Destroying liqueur : વડાદરા શહેર ઝોન-3 પોલીસ દ્વારા ભારતીય બનાવટના વિદેશી દારુના જથ્થાને નાશ(Destroying liqueur) કરવાની કામગીરી કરવામાં આવી હતી.
દારુના જથ્થાનો નાશ કરવા માટેની પ્રક્રિયા
સામાન્ય રીતે પોલીસે ઝડપી પાડેલા દારુના જથ્થાને નાસ કરવા માટે પ્રથમ પોલીસે કોર્ટમાંથી મંજૂરી મેળવવાની હોય છે. ત્યારબાદ સબડિવીઝનલ મેજીસ્ટ્રેટ, પોલીસના અધિકારીઓ તથા નશાબંધી અને આબકારી ઈન્સપેક્ટરની હાજરીમાં વીડિયોગ્રાફી કરી દારુના જથ્થાનો નાશ(Destroying liqueur) કરવામાં આવતો હોય છે.
શહેર દારુના જથ્થાનો નાશ કરવા માટે લેવી પડતી વિવિધ મંજુરીઓ
વડોદરા શહેરના ઝોન-3 વિસ્તારમાં પાણીગેટ, મકરપુરા, માંજલપુર અને વાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ 2021 દરમ્યાન ઝડપાયેલા દારુના જથ્થાનો નાશ કરવા વડોદરા શહેર પોલીસ કમિશ્નર સમશેરસિંહની સુચના અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં ઝોન-3 હેઠળ આવતા ચાર પોલીસ સ્ટેશનોના પોલીસ ઈન્સપેક્ટરો દ્વારા દારુના જથ્થાનો નાશ કરવા અંગે કોર્ટમાંથી મંજુરી મેળવવામાં આવી હતી. ત્યારબાદ ચિખોદરા ગામ ખાતે આવેલા ખરાબાની જમીનમાં આ દારુના જથ્થાનો નાશ(Destroying liqueur) કરવાનો હોઈ ગ્રામ પંચાયતની મંજુરી લેવાઈ હતી.
અધિકારીઓની હાજરીમાં દારુના જથ્થાનો નાશ
બાદમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત એસડીએમ ડી.બી. મકવાણા, નશાબંધી અને આબકારી ઈન્સપેક્ટર બી.એસ. તડવી સહિત પાણીગેટ, મકરપુરા, માજલપુર અને વાડી પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટરોની હાજરીમાં વીડીયોગ્રાફી તથા ડ્રોન વડે એરીયલ વીડિયો ઉતારી દારુના જથ્થાનો નાશ(Destroying liqueur) કરવામાં આવ્યો હતો.
તાજા સમાચાર
- અસલાલીમાં 1.53 લાખના દારુ સાથે 3 શખ્સો ઝડપાયા
- પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા
- અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
વડોદરા શહેરના ઝોન-3માં આવેલા વિવિધ પોલીસ સ્ટેશનોમાં દારુના જથ્થાની વિગતો
વડોદરા શહેરના ઝોન-3માં આવેલા વિવિધ પોલીસ સ્ટેશનોમાં દારુના જથ્થાની વિગતો અનુસાર વાડી પોલીસ સ્ટેશનમાંથી રૂ. 7,54,905 રુ.ની કિંમતની 2,408 બોટલ, પાણીગેટ પોલીસ સટેશનમાંથી રુ. 27,01,860ની કિંમતની 16,629 બોટલ, મકરપુરા પોલીસ સ્ટેશનમાંથી રુ. 21,78,430ની કિંમતની 13,800 બોટલ અને માંજલપુર પોલીસ સ્ટેશનમાંથી રુ. 50,79,075ની કિંમતની 27,166 બોટલ મળી કુલ રુ. 1,07,14,270ની કિંમતની 60,003 દારુની બોટલોના જથ્થાનો નાશ(Destroying liqueur) કરવામાં આવ્યો હતો.
આ પણ જુઓ
Junagadh Gir Somnath : જુનાગઢ, ગીર સોમનાથની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિરાસત