Diploma and Degree Student Scholarships : ડિપ્લોમાં અને ડિગ્રીમાં પ્રવેશનારા વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજનાનો લાભ મળતો થશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના યુવા વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેતા હવે પછી ધોરણ-10 પછી ડિપ્લોમામાં પ્રવેશનાર અને ડિપ્લોમા પછી ડિગ્રી અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજનાનો લાભ મળવાપાત્રે રહેશે.
ધારણ-10 પાછી ડિપ્લોમાંમાં કે ડિપ્લોમાં પછી ડિગ્રીમાં જનારા વિદ્યાર્થીને લાભ
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ઉચ્ચ શિક્ષણ અભ્યાસક્રમો અંતર્ગત અભ્યાસ કરવા ઈચ્છતા જરૂરતમંદ અને તેજસ્વી વિદ્યાર્થીઓ માટે લાભદાયક નિર્ણય લેતા તેમને મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના હેઠળ આવરી લેવાનો. હિતકારી નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીના આ નિર્ણય બાદ હવે ધોરણ 10 પાસ કર્યા પછી ડિપ્લોમા અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ અને ડિપ્લોમાની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા બાદ ડીગ્રી અભ્યાસક્રમ અંતર્ગત પ્રવેશ ઇચ્છતા વિદ્યાર્થીઓ(Diploma and Degree Student Scholarships) ને મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજનાનો લાભ મળતો થશે.
વર્ષિક 4.50 લાખ સુધીની આવક ધરાવતા પરિવારના બાળકો લાભને પાત્ર
આ યોજનાનો લાભ રાજ્યના વધુમાં વધુ યુવા વિદ્યાર્થિઓ સુધી પહોંચે તે માટે મુખ્યમંત્રીએ આ યોજના અંતર્ગત મળતી શિષ્યવૃતિના લાભ વધુ સરળ બનાવ્યા છે. ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે વાર્ષિક ૪.૫૦ લાખ સુધીની આવક ધરાવતા તમામ પરિવારોના બાળકો આ યોજનાનો લાભ મેળવી શકશે.
ડિપ્લોમાંમાં પ્રવેશનાર વિદ્યાર્થીને 50 હજાર સુધીનો લાભ
મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના નો લાભ મેળવવા માટેની પાત્રતા (Diploma and Degree Student Scholarships) અનુસાર ધોરણ10 બાદ ડિપ્લોમા અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનારા પાત્રતા ધરાવતા વિદ્યાર્થીને અભ્યાસ કરવા માટે નિયત કરાયેલ વાર્ષિક ટ્યુશન ફી ની 50% રકમ અથવા રૂપિયા 50 હજાર બેમાંથી જે ઓછુ હોય તેટલી રકમ મંજૂર કરવામાં આવશે.
ડિગ્રીમાં પ્રવેશનાર વિદ્યાર્થીને 1 લાખ સુધીનો લાભ
ડિપ્લોમા ઉત્તીર્ણ કર્યા બાદ ડિગ્રી અભ્યાસક્રમમાં(D to D ) પ્રવેશ મેળવનારા અને પાત્રતા ધરાવનાર (Diploma and Degree Student Scholarships) વિદ્યાર્થીને ઇજનેરી તથા પ્રોફેશનલ કોર્સ માટે ટ્યુશન ફીના 50% રકમ અથવા તો રૂપિયા 1 લાખ પૈકી જે રકમ ઓછી હશે તે મળવા પાત્ર રહેશે.
તાજા સમાચાર
- અસલાલીમાં 1.53 લાખના દારુ સાથે 3 શખ્સો ઝડપાયા
- પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા
- અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાની પુરક યોજના
આ સાથે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ શિષ્યવૃત્તિ મેળવનાર વિદ્યાર્થીને મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના હેઠળ પણ જે તે લાભ મળવાપાત્ર રહેશે, એટલે કે આ યોજના મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાની પુરક યોજના બની રહેશે.
આ પણ જુઓ
stealing gang : સુરતમાં વાહનોમાં ચોરી કરતી આંતરરાજય(Interstate gang) ગેંગ ઝડપાઈ : 63 ગુના ઉકેલાયા