17 C
Ahmedabad
December 19, 2024
NEWSPANE24
Sports Nation News World

U19 World Cup 2022 : IND vs AUS: ઓસ્ટેલિયાને પરાસ્ત કરી ટીમ ઈન્ડીયા અંન્ડર 19 વર્લ્ડ કપની ફાઈનલમાં

IND vs AUS
SHARE STORY

U19 World Cup 2022 : IND vs AUS : ઓસ્ટેલિયાને પરાસ્ત કરી ટીમ ઈન્ડીયા અંન્ડર 19 વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી ગઈ છે. વેસ્ટઈંડીઝ એંટિગુઆના કૂલીઝ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી સેમીફાઈનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાેને 96 રનથી પછાડી ફાઈનલમાં પ્રવેષ કર્યો છે. ભારતીય ટીમ હવે ખીતાબી મુકાબલામાં ઈંગ્લેન્ડ સામે બાથ ભીડશે. ભારતીય ટીમ સૌથી વધુ વખત અન્ડર-19 ફાઈનલ રમવાનો રેકોર્ડ ધરાવે છે.

U19 World Cup 2022 : IND vs AUS

Courtesy ICC

ભારતીય અન્ડર-19 ટીમ સતત ચોથી વાર અને રેકોર્ડ આઠમી વાર ફાઈનલમાં

આ જીત સાથે ભારતીય અન્ડર-19 ટીમ સતત ચોથી વાર ફાઈનલમાં પહોંચી છે. આ સાથે ભારત 2016,2018 અને 2020ની અંડર-19 વિશ્વકપની ફાઈનલમાં પહોંચી ચૂકી છે. વળી આ જીતની સાથે ભારતીય ટીમ સતત ચોથી વાર અને રોકોર્ડ સાથે આઠમી વખત અન્ડર-19 વિશ્વકપની ફાઈનલમાં પહોંચી છે. ભારતીય ટીમ આ સાથે વર્ષ 2000, 2006, 2008, 2012, 2016, 2018, 2020 અને 2022માં ફાઈનલમાં પ્રવેષ કરી ચૂકી છે. જેમાં ટીમ ઈન્ડીયાએ વર્ષ 2000, 2008, 2012 અને 2018માં વિશ્વકપ જીત્યો છે, જ્યારે વર્ષ 2006, 2016 અને 2020ની ફાઈનલમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો છે.

કેપ્ટન યશ ધુલના શાનદાર 110 અને રશીદના 94 રન : ભારતનો સ્કોર 5/290

U19 World Cup 2022 : IND vs AUS ની સેમી ફાઈનલમાં ટોસ જીતીને ફટકાબાજી કરવા ઉતરેલી ટીમ ઈન્ડીયાના ઓપનિંગ બેટ્સમેન અંગકૃષ રંધુવંશી 6 રને આઉટ થઈ જતા ભારતીય ટીમ પર શરુઆતી દબાણ આવી ગયુ હતુ. ત્યારબાદ ટીમના 37 રન ના સ્કોર પર બીજા ઓપનિંગ બેટ્સમેન હરનૂરસિંહ 16 રને પેવેલીયન પાછા ફરતા મધ્યમ ક્રમના બેટ્સમેનો પર દબાણ વધી ગયુ હતુ. જેકે ત્યારબાદ કેપ્ટન યશ ધુલ અને રશીદે ગજબનો સંયમ દર્શાવતા ત્રીજી વિકેટ માટે 204 રન જોડી દીધા હતા. જેમાં કપ્તાન ધુલે 110 બોલમાં 110 રન બનાવતા ઓસ્ટ્રેલિયન બોલરોને મેદાનની ચારે તરફ ફટકાર્યા હતા. જ્યારે રસીદે પોતાનું અર્ધશતક પુરુ કરતા કેપ્ટનની સાથે સાતત્યપૂર્ણ બેટીંગ કરતા 94 રન બનાવી ટીમના સ્કોરને આગળ વધાર્યો હતો. ઈનિંગના અંતે ભારતીય ટીમ પાંચ વિકેટે 290 રનનો વિશાળ સ્કોર ઉભો કરવામાં સફળ રહી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી જેક નિસ્બેટ અને વિલિયમ સાલ્જમેને 2-2 વિકેટો ઝડપી હતી.

U19 World Cup 2022 : IND vs AUS

ઓસ્ટ્રેલિયાની ટીમ 196 રન પર પેવેલીયન ભેગી

રમત પર શરુઆતમાં જ પકડ જમાવતા 3 રનના સ્કોર પર ઓપનિંગ બેટ્સમેન ટીગ વીલી ને 1 રન પર જ ટીમ ઈન્ડીયાએ પેવેલીયન ભેગો કરી દેતા ઓસ્ટ્રેલિયન ટીમ દબાણમાં આવી ગઈ હતી. ત્યારબાદ કેંપબેલ અને કોરી મિલરે બીજી વિકેટની ભાગીદારીમાં 68 રન બનાવી ઓસ્ટ્રોલિયાના દાવને મજબુતી આપવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ભારતીય ટીમે ઓસ્ટ્રેલીયાને 71 રન પર બીજો ઝટકા આપતા મિલરને પેવેલીયન ભેગો કરી દીધો હતો. જોકે ત્યારબાદ ઓસ્ટ્રેલિયન ટીમે 54 રન બનાવવામાં 5 વિકેટો ગુમાવી દેતા ઓસ્ટ્રેલિયન ઈનિંગ લડખડાઈ ગઈ હતી. અંતે ઓસ્ટ્રેલિયાની ટીમ 196 રને ઓલઆઉટ થઈ ગઈ હતી.

તાજા સમાચાર

ભારતીય બોલરોને તરખાટ

U19 World Cup 2022 : IND vs AUS ની સેમી ફાઈનલમાં પોતાની સટીક લંબાઈ અને દિશા સાથેની બોલિંગથી તરખાટ મચાવી ભારત તરફથી 3 વિકેટ લેનાર વિક્કી ઓસ્તવાલને મેન ઓફ ધ મોચનો ખીતાબ મળ્યો હતો. જ્યારે રવિ કુમાર અને નિશાંત સિંધૂ એ 2-2 વિકેટો ઝડપી હતી. કોશલ તાંબે અને અંગકૃષ રધુવંશીએ 1-1 વિકેટ હાંસલ કરી હતી.

આ પણ જુઓ

Khijariya Wildlife Sanctuary : જામનગરના ખીજડીયા વન્યજીવ અભયારણ્યને રામસર સાઈટનો દરજ્જો મળ્યો


SHARE STORY

Related posts

અસલાલીમાં પોલીસ(Police) સ્ટાફ-પરિવાર, હોમગાર્ડ, જીઆરડી, ટ્રાફિક બ્રિગેડ માટે Health checkup

SAHAJANAND

પોંજી સ્કિમ(Ponzi Scheme)માં 2.92 કરોડનું ફુલેકુ ફેરવનારા બંટી-બબલી ઝડપાયા

SAHAJANAND

Distinct : $30ની પ્રથમ લોટરી ટિકિટ પર $100,000 જીત્યો

SAHAJANAND

Corona નિયંત્રણના ઉપાયો સુચવવા રચાયેલા “Expert Group of Doctors”ની મુખ્યમંત્રી સાથે બેઠક

SAHAJANAND

Leave a Comment