર સોસાયટીના બંધ પડેલા એક બંગ્લામા્ં મુકી રાખ્યા છે. જોથી પોલીસે તપાસ હાથ ધરી ત્યાંથી 3 વધુ એક્ટિવા કબજે લીધા હતા.
Activa Chori : કુલ રુ. 65 હજારની કિંમતના 4 એક્ટિવા
આમ પોલીસે આરોપીઓ પાસેથી 15-15 હજારના 3 અન 20 હજારનું એક એક્ટિવા મળી કુલ 65,000ની કિંમતના 4 એક્ટિવા કબજે કર્યા હતા.
આરોપીઓ ઝડપાઈ જતા પાલડીમાં 2 અને સેટેલાઈટ અને વાસણા પોલીસ સ્ટેશનમાં 1-1 વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો હતો.
તાજા સમાચાર
- અસલાલીમાં 1.53 લાખના દારુ સાથે 3 શખ્સો ઝડપાયા
- પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા
- અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
આરોપીઓ માઈનોર કિશોર વયના હોઈ પોલીસે તેમના વાલીઓને બોલાવી અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓમાં શામેલ ન થાય તે માટે જુવેનાઈલ જસ્ટીસ રુલ અંતર્ગત આરોપીઓને વાલીઓને સોંપી દીધા છે.
આ પણ જુઓ
Students return from Ukraine : યુક્રેનથી પાછા ફરેલા 27 વિદ્યાર્થીઓનું ગાંધીનગરમાં સ્વાગત