Highlights : સરથાણામાં રૂપીયાની લેતી-દેતી બાબતે છુરાબાજી(Stabbing)
સુરતના સરથાણામાં પૈસાની લેતી-દેતી મામલે બે રત્નકલાકારો વચ્ચે ઝઘડો થતા એક રત્નકલાકારે બીજા રત્નકલાકારને છરી કાઢી એક પછી એક છરીના ત્રણ ઘા(Stabbing) મારી દીધા હતા. આ બાબતે સરથાણા પોલીસ સ્ટેશનમાં ભોગ બનનાર અને હુમલો કરનાર બંને એમ બંન્ને તકરફથી સામસામી ફરિયાદો નોંધાવવામાં આવી છે.
પૈસાની લેતી દેતી બની વિખવાદનું કારણ
પ્રાપ્ત થતી માહિતી અનુસાર સુરતના સરથાણા ખાતે આવેલા કિરણચોક નજીક આવેલી મહાલક્ષ્મી સોસાયટી ખાતે રહેતા વિઠલ છગન પાનસુરીયા હિરા ઘસવાનું કામ કરે છે અને પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.. વિટ્ઠલભાઈનો પુત્ર કેતન પણ રત્ન કલાકાર તરીકે કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. સરથાણા ખાતે તેમના ઘર પાસે આવેલી ગજાનંદ સોસાયટી ખાતે રહેતો ભૌતિક પણ રત્ન કલાકાર તરીકે કામ કરતો હોઈ કેતન અને ભોતિક વચ્ચે મિત્રતા થઈ હતી. થોડા સમય પહેલા ભૌતિકે પોતાની બચતમાંથી કેતનને ૧ લાખ રુપીયા ઉધાર આપ્યા હતા. પછીથી કેતને રૂ. 1 લાખમાંથી 30હજાર ભૌતિકને પાછા આપી દીધા હતા. જોકે બાકીના રૂ. 70 હજાર કેતન આપી શક્યો ન હતો. આ પૈસાની લેતી દેતી જ કેતન અને ભોતિક વચ્ચે વિખવાદનું કારણ બની.
ઉશ્કેરાયેલા આરોપીએ ઉપરા-છાપરી છરીના ત્રણ ઘા(Stabbing) મારી દીધા
ભૌતિકને પૈસાની જરુર પડતા તે કેતન પાસે બાકી નિકળતા 70 હજાર રૂપીયાની અવાર-નવાર માંગણી કરતો હતો. રૂપીયાની લેતી-દેતી અંગે તેમની વચ્ચે આ પહેલા પણ બોલાચાલી થઈ ચૂકી હતી. દરમિયાન રત્નકલાકાર કેતન પોતના ઘરે હાજર હતો ત્યારે ભૌતિક કેતનની સોસાયટી ખાતે આવ્યો હતો અને તેણે કેતનને મળવા માટે આવવા જણાવ્યુ હતુ. જેથી કેતન મળવા જતાં ભૌતિકે ફરીથી પોતાના બાકી નીકળતા 70 રુ. પરત આપવા માંગણી કરી હતી. જેકે જવાબમાં કેતને કહ્યુ હતુ કે મારે તને કોઇ રૂપીયા આપવાના નીકળતા નથી. જેથી ઉશ્કેરાયેલા ભૌતિકે છરી કાઢી કેતનને ઉપરા છાપરી છરીના ત્રણ ધા(Stabbing) મારી દીધા હતા. જેથી ઈઝાને પગલે કેતન લોહીલુહાણ થઇ પડી ગયો હતો.
તાજા સમાચાર
- અસલાલીમાં 1.53 લાખના દારુ સાથે 3 શખ્સો ઝડપાયા
- પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા
- અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
ઘાયલ પુત્રને પિતા હોસ્પિટલ લઈ ગયા
લોકોની બુમાબુમને પગલે કેતનના પિતાને જાણ થતા તેઓઓ ઘટનાસ્થળે પહોંચી કેતનને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. દરમિયાન ભૌતિક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. આ અંગે ભોગ બનનાર કેતનના પિતાએ સરથાણા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. જોકે સામાં પક્ષે ભોતિકે પણ કેતન વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. સરથાણા પોલીસે બંન્ને પક્ષોની ફરિયાદ લઈ આગળની તપાસ હાથ ધરી છે.
આ પણ જુઓ
Surat Special ! જીવદયા પ્રેમીની અનોખી પહેલ : દોરીની ગૂંચ લાવો સામે ખમણ કે લોચો ફ્રી