Mission Indradhanush : “મિશન ઈન્દ્રધનુષ” 4 નો પ્રારંભ કરવતા કેનન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા. કેન્દ્રીય આરોગ્ય મંત્રી દ્વારા દેશના ગુજરાત સહિતના 12 રાજ્યોમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા મિશન ઈન્દ્રધનુષનો પ્રારંભ કરાવાવામાં આવ્યો હતો.
Mission Indradhanush
- કોરોના ની હાલની પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખતા દેશના 12 રાજ્યોમાં ફેબ્રુઆરીથી એપ્રિલ દરમિયાન જ ૧૯ રાજ્યમાં માર્ચ થી મે દરમિયાન મિશન ઇન્દ્રધનુષ અંતર્ગત કામગીરી કરવામાં આવશે.
- ગુજરાત રાજ્યના તમામ તબક્કાઓમાં લગભગ 3,243 સેસન હાથ ધરીને 13,619 બાળકો તથા 3,032 સગર્ભા માતાઓને રસીકરણ આપવામાં આવશે
- આ સાથે ‘હાઉસ ટુ હાઉસ હેડ કાઉન્ટ’ સર્વે હાથ ધરીને સગર્ભા બહેનો અને બાળકો સુધી રસીકરણ પહોંચે તેને સુનિશ્ચિત કરાશે
- મિશન ઇન્દ્રધનુષ 4.0 નો વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા શુભારંભ
મિશન ઇન્દ્રધનુષ 4.0 નો વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા શુભારંભ
દેશના 12 રાજ્યોમાં બાળકો અને સગર્ભા બહેનો માટે અપાતી વિવિધ પ્રકારની રસીઓ તેમના જીવન માટે ઉપયોગી અને આરોગ્યમય બને તેવા સંકલ્પ સાથે તથા રાજ્યોના આંતરીયાળ દૂર-સુદૂર વિસ્તારો સુધી મિશન ઇન્દ્રધનુષ(Mission Indradhanush) ઝુંબેશ વિસ્તરે તે દિશામાં વધુ એક પગલુ ભરતા કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખભાઈ માંડવીયાએ મિશન ઇન્દ્રધનુષ ચાર નો વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા શુભારંભ કરાવ્યો હતો.
ભારતના રસીકરણ અભિયાનની સમગ્ર વિશ્વમાં પ્રશંસા
આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે કોરોના ની વૈશ્વિક મહામારી દરમિયાન ભારત એ સહિયારા પ્રયાસોથી 170 કરોડ રસીકરણ પુરા કરી વિશ્વમાં દાખલો બેસાડયો છે. આજે સમગ્ર વિશ્વના દેશો ભારતમાં કરવામાં આવેલ કોરોના રસીકરણ અંગેની વ્યવસ્થા તથા કામગીરીની પ્રશંસા કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી દ્વારા શરુ કરાયેલ મિશન ઇન્દ્રધનુષ અંતર્ગત દેશના ૯૦ ટકાથી વધુ લોકોનું રસીકરણ કરવાનો નિર્ધાર
તેમણે વધુમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ મિશન ઇન્દ્રધનુષ(Mission Indradhanush) અંતર્ગત દેશના ૯૦ ટકાથી વધુ લોકોનું રસીકરણ કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રીના આ નિર્ધારને પરિપૂર્ણ કરવા કેન્દ્રીય આરોગ્ય વિભાગ દ્વારા તથા અન્ય રાજ્યોના સહકારથી પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. આ સંદર્ભે એક સર્વેનો ઉલ્લેખ કરતા મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે વર્ષ-૨૦૧૪ પહેલા દેશમાં આપવામાં આવતી વિવિધ પ્રકારની રસીઓ નું પ્રમાણ ૪૩ ટકા હતું, જેને આજે ૭૬ ટકા સુધી લઇ જવામાં સફળતા મળી છે.
મિશન ઇન્દ્રધનુષ 4 કુલ ત્રણ તબક્કામાં યોજાશે
ગુજરાત રાજ્યમાં આરંભ કરવામાં આવેલ મિશન ઇન્દ્રધનુષ(Mission Indradhanush) 4.0 કુલ ત્રણ તબક્કામાં 7 ફેબ્રુઆરી, 7 માર્ચ અને 4 એપ્રિલના રોજથી શરૂ કરવામાં આવશે. આ અભિયાન દરમિયાન રાજ્યની 8 મહાનગરપાલિકાઓ અને 33 જિલ્લાઓના બાળકો તથા સગર્ભા બહેનોને આરોગ્ય સાથે સંકળાયેલી વિવિધ પ્રકારની રસી આપવામાં આવશે. આ રસીકરણ અભિયાન અંતર્ગત બે વર્ષથી નાનાં બાળકોને પણ આવરી લેવામાં આવશે.
વિવિધ રોગો સામે લડવા રોગ પ્રતિરોધક રસી
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સહયોગથી શરૂ કરવામાં આવેલા અભિયાન અંતર્ગત ઝેરી કમળો, ધનુર, ક્ષય, પોલિયો, ઉટાટીયુ, ડિપ્થેરીયા, હીબ બેક્ટેરીયાથી થતો ન્યુમોનિયા, મજનો તાવ જેવા રોગો સહિત ખોરી, રુબેલા જેવા ઘાતક પ્રકારના રોગો સામે લડવા બાળકો અને સગર્ભા મહિલાઓને રોગ પ્રતિરોધક રસી આપવામાં આવશે.
2015 થી વર્ષ 2021 દરમિયાન મિશન ઇન્દ્રધનુષનું સફળ આયોજન
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ વર્ષ 2015 થી વર્ષ 2021 દરમિયાન મિશન ઇન્દ્રધનુષ(Mission Indradhanush)નું સફળ આયોજન થઈ ચૂક્યુ છે. જેના અંતર્ગત કુલ 2,05,925 સગર્ભા મહિલાઓ અને 9,61,380 બાળકોનું રસીકરણ કરવામાં આવ્યુ છે. ઉપરાંત રસીકરણ/મમતા સેશનના આયોજનો દ્વારા 1,94,193 વધી લાભાર્થીઓને આવરી લેવામાં આવ્યા છે.
તાજા સમાચાર
- અસલાલીમાં 1.53 લાખના દારુ સાથે 3 શખ્સો ઝડપાયા
- પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા
- અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
આ પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ IMI 4.0 પોર્ટલ પણ લોન્ચ કર્યુ હતુ. ગુજરાતમાં મિશન ઈન્દ્રધનુષ(Mission Indradhanush) 4.0 લોન્ચીંગના પ્રસંગે આરગ્યમંત્રી ઋષિકેશ પટેલ, રાજ્ય કક્ષાના મંત્રી નિમિષાબેન સુથાર, આરોગ્ય કમિશ્નર જયપ્રકાશ શિવહરે NHM ના ડાયરેક્ટર રમ્યા મોહન અધિક નિયામક ડો. ન્યન જાની સહિતના મહાનુભાવો વીડિયો કોન્ફરન્સિંગ થકી ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ જુઓ
Cataract free Gujarat : ગુજરાતને મોતિયા મુક્ત કરવાની ઝૂંબેશ