Khijariya Wildlife Sanctuary : જામનગરના ખીજડીયા વન્યજીવ અભયારણ્યને વૈશ્વિક આદ્રભૂમિ(Wetlands for the Earth Day) દિવસે નવી રામસર સાઈટમાં શામેલ કરવામાં આવ્યુ છે. પક્ષીઓનું સ્વર્ગ ગણાતા આ અભયારણ્યમાં પાણીના, જમીન પર રહેનારા, વૃક્ષો પર રહેનારા, શિકારી પક્ષીઓ સહિત કિયડમાં નીવાસ કરતા પક્ષીઓ સહઅસ્તિત્વમાં વિકાસ પામી એક નવી ઈકો-સિસ્ટમ વિકસાવી રહ્યા છે. અહીં લગભગ 309 પ્રજાતીઓના પક્ષીઓ જોવા મળે છે. જેમાંના 150થી વધુ તો વિદેશથી સ્થળાંતર કરીને આવેલા છે. આ સાથે અહીં પક્ષીઓની 29 એવી પ્રજાતીઓ વસે છે કે જે દેશ-વિદેશમાં વિલુપ્ત થઈ જવાને આરે છે.
ખીજડીયા વન્યજીવ અભયારણ્યના પક્ષીઓની ઝલક
‘રામસર સંધી’ના અનુલક્ષ્યમાં 2 ફેબ્રૃઆરીને વૈશ્વિક આર્દ્રભૂમિ(Wetlands for the Earth Day) દિવસ તરીકે ઉજવાય છે
માનવજાતી અને પ્રૃથ્વી અંગે આદ્રભૂમિના મહત્વને લઈને વૈશ્વિક જાગૃતિ ફેલાવવાના હતુથી વર્ષ 1971થી ઈરાનનાં રામસર શહેર ખાતે આંતરરાષ્ટ્રિય સ્તર પર આદ્રભૂમિની અગત્યતાને લઈને થયેલ ‘રામસર સંધી’ ના અનુલક્ષ્યમાં દર વર્ષે 2 ફેબ્રૃઆરીને વૈશ્વિક આર્દ્રભૂમિ(Wetlands for the Earth Day) દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
નિવાસી આયુક્ત શ્રી મતી આરતી કંવરે ભુપેન્દ્ર યાદવના હસ્તે રામસર સાઈટ તરીકેનો દરજ્જો આપતુ પ્રમાણપત્ર સ્વિકાર્યુ
હરિયાણા સુલતાનપુર સ્થિત નેશનલ પાર્ક ખાતે મુખ્યમંત્રી મનેહરલાલ ખટ્ટર સહિત અન્ય મહાનુભાવોની હાજરીમાં જામનગરના ખીજડીયા વન્યજીવ અભયારણ્યને 2 ફેબ્રૃઆરી વૈશ્વિક આદ્રભૂમિ(Wetlands for the Earth Day) દિવસે નવી રામસર સાઈટમાં શામેલ કરવામાં આવ્યુ છે. આ પ્રસંગે ગુજરાત સરકરા તરફથી નવાસી આયુક્ત શ્રી મતી આરતી કંવરે કેન્દ્રીય મંત્રી ભુપેન્દ્ર યાદવના હસ્તે ખીજડીયા વન્ય જીવ અભ્યારણ્યને રામસર સાઈટ તરીકેનો દરજ્જો આપતુ પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યુ હતુ.
Khijariya Wildlife Sanctuary : જામનગરના ખીજડીયા વન્યજીવ અભયારણ્ય વિશીષ્ટ પ્રકારની જીવસૃષ્ટિ ધરાવે છે
જામનાગરના ખીજડીયા ખાતે આવેલુ આ પક્ષી અભ્યારણ્ય 6.05 કિં.મી.ના વિસ્તારમાં ફેલાયેલુ છે. જેમાં તાજા પાણીના તળાવો સહિત ખારા તેમજ મીઠા પાણીના વિવિધ નાના મોટા ખાબોચીયા અને તળાવો આવેલા છે. આ વિસ્તારમાં દેશની આઝાદી પહેલા રુપારેલ નદીના પાણીને દરિયામાં વહી જતુ અટકાવવા એક ચેક ડેમનું નિર્માણ કરવામાં આવ્યુ હતુ. બાદમાં એક તરફ વરસાદનું તાજુ પાણી અને બીજી તરફ દરિયાનું ખારુ પાણી હોઈ એક અલગ પ્રકારની ઈકો-સિસ્ટમ વિકાસ પામી. જેને લઈને કચ્છની ખાડીમાં જામનગરના ઉત્તર પૂર્વ કિનારે સ્થિત ખીજડીયા પક્ષી અભ્યારણ્ય રુપારેલ અને કાનિન્દ્રી નદીના સંગમ સ્થાન પર વિકાસ પામ્યુ છે અને એક વિશીષ્ટ પ્રકારની જીવસૃષ્ટિ ધરાવે છે.
સલીમ અલીએ વર્ષ 1984માં એક જ દિવસમાં પક્ષીઓની 104 જાતીઓ શોધી કાઢી હતી
ભૂતકાળમાં ખીજડીયા પક્ષી અભ્યારણ્ય(Khijariya Wildlife Sanctuary)ની મુલાકાતે આવેલા દેશના જાણીતા પક્ષીનિષ્ણાંત સલીમ અલીએ વર્ષ 1984માં એક જ દિવસમાં પક્ષીઓની 104 જાતીઓ શોધી કાઢી હતી.
તાજા સમાચાર
- અસલાલીમાં 1.53 લાખના દારુ સાથે 3 શખ્સો ઝડપાયા
- પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા
- અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
ઉત્તર પ્રદેશના બખીરા વન્યજીવ અભયારણ્યને પણ રામસર સાઈટમાં શામેલ કરાયુ
આ પ્રસંગે ખીજડીયા વન્યજીવ અભયારણ્ય(Khijariya Wildlife Sanctuary)ની સાથે સાથે ઉત્તર પ્રદેશના બખીરા વન્યજીવ અભયારણ્યને પણ રામસર સાઈટમાં શામેલ કરવામાં આવ્યુ હતુ. વળી આ પ્રસંગે દેશમાં આર્દ્રભૂમિ ધરાવતા સ્પેશ એપ્લિકેશન સેન્ટરના ભૌગોલીક મેપનું પણ અનાવરણ કરવામાં આવ્યુ હતુ.