31 C
Ahmedabad
September 15, 2024
NEWSPANE24
Gujarat News Unique

Gujarat : પત્રકારત્વ ઇતિહાસનું જતન કરવા સાથે નવસર્જન કરવાનુ સામર્થ્ય ધરાવે છે : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ 

Gujarat Media Awards
SHARE STORY

અમદાવાદ શહેરના ટાગોર હોલ ખાતે ગુજરાત મીડિયા એવોર્ડ્સનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ‘પત્રકારત્વ એ ઇતિહાસનું જતન કરવાની સાથે નવસર્જન કરવાનું પણ સામર્થ્ય ધરાવે છે’.

Gujarat

Gujarat : પત્રકારત્વના માધ્યમ દ્વારા રાષ્ટ્રને નવી ઊંચાઈ પર લઈ જવા કટિબદ્ધ બનીએ

આ સાથે વર્તમાન સમયના સમૂહ માધ્યમો નો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે સમૂહ માધ્યમોમાં લોકમાનસ બદલવાની શક્તિ રહેલી છે. તેમણે આઝાદીના અમૃત મહોત્સવની ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે આ પ્રસંગે આપણે સંકલ્પ લઇ પત્રકારત્વના માધ્યમ દ્વારા રાષ્ટ્રને નવી ઊંચાઈ પર લઈ જવા કટિબદ્ધ બનીએ. 

Gujarat

Gujarat : ગાંધીજીના પત્રકારત્વની ભારતની આઝાદીની ચળવળમાં મહત્વપૂર્ણ ભૂમિકા

દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પત્રકારત્વની ભૂમિકાનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે મહાત્મા ગાંધીજીના પત્રકારત્વની ભારતની આઝાદીની ચળવળમાં મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી .

Gujarat

Gujarat : મુખ્યમંત્રી દ્વારા પત્રકારોનું સન્માન

પત્રકારત્વની વિવિધ શ્રેણીઓમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પત્રકારોનું મુખ્યમંત્રીએ સન્માન કર્યું હતું, જેમાં  કચ્છમિત્ર ના તંત્રી અને વરિષ્ઠ પત્રકાર કિર્તીભાઈ ખત્રીને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી  સન્માનિત કરવામાં આવ્યા હતા. 

આપના વિસ્તારમાં થતા આયોજનો, ઘટનાઓ, સમસ્યાઓ અને જરુરીયાતોની માહિતી અમારા સુધી WhatsAap દ્વારા પહોચાડવા નીચેની લિંક ક્લિક કરો

https://wa.me/message/COLLBENPMPDMJ1

આ સમારોહમાં દેવેન્દ્રભાઈ પટેલ, અજયભાઇ ઉમટ, પૂર્વ મુખ્ય સચિવ પી. કે. લહેરી સહિત મીડિયા જગત સાથે સંકળાયેલા મહાનુભાવો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ જુઓ

Ahmedabad Police : 2 ડમ્પર અને 2 ટ્રક ચોરનાર 6 શખ્સોને 40 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લેતી ક્રાઈમ બ્રાન્ચ

Advertisement

SHARE STORY

Related posts

CORONAએ મુકી દોટ – રાજ્યમાં 9,941 કેસ – 33%નો વધારો : ચારના મોત

SAHAJANAND

ખેલ મહાકુંભ : દિવ્યાંગ રમતવીરો માટે ખેલ મહાકુંભ-2022

Newspane24.com

Corona : ગુજરાતમાં આજે 12,131 નવા કેસ : મરણનો આંકડો વધ્યો : 30 ના મોત

SAHAJANAND

Fire in Shop : આનંદનગર પાસે આવેલ સાંઈ પાન પાર્લરમાં આગ, કોઈ જાનહાની નહી

Team news pane

Leave a Comment