અમદાવાદ જિલ્લાના ધંધુકા Dhandhuka ખાતે ફેસબુક પર ધાર્મિક લાગણી દુભવતા વીડિયો મુકવા બાબતે યુવકની ગોળી મારી હત્યા Murder કરી નાંખવામાં આવતા ચકચાર મચી ગઈ હતી. આ બનાવને પગલે આ વિસ્તારમાં કોમી તંગદીલી સાથે દહેશત ફેલાઈ ગઈ હતી. જેને પગલે સમગ્ર જિલ્લાની એસઓજી, સ્થાનિક પોલીસ અને એલસીબી સહિત ઉચ્છ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને જડબેસલાક બંદોબસ્ત ગોઠવી દીધો હતો. હત્યાના વિરોધમાં બજસંગદળ ઉપરાંત વીએચપીએ બંધનું એલાન આપતા આજે સવારથી ધંધુકા સજ્જડ બંધ રહ્યુ હતુ. આ ધટનાને પગલે ધંધુકાના પીઆઈ સી.બી. ચૌહાણને હટાવી તેમના સ્થાને સાણંદ પોલીસ સ્ટેેેશનના પીઆઈ આર.જી. ખાંટને મુકી દેવાયા હતા.
Dhandhuka Murder : પહેલી ગોળી મીસ ફાયર થઈ
આ ચકચારી બનાવની વિગત મુજબ 25 જાન્યુઆરી 2022ના રોજ સાંજે અંદાજે 5.30 વાગે ધંધુકા Dhandhuka ના મોઢવાડાના નાકે બાઈક પર જઈ રહેલા કિશન શિવાભાઈ બોળીયા(ભરવાડ) નામના યુવકનો બે અજાણ્યા શખ્સોએ મોટરસાયકલ પર પીછો કર્યો હતો. પૂર્વઆયોજીત કવતરૂ ઘડીને હત્યાના ઈરાદા સાથે આવેલા આરોપીઓએ કિસનભાઈની નજીક પહોંચી ગોળીબાર કરતા પહેલી ગોળી મીસ ફાયર થઈ ગઈ હતી જ્યારે બીજી ગોળીથી તેઓ ઘયલ થઈ ગયા હતા. ગોળી વાગવાથી કિશનભાઈ બાઈક પરથી નીચે ઢળી પડ્યા હતા. શરીર પર ગંભીર ઈજાને પગલે અંતે તેમનું મોત નિપજ્યુ હતુ.
જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ પોલીસની 8 ટીમો કામે લાગી
બીજી તરફ આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોલીસે તલસ્પર્શી તપાસ કરતા મૃતક કિશનભાઈ ભરવાડ વિરુદ્ધ વીસેક દિવસ પહેલા ફેસબુક પર ધાર્મિક લાગમી દુભાવવાનો વીડિયો મુકવા બાબતે કિશનભઈ વિરુદ્ધ એક મુસ્લિમ યુવકે ધંધુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હોવાનું બહાર આવ્યુ હતુ. કિસનભાઈની હત્યા Murder ને પગલે તથા તેમની પર નોંધાયેલા ગુનાને ધ્યાનમાં લઈને જિલ્લા પોલીસ વડા દ્વારા એસઓજી, એલસીબી અને સ્થાનિક પોલીસની અલગ અલગ આઠેક ટીમો બનાવી આ ગુનાનો ઝડપથી ભેદ ઉકેલવા અંગે માર્ગદર્શન પુરુ પાડવા સાથે ત્વરિત કાર્યવાહી હાથ ધરાઈ હતી.
પોલીસે ત્વરિત કાર્યવાહી કરી 24 કલાકમાં આરોપીઓને દબોચી લીધા
સૌપ્રથમ પોલીસે ઘટનાસ્થળની મુલાકાત લઈ ઝીણવટભરી માહિતી અકઠી કરવાનું શરુ કર્યુ હતુ. પોલીસે કિશનભાઈના ઘરથી બનાવ સ્થળ વચ્ચેના રુટ પર આવેલા તમામ સીસીટીવી ચકાસ્યા હતા. જેમાં પોલીસને જાણવા મળ્યુ હતુ કે કિશનભાઈના બાઈકની પાછળ રેડ એન્ડ બ્લેક કલરના પેશન બાઈક પર બે શખ્સો સતત પીછો કરી રહ્યા હતા. બાદમાં અલગ-અલગ ટીમો દ્વારા બાઈક અને આ અજાણ્યા શખ્સોની તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે આરોપીઓના છુપાવવાના અને આશરો આપવાના તમામ સ્થળો પર શોધખોળ કરીને ફાયરિંગ કરનાર શબ્બીર ઉર્ફે શાબા દાદાભાઈ ચોપડા(25) અને બાઈક ચાલક ઈમ્તિયાઝ ઉર્ફે ઈમ્તુ મહેબુબભાઈ પઠાણ(27)ની 24 કલાકમાં જ ધરપકડ કરી હતી.
આરોપી શબ્બીર કટ્ટર વિચારધારા ધરાવતો હતો
આરોપીઓની પુછપરછમાં ધંધુકા Dhandhuka માં મલવતવાડા મદિના મસ્જીદ પાછળ રહેતો શબ્બીર ચોપડા કટ્ટર મુસ્લિમ વિચારધારા ધરાવતો હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી હતી. આરોપીએ ધોરણ-9 સુધી અભ્યાસ કર્યો છે અને હાલ છુટક વેલ્ડિંગનું કામ કરતો હતો. શબ્બીર વિરુદ્ધ અગાઉ બોટાદના બરવાળા પોલીસ સ્ટેશનમાં 2015માં આઈપીસીની કલમ 394,504, 506(2)114 તથા જીપી એક્ટની કલમ 135 મુજબનો ગુનો દાખલ થયેલો છે.
દિલ્હીના મૌલાનાએ શબ્બીરને અમદાવાદના મૌલાના સાથે સંપર્ક કરાવ્યો
એકાદ વર્ષ પહેલા શબ્બીર ઈન્સ્ટાગ્રામ મારફતે દિલ્હી ખાતે રહેતા કોઈ ખાસ સંગઠન સાથે સંકળાયેલા મૌલાનાના સંપર્કમાં આવ્યો હતો. એટલુ જ નહીં આશરે 9 મહિના પહેલા મૌલાનાને મળવા દિલ્હી ગયો હતો. જ્યાં તેને ઈસ્લામ વિરુદ્ધમાં કોઈ ગુસ્તાખી કરે તો તેનો વિરોધ કરવા સંબંધે ચર્ચા પણ થઈ હતી. આ મૌલાનાએ શબ્બીરને અમદાવાદના જમાલપુર ખાતે રહેતા મૌલાના મહંમદઅયુબ યુસુફભાઈ જાવરાવાલા(51)નો સંપર્ક કરવા જણાવ્યુ હતુ.
ત્યારબાદ શબ્બીર જમાલપુરમાં મહેમુદજી અલીજીની ચાલીમાં રહેતા મૌલાના જાવરાવાલાને મળ્યો હતો. તેમની સાથે ઈસ્લામ વિરોધી નિવેદનો કરતા માણસો સામે કામ કરવા માટેની ચર્ચા થઈ હતી. ચારેક મહિના અગાઉ તે દિલ્હીના મૌલાના અમદાવાદ શાહઆલમ ખાતે આવ્યા હતા તે સમયે મૌલાના અયુબ પણ ત્યાં હાજર હતો જ્યાં શબ્બીર તેમને મળ્યો હતો.
મૌલાના મહંમદ અયુબ જાવરાવાલાએ પિસ્ટલ તથા 5 કારતુસની વ્યવસ્થા કરી
આ ધૃણાસ્પદ બનાવમાં શબ્બીર ચોપડા કટ્ટર ધાર્મિક વિચારધારા ધરાવતો હોવાથી કિશનભાઈને જામીન મળી ગયા બાદ ઈસ્લામ વિરુદ્ધ ગુસ્તાખી કરનારને મોતને ઘાટ Murder ઉતારવા મનોમન નક્કી કર્યુ હતુ. આથી શબ્બીર ચોપડા બનાવના પાંચ છ દિવસ અગાઉ મૌલાના અયુબને મળવા અમદાવાદ ગયો હતો. જ્યાં આ મૌલાના અયુબ સાથે કિશન ભારવાડની હત્યા કરવા અંગે ચર્ચા કરી હથિયારની માંગણી કરી હતી. જેમાં મૌલાના મહંમદ અયુબ જાવરાવાલાએ તેને પિસ્ટલ તથા 5 કારતુસની વ્યવસ્થા કરી આપી હતી. આ શસ્ત્રો સાથે શબ્બીર અમદાવાદથી ધંધુકા પરત આવ્યો હતો. ત્યારબાદ પાચ છ દિવસ કિશનભાઈ ભરવાડની રેકી કર્યા બાદ 25 જાન્યુઆરીના રોજ તેની હત્યા Murder કરી નાંખી હતી.
મૌલાના જાવરાવાલાનેે પણ પોલીસે ઝડપી લીધો
આ બંન્ને આરોપીઓની સઘન પુછપરછ બાદ તેમને સીધી મદદ કરનાર અને ગુનામાં ઉપયોગમાં લીધેલી પીસ્ટલ પુરી પાડનાર મૌલાના મહંમદઐયુબ જાવરાવાલાને પણ દબોચી લઈ પુછપરછ હાથ ધરવામાં આવી છે. આ ગુનામાં ગુનહિત કાવતરુ તથા ગુનાહિત દુષ્પ્રચારમાં શામેલ અન્ય તમામ શખ્સોની ઉંડાણપુર્વક તપાસ હાથ ધરવામાં આવી છે અને આ તમામ શકમંદોને ઝડપી લેવા સમગ્ર સાજ્યમાં પોલીસની અલગ અલગ ટીમો રવાના કરવામાં આવી છે.
ફેસબૂક પોસ્ટને ધ્યાનમાં રાખી આ ગુનાહિત કાવતરુ રચાયુ : જિલ્લા પોલીસ વડા વિરેન્દ્રસિંહ યાદવ
આ અંગે અમદાવાદ ગ્રામ્ય પોલીસના વડા વિરેન્દ્રસિંહ યાદવે જણાવ્યુ હતુ કે હત્યાના આ બનાવમાં 302, 307 અને આર્મ્સ એક્ટ હેઠળ ફરીયાદ નોંધવામાં આવી છે. પોલીસે અલગ અલગ ટીમો બનાવી બે શખ્સોની ધરપકડ કરી હતી. જેમાં આરોપી ઈમ્તિયાઝ બાઈક ચલાવતો હતો જ્યારે તેની પાછળ બેઠેલા આરોપી શબ્બીરે ગોળીબાર કર્યો હોવાનું તપાસમાં જાણવા મળ્યુ હતુ. 6 જાન્યુઆરીએ કિશનભાઈ ભરવાડે ફેસબુક પર ધાર્મિક લાગણી દુભાવતી પોસ્ટ મુકી હતી. આ અંગે ફરીયાદ થતા કિશનભાઈ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી હતી. જોકે આ બાબતે આરોપીઓને સંતોષ ન હતો. તેમણે આ પોસ્ટને ધ્યાનમાં રાખીને આ હત્યા કરવાનું ગુનાહિત કાવતરુ ઘડ્યુ હતુ.
કટ્ટર માનસીકતા ધરાવતો શબ્બીર રેડીકલ સ્પીચ Radical speech આપતા હોય તેવા મુસ્લિમ લીડરો અને મૌલાનાઓના પ્રભાવમાં આવી આ કૃત્ય કર્યુ હોવાનું બહાર આવ્યુ હતુ. શબ્બીર એક વર્ષ પહેલા એક મૌલાનાને મુંબઈમાં મળ્યો હતો. આ મૌલાનાએ અમદાવાદમાં રહેતા મૌલાના મહંમદઅયુબ જાવરાવાલાને મળવા કહ્યુ હતુ. ત્યારબાદ શબ્બીર અયુબ જાવરાવાલાના સતત સંપર્કમાં રહેતો હતો. મુંબઈના મૌલાના શાહઆલમ ખાતે આવ્યા ત્યારે જાવરાવાલા સાથે શબ્બીર પણ ત્યાં હજાર હતો. જાવરાવાલાએ કોઈ ઈસ્લામ વિરુદ્ધ ધાર્મિક ટીપ્પણી કરે તો તેને બક્ષવાનો નહીં તેવી ચર્ચા શબ્બીર સાથે કરી હતી. જાવરાવાલાએ શબ્બીરને હત્યા Murder કરવા હથિયાર પુરા પાડ્યા હોવાનું બહાર આવતા પોલીસે જાવરાવાલાને પણ દબોચી લીધો હતો.
કોર્ટે 9 દિવસના રિમાન્ડ આપ્યા
હત્યાના આ કેસમાં ધરપકડ કરાયેલા બંન્ને આરોપીઓ શબ્બીર ચોપડા તથા ઈમ્તિયાઝ પઠાણને પોલીસે કોર્ટમાં રજુ કરી 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જેમાં કોર્ટે આરોપીઓને 5 ફેબ્રૃઆરી સુધીના 9 દિવસના રિમાન્ટ મંજુર કર્યા છે.
આ હત્યા સાથે સકળાયેલા કોઈ પણ લોકોને છોડવામાં નહીં આવે : ગુહરાજ્યમંત્રી હર્ષ સંધવી
ધંધુકામાં Dhandhuka થયેલી આ હત્યાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. ગુજરાત સહિત રાષ્ટ્રિય સ્તરે આ ચકચારી હત્યાMurderને લઈને ઉહાપોહ મય્યો હતો. દરમ્યાન ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ સંવેદનશીલતા દાખવતા ગુહરાજ્યમંત્રી હર્ષ સંધવી સુરેન્દ્રનગર ચુડા તાલુકાના ચચાણા ગામ ખાતે મૃતકના પરિવારની મુલાકાત લઈ સાંત્વના પાઠવતા ઝડપી ન્યાય અપાવવાની બાંહેધરી આપી હતી. તેમણે બગોદરા ખાતે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. તેમણે જણાવ્યુ હતુ કે કિશનભાઈની હત્યા બાદ અમદાવાદ પોલીસે વિવિધ ટીમો કાર્યરત કરી 24 કલાકમાં જ આરોપીઓને જેલના સળીયા પાછળ ધકેલી દીધા છે.
સરકાર આ કેસમાં સારામાં સારા વકીલોને રોકી હત્યારાઓને સજા અપાવશે
તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે રાજ્ય સરકાર દ્વારા આ કેસનું સતત નિરિક્ષણ કરાઈ રહ્યુ છે અને કિશનભાઈના પરિવારને ન્યાય અપાવવા રાજ્ય સરકાર પ્યત્નશીલ છે. મુતક કિશનભાઈની દિકરીનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યુ હતુ કે 20 દિવસની દિકરીને ન્યાય અપાવવામાં આવશે અને સમગ્ર કેસની ઝડપી તપાસ કરવા સાથે આ હત્યા સાથે સકળાયેલા કોઈ પણ લોકોને છોડવામાં નહીં આવે. આ સાથે તેમણે જણાવ્ચુ હતુ કે ગુજરાત એટીએસ અને અમદાવાદ ક્રાઈમ બ્રાંચ આ કેસની તપાસ કરી રહી છે, સરકાર આ કેસમાં સારામાં સારા વકીલને રોકી હત્યારાઓને સજા અપાવશે.
તાજા સમાચાર
- અસલાલીમાં 1.53 લાખના દારુ સાથે 3 શખ્સો ઝડપાયા
- પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા
- અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
કટ્ટરતા પર રોક જરુરી
અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમા શ્રીલંકન નાગરિકની થયેલી હત્યા પ્રમાણે પાકિસ્તાનમાં લાગુ ઈશનિંદાના કાયદાની આડમાં પાકિસ્તાનમાં જેમ સરેઆમ લોકોની હત્યા Murder કરવામાં આવે છે તે જ રીતે ગુસ્તાખે રસુલ(ઈશનિંદા કરનાર)ની હત્યાને યોગ્ય માનતો કટ્ટર વર્ગ ભારતમાં પણ અસ્તિત્વ ધરાવે છે. કમલેશ તિવારીથી લઈને કિશન ભરવાડ જેવા અનેક લોકો આવી કટ્રર માનસીકતાનો ભોગ બની રહ્યા છે. કિશનભાઈએ વીડિયો ફેસપુક પર પોસ્ટ કર્યા બાદ તેમના પર કાયદેસર કાર્યવાહી પણ થઈ હતી અને તેમણે સોશિયલ મીડિયા પર જ વીડિયો અપલોડ કરી આ અંગે માફી માંગી દિલગીરી વ્યક્ત કરી હતી. જેને વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેકે કાયદેસર કાર્યવાહી અને માફી માંગ્યા બાદ પણ કિશનભાઈની હત્યા સ્પષ્ટ કરે છે કે કટ્ટરતાની આગ દેશમાં કઈ હદે પ્રસરી છે. આ પ્રકારની કટ્ટરતા વધુ વકરે તે પહેલા તેને કાબુ નહીં કરવામાં આવે તો ભારતમાં પણ સાંપ્રદાયિક હિંસા અને અલગ અલગ ધર્મના લોકો વચ્ચેની ખાઈ સતત વધતી રહેશે.
આ પણ જુઓ
Raj Babbar in SP : કોંગ્રેસની વધુ એક મોટી વિકેટ પડશે…?