caretaker beating child : સુરતમાં કેરટેકરે માર મારતા 8 માસના બાળકને બ્રેઈન હેમરેજ થયાની ચોંકાવનારી ઘટના સામે આવતા ચકચાર મચી છે.
caretaker beating child : સીસીટીવી ફુટેજ જોઈ લોકો ચોંકી ઉઠ્યા
સુરતના એક શિક્ષક દંપત્તિએ પોતના ટ્વિન્સ બાળકો માટે મિત્રની પત્નિને કેટરટેકર તરીકે રાખી હતી જેણે બાળકને અમાનુષી રીતે લાફા મારી, (caretaker beating child) આંગળી કરડી, કાન ખેંચી, પલંગ પર પછાડવાના 5 મિનિટ સુધી અત્યાચાર કરવાના સીસીટીવી ફુટેજ સામે આવતા બાળકના પરિવારજનો સહિત આસપાસના રહીશો અને પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
પડોશીઓએ બાળકોના રડવાની જાણકારી આપતા સીસીટીવી લગાવાયા
સુરત રાંદેરના પાલનપુર પાટિયા હિમગીરી સોસાયટી ખાતે રહેતા મિતેશ ભાઈ અને તેમની પત્ની શિક્ષકની નોકરી કરે છે. ટ્વિન્સ બાળકો હોવાથી નોકરીના કારણે તેમણે તેમના મિત્ર રવીભાઈની પત્ની કોમલને કેરટેકર તરીકે રાખી હતી. જોકે છેલ્લા 10 થી 15 દિવસ દરમ્યાન મિતેશભાઈને તેમના પડોશીઓએ જણાવ્યુ હતુ કે તેમના નોકરી પર ગયા બાદ તેમના બાળકો ખુબ જ રડે છે. જેથી મિતેશભાઈએ ઘરમાં સીસીટીવી લગાવડાવ્યા હતા.
caretaker beating child : બાળકની તબીયત બગડતા હોસ્પિટલ લઈ જવાયુ
દરમ્યાન 4 જાન્યુઆરીએ કેરટેકર બાઈ કોમલે બાળકોના દાદી કલાબેનને જાણ કરી હતી કે નાના બાળક નિર્માણની તબિયત ખરાબ છે, જેથી કલાબેને આ અંગે મિતેશભાઈને જાણકારી આપતા તેઓ તાત્કાલિક ઘરે પહોંચ્યા હતા. જ્યાં બાળક નિર્માણની તબીયત અત્યંત નાજુક જણાતા તેઓ તાત્કાલિક તેને હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં બાળકને બ્રેઈન હેમરેજ હોઈ તે કોમાંમાં હોવાની જાણકારી મળી રહી છે.
caretaker beating child : સીસીટીવી ફુટેજમાં કેરટેકર મહિલા બાળક પર અત્યાચાર કરતી ઝડપાઈ
બાળકની તબીયતને લઈને મિતેશભાઈએ કેરટેકરને પુછપરછ કરતા તેણે આ અંગે સાવ અજાણ હોવાનુ કહી કોઈપણ વાત સ્વિકારી ન હતી. જેથી મિતેશભાઈએ સીસીટીવી ફુટેજ ચેક કરતા તેમના હોશ ઉડી ગયા હતા. સીસીટીવીમાં કેરટેકર બાઈ તેમના બાળક પર સતત 5 મિનિટ સુધી અમાનુષી હિંસા આચરી રહી હતી. તે બાળકને લાફા મારતી, આંગળીઓ કરડતી, કાન મરોડતી અને ખેંચતી સ્પશષ્ટ દેખાઈ રહી હતી. એટલુ જ નહીં આ કેરટેકર બાઈએ 8 માસના નિર્માણને હચમચાવ્યો અને પલંગ પર વારંવાર પછાડ્યો પણ હતો.
બાળકની દાદી કલાબેનની વાલીઓને વિનંતી
આ સીસીટીવી ફુટેજ જોયા બાદ આસપાસના લોકોએ કેરટેકર વાઈ પર ફિટકાર વર્ષાવ્યો હતો. બાળકના દાદી કલાબેને જણાવ્યુ હતુ કે 4 તારીખે મારવાનો અવાજ આવતો હતો, કેરટેકરે બાળકને પટકી પટકીને માર્યુ છે, આગળીઓ પર બચકુ ભર્યુ છે. બાળકની હાલત ખુબજ ગંભીર છે. આ સાથે તેમને કેરટેકર રાખતા વાલીઓને ઉદ્દેશીને જણાવ્યુ હતુ કે ઘરનાં વડીલો કે પરિવારના સદસ્યોને જ કેર ટેકર તરીકે રાખવાનો પ્રયત્ન કરો. છતાં પણ જો અનિવાર્ય હોય તો બહારના વ્યક્તિને કેરટેકર રાખતા પહેલા તેની પુરી જાણકારી મેળવી લો.
પોલીસ ફરીયાદ દાખલ
સીસીટીવીના આ દ્રષ્યો જોઈ હચમચી ગયેલા મિતેષભાઈને બાળકની તબિયત બગડવા અંગેની સાબીતી સાથેની જાણકારી મળી જતા તેમણે કેરટેકર બાઈ વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોંધાવી હતી.
કેરટેકર મહિલાને સંતાન ન હોઈ ગુસ્સો ઉતાર્યાની આશંકા
પોલીસે આ ઘટના અંગે સીંગણાપોર ખાતે શ્રદ્ધાદીપ સોસોયટીમાં રહેતી કેરટેકર કોમલ રવિ ચાંદેલેકર વિરુદ્ધ હત્યાની કોશિશનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર કોમલને કોઈ સંતાન ન હોવા સાથે ઘરનું ટેન્શન હોઈ તેણ પોતનો ગુસ્સો બાળક પર ઠલ્વયો(caretaker beating child) હોઈ શકે છે.
તાજા સમાચાર
- અસલાલીમાં 1.53 લાખના દારુ સાથે 3 શખ્સો ઝડપાયા
- પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા
- અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
‘કેરટેકર હોવી જોઈએ’ તેના કરતા ‘કેર ટેકર કેવી હોવી જોઈએ’ એ વધુ અગત્યુનું
આજના યુગમાં અસ્તિત્વ ટકાવી રાખવાના સંધર્ષમાં ઘણાં પરિવારોમાટે કેરટેકર રાખવુ અનિવાર્ય થઈ જાય છે. તેવમાં કેરટેકર પસંદ કરવામાં મોટાભાગે લોકો ઝીણવટભરી તપાસ કરતા નથી. એક તો કેરટેકર મળવા મુશ્કેલ હોવાથી લોકો જે મળે તેને સ્વિકારી લેવાની સામાન્ય માનસિકતા હોય છે. જેથી કેરટેકર તરીકે રાખવામાં આવનાર વ્યક્તિ અંગેની જાણકારી મેળવવી ગૌણ બની જાય છે અને જે પ્રાપ્ત હયો તેને સ્વિકારી લેવામાં આવે છે. જેકે આ caretaker beating child નો કિસ્સો એ કેરટેકર રાખવામાં કરાતી બેદરકારી સામે લાલબત્તી સમાન છે. બાળકના જીવન અને તેના ઉછેર માટે ‘કેરટેકર હોવી જોઈએ’ તેના કરતા ‘કેર ટેકર કેવી હોવી જોઈએ’ એ વધુ અગત્યુનું છે. અસ્તિત્વ ટકાવવાના સંઘર્ષમાં, પોતના આર્થિક બે છેડા ભેગા કરવાની વેતરણમાં કેટટેકરની પસંદગીમાં ક્યાંક તમે તો બેદરકારી નથી દાખવી રહ્યા ને…? આ સવાલ દરેક વાલીઓ માટે અત્યંત મહત્વપૂર્ણ છે.