Table of Content છ AAP punjab cm candidate : પંજાબમાં AAPના મુખ્યમંત્રીનો ચહેરો ભગવંત માન
પંજાબમાં આખરે આમ આદમી પાર્ટી(AAP punjab cm candidate)એ પોતાના મુખ્યમંત્રીપદના ચહેરાનું ઔપચારિક એલાન કરી દીધું છે. આમ આદમી પાર્ટીએ પોતાને લોકતાંત્રિક પાર્ટી હોવાનું દર્શાવવા પંજાબમાં મુખ્યમંત્રી પદના ચહેરાનું ચયન કરવા એક મોબાઈલ નંબર જાહેર કરીને જનતાનો અભિપ્રાય માગ્યો હતો. જેમાં ત્રણ દિવસની અંદર કુલ 21.59 લાખ લોકોએ પોતાનો અભિપ્રાય આપ્યો હતો. જેમાંથી 15 લાખ લોકોએ મુખ્યમંત્રી પદના ચહેરા માટે ભગવંત માન પર પોતાની પસંદગી ઉતારી હતી. આ પરિણામો સાથે આમ આદમી પાર્ટીના સર્વેસર્વા કેજરીવાલે ભગવંત માનનું નામ જાહેર કરતાં કહ્યું હતું કે ભગવંત માનને 93.3% અને સિદ્ધુને ફક્ત 3.6% વોટ મળ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે સિદ્ધુ આમ આદમી પાર્ટીમાં ન હોવા છતાં તેમને મત મળવાનું કારણ એ હતુ કે કેટલાક સમય પહેલા સિદ્ધુની આમ આદમી પાર્ટીમાં જોડાવાની ચર્ચાઓએ જોર પકડ્યુ હતુ.
હરપાલ ચીમા અને કુલતાર સંધવાંને પણ સીએમનો ચહેરો માનવામાં આવતા હતા
આમ આદમી પાર્ટી(AAP) દ્વારા એવો દાવો કરાઈ રહ્યો છે કે પ્રથમ વાર તેમણે જનતાના અભિપ્રય પરથી મુખ્યમંત્રીને ચહેરો નક્કી કર્યો છે. જેમાં કોઈ પણ પ્રકારની સ્પર્ધા રાખવામાં આવી નથી. જોકે આમ આદમી પાર્ટી દ્વારા કોઈ નેતાનું નામ આગળ ધરીને વોટિંગ કરાવવામાં આવ્યુ નથી. આમ આદમી પાર્ટી તરફથી ભગવંત માન સહિત હરપાલ ચીમા અને કુલતાર સંધવાંને પણ સીએમનો ચહેરો માનવામાં આવી રહ્યા હતા. જોકે આમ આદમી પાર્ટી હંમેશા કેજરીવાલના ચહેરા પર જ દરેક ચૂટણી લડતી રહી છે. આ સાથે આમ આદમી પાર્ટી દ્વારા પંજાબની ચૂંટણીને લઈને એક પોસ્ટર જાહેર કરાયુ છે, જેમાં નબળી સરકારી સ્કૂલો, ભ્રષ્ટાચાર, મોંધા વિજળી-પાણીના બિલ, હોસ્પિટલ અને બરોજગારી સહિતની તમામ સમસ્યાઓના ઉકેલ તરીકે કેજરીવાલને દર્શાવાયા છે. આ સાથે આમ આદમી પાર્ટીએ પંજાબના મુખ્યમંત્રીના ચહેરાની જાહેરાત બદા ટ્વિટર પર એક મિમ ટ્વિટ કરતા લખ્યુ છે કે, “પંજાબના આગામી સીએમ ગૃહમાં”
ભગવંત માન મારો નાનો ભાઈ છે : કેજરીવાલ
આમ આદમી પાર્ટી (AAP) ના સર્વેસર્વા કેજરીવાલ પહેલા જ કહી ચૂક્યા છે કે તેઓ પંજાબના મુખ્યમંત્રી પદની રેસમાં નથી અને પંજાનો આમ આદમી પાર્ટીનો મુખ્યમંત્રી પદનો ઉમેદવાર સિખ સમાજથી હશે. એવુ માનવામાં આવે છે કે વર્ષ 2017ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદ(AAP punjab cm candidate)નો ઉમેદવાર જાહેર ન કરાયો હોવાને લઈને પક્ષને નુકશાન વેઠવુ પડ્યુ હતુ. પંજાબના ચૂંટણી પ્રચાર દરમિયાન સિદ્ધુ આમ આદમી પાર્ટી પર ક્ટાક્ષ કરતા કહેતા હતા કે AAPની જાન આખા પંજાબમાં ફરી રહી છે પરંતુ વરરાજાનું ઠેકાણું નથી.
સિદ્ધુ પર કેજરીવાલનો વ્યંગ
સિદ્ધુના આ વ્યંગનો જવાબ આપતા કેજરીવાલે કહ્યુ હતુ કે બધા અમને પુછી રહ્યા હતા કે આમ આદમી પાર્ટીનો વરરાજા(AAP punjab cm candidate) કોણ છે તે અમે તેની જાહેરાત કરી દીધી છે અને જણાવી દઈએ કે એ જ પંજાબના મુખ્યમંત્રી બનશે. આ સાથે કેજરીવાલે અન્ય પાર્ટીઓ પર નિશાન સાધતા જણાવ્યુ હતુ કે બીજી પાર્ટીઓ પોતાના દિકરા કે વહુને સીધા મુખ્યમંત્રીનો ચહેરો બનાવી દેતી હતી પરંતુ આમ આદમી પાર્ટીએ એવુ કર્યુ નથી. આ સાથે કેજરીવાલે જણાવ્યુ હતુ કે ભગવંત માન મારો નાનો ભાઈ છે, જો હું સીધેસીધુ તેનું નામ લેત તો મારી ઉપર પણ આરોપ લાગત, એટલે જ મેં પબ્લિક વોટિંગ દ્વારા ભગવંત માનને મુખ્યમંત્રી પદનો ઉમેદવાર જાહેર કર્યો છે.
પંજાબને ફક્ત લોકો જ બચાવી શકે છે : ભગવંત માન
પંજાબના આમ આદમી પાર્ટી(AAP)ના મુખ્યમંત્રી પદના ઉમેદવાર(AAP punjab cm candidate) જાહેર થયા બાદ ભગવંત માને જણાવ્યુ હતુ કે જ્યારે હું કોમેડિયન હતો તો લોકો મને જોઈને હસી જતા હતા. હવે જ્યારે રાજનીતિમાં આવ્યો તો રોવા લાગ્યા છે કે અમને બચાવી લો. માને જણાવ્યુ કે પંજાબને ફક્ત લોકો જ બચાવી શકે છે, તે પોતે તો માત્ર માધ્યમ બની શકશે. પંજાબના યુવાઓના હાથમાંથી ડ્ર્ગ્સ છોડાવીને ડિફિન પકડાવીશું. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે આજે પાર્ટીએ મને ખબુ મોટી જવાબદારી આપી છે. લાખો લોકોએ પોતાનો અભિપ્રાય આપીને મરામાં વિશ્વાસ દર્શાવ્યો છે. જેથી હું બમણી જવાબદારીથી કામ કરીશ.
તાજા સમાચાર
- અસલાલીમાં 1.53 લાખના દારુ સાથે 3 શખ્સો ઝડપાયા
- પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા
- અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
લીલા રંગની પેન મળશે તો હંમેશા જરુરીયાતમંદ અને ગરીબ લોકોની તરફેણમાં ચલાવીશ : ભગવંત માન
આ સાથે ભગવંતમાને કટાક્ષ કરતા કહ્યુ હતુ કે જો લીલા રંગની પેન મારી પાસે આવશે તો હું હંમેશા જરુરીયાતમંદ અને ગરીબ લોકોની તરફેણમાં એ પેન ચલાવીશ. કોઈ ચેલા કે ચમચા માટે મારી પેન નહીં ચાલે. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે અમારે જંગ જીતવા માટે ઘણી મહેનત કરવી પડશે. પંજાબ પોતાના પગ પર ઉભા રહેવાનું જાણે છે. અમે પંજાબની ધરતી પર ફરી ગીદ્દા અને ભાંગડા થતો બતાવીશું. જે યુથ હાયર સ્ટડી કરી વિદેશ જતો રહે છે તેને પણ અમે અહિંયા રોકવા પ્રયાસ કરીશું. દરેકને ડિગ્રી પ્રમાણે પંજબમાં જ નોકરી અપાવીશું.