27.3 C
Ahmedabad
July 31, 2025
NEWSPANE24
News Crime

Dahegam Murder : દહેગામ જી.આઇ.ડી.સી.માં ફેકટરીના માલીકની હત્યાના આરોપીને બિહારથી ઝડપી લેતી ક્રાઈમ બ્રાન્ચ

SHARE STORY

Dahegam Murder : ક્રાઈમ બ્રાંચે દહેગામ જી.આઇ.ડી.સી.માં ફેકટરીના માલીકની હત્યાના બહુચર્ચિત કેસના આરોપીને બિહારથી ઝડપી લીધો છે.

Dahegam Murder
આરોપી અખિલેશ ઉર્ફે અલકેશ

Dahegam Murder : દહેગામમાં ફેક્ટરીના માલિકની લૂંટ અને હત્યા કરી આરોપી ભાગ્યો

ગત 8 જુલાઈ 2021ના રોજ રાત્રે 9.30 વાગ્યાની આસપાસસ દેહેગામ જીઆઈડીસીમાં આવેલ શ્રી હરી પી.વી.સી. પાઈપની ફેક્ટરીના માલિક ગૌતમભાઈ પટેલની તેમની જ ફેક્ટરીમાં કામ કરતા કારીગર અખિલેશ ઉર્ફે અલકેશ બિહારીએ લોખંડની પાઈપ વડે માથાના ભાગે માર મારી હત્યા કરી હતી.

હત્યા કર્યા બાદ આરોપી અખિલેશ ફેક્ટરીમાંથી રોકડા રૂ. 60,000 અને મોબાઈલ ફોનની ચોરી કરી ભાગી ગયો હતો. આ અંગે દહેગામ પોલીસ સ્ટેસન ખાતે ફરીયાદ નોંધાઈ હતી.

Dahegam Murder

આરોપી અખિલેશ ઘણા સમયથી ભાગતો ફરતો હોઈ ક્રાઈમ બ્રાંચના પોલીસ ઇન્સ્પેક્ટર એન.આર.બ્રહ્મભટ્ટના સ્કોડના પો.સ.ઇ. જે.ડી. બારોટ તથા ટેકનિકલ પો.સ.ઈ. કુલદીપ પરમારે આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.

Dahegam Murder : પોલીસે માહિતીને આધારે આરોપીને બિહારથી ઝડપી લીધો

દરમ્યાન પોલીસ ઇન્સ્પેક્ટર એન.આર.બ્રહ્મભટ્ટને ટેકનિકલ સોર્સ તથા ખાનગી રીતે માહિતી મળી હતી કે આ ગુન્હામાં સંડોવાયેલ આરોપી અખિલેશ તેના વતન બિહારમાં છુપાઈને રહે છે. જેના આધારે પો.સ.ઈ. જે.ડી.બારોટ પોલીસ ટીમ સાથે આરોપીનું પગેરૂ દબાવતા બિહાર આરોપીના વતન પહોચી ગયા હતા. જ્યાં વોચ રાખી રૂગનાથપુરા, ભરગમા, જી. અરરીયા, બિહાર ખાતેથી આરોપીને ઝડપી લીધો હતો.

Dahegam Murder

Dahegam Murder : ફેક્ટરી માલિક સાથે કામ બાબતે અવાર નવાર ઝઘડા મોતનું કારણ બન્યા

આરોપીએ પુછપરછમાં જણાવ્યુ હતુ કે ગૌતમભાઈ તેની સાથે કામ બાબતે અવાર નવાર ઝઘડો કરી ગાળાગાળી કરતા હતા અને પગારના લેવાના નિકળતા 2 હજાર રૂ. પણ આપતા ન હતા. બનાવના દિવસે પણ ગૌતમભાઈએ મશીન ચાલુ કરવા જણાવતા આરોપીએ પોતે વતનમાં જવાનું હોઈ બાકી નિકળતા 2 હજાર રૂ. ની માગણી કરેલ પરંતુ ગૌતમભાઈએ કામ પતાવ્યા બદા જવા કહ્યુ હતુ.

તાજા સમાચાર

જેથી બંન્ને વચ્ચે બોલાચાલી થતા આરોપીએ તકનો લાભ લઈ ફેક્ટરીમાં પડેલા લોખંડની પાઈપથી ગૌતમભાઈને માથાના ભાગે વારંવાર ફટકા મારી મોત નિપજાવી ફેક્ટરીની ઓફીસના ડ્રોવરમાંથી રૂ.૬૦,૦૦૦/- તથા ગૌતમભાઈનો ફોનની ચોરી કરી, પોતાની પત્ની સાથે પોતાના વતનમાં ભાગી ગયેલ. ચોરીમાં મળેલ પૈસા પોતાના અંગત ખર્ચમાં વાપરી નાંખી મોબાઈલ ફોન પણ પોતાના વતનમાં જઈ ફેંકી દીધો હતો.

આ પણ જુઓ

police arrest robbery accused : લૂંટના આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી લેતી અસલાલી પોલીસ


SHARE STORY

Related posts

TheKashmirFiles : દાલમિયાં ગ્રૃપ સ્વખર્ચે કર્મચારીઓને “ધ કાશ્મિર ફાઈલ્સ” બતાવશે

Newspane24.com

 Chain Snatcher : ગુજરાત, હૈદરાબાદ અને બંગ્લોરમાં 18 ચેઈન સ્નેચિંગ કરનાર આંતર રાજ્ય ચેઈન સ્નેચર ઝડપાયો

SAHAJANAND

 Cataract free Gujarat : ગુજરાતને મોતિયા મુક્ત કરવાની ઝૂંબેશ

SAHAJANAND

Canada – US Border પર 4 ગુજરાતીના મોતની થઈ સત્તાવાર પુષ્ઠી

Newspane24.com

Leave a Comment