First “Digital Justice Clock” in Gujarat
- સમગ્ર દેશમાં પ્રથમ વાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા ડીજીટલ જસ્ટિસ ક્લોક(Digital Justice Clock) કાર્યરત કરાતા નાગરિકોને ઝડપી ન્યાય મળવા સાથે જસ્ટીસ ડીલીવર સીસ્ટમ વધારે મજબુત બનશે.
- ડીજીટલાઈઝેશનના માધ્યમ થકી ન્યાયતંત્રને શસક્ત બનાવી પારદર્શક સેવાઓના નર્માણ તરફ રાજ્ય સરકારની પહેલ
- ગુજરાત ઉચ્ચન્યાયાલય દ્વારા તૈયાર ડીજીટલ જસ્ટિસ ક્લોકના ઉદ્ધાટન પર મહેસુલ મંત્રી, સાયન્સ અને ટેકનોલોજી વિભાગના મંત્રીની ઉપસ્થિતી
વર્ચ્યુઅલ ઈલેક્ટ્રોનીક માધ્યમથી કોર્ટ ફી સળતાથી ભરી શકાશે
દેશના વડાપ્રધાન નરેનદ્ર મોદી સતત ડિજિટલ ઈન્ડિયાની તરફેણ કરવા સાથે તેના પ્રચાર અને પ્રસારને પણ પ્રોત્સાહન આપતા રહ્યા છે. ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને સાયન્સ અને ટોકનોલોજી મંત્રી જીતુ વાધાણીના માર્ગદર્શનમાં રાજ્યનો દરેક નાગરિક પોતાના ઘર-આંગણેથી કોર્ટની ફી ભરી શકે તેવા નિર્ધાર સાથે રાજ્ય સરકાર દ્વારા હાઈકોર્ટ સાથે સંકલનમાં રહી “ઈ કોર્ટ ફી પોર્ટલ” નું ઉદ્ધાટન કરવામાં આવ્યુ હતુ. આ પોર્ટલના માધ્યમથી કોર્ટ ફી સળતાથી વર્ચ્યુઅલ ઈલેક્ટ્રોનીક માધ્યમથી ભરી શકાશે, જેથી નાગરિકોને કોર્ટ-ફી ભરવામાં વધારે સુગમતા રહેશે.
“Digital Justice Clock” ન્યાયની ગતિમાં વધારો કરશે : કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદી
આ પ્રસંગે કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પોતાના સંબોધનમાં જણાવ્યુ હતુ કે, પ્રધાનમંત્રીના ડિજીટલ ઈન્ડિયા નિર્માણના સ્વપ્નને સાકાર કરવા ગુજરાત સરકાર દ્વારા અનેકવિધ સ્તરે નવતર પ્રયોગો હાથ ધરાયા છે. એવામાં ડીજીટલાઈઝેશનના માધ્યમ થકી ન્યાયતંત્રની પ્રક્રિયાઓને વધુ શસક્ત બનાવી નાગરિકોને પારદર્શી સેવાઓ ઉપલબ્ધ કરાવવા ગુજરાત હાઈકોર્ટે સમગ્ર દેશમાં પ્રથમવા “ડિજીટલ જસ્ટિસ ક્લોક” શરુ કરી ન્યાયની ગતિમાં વધારો કરતા ન્યાયની ડીલીવરી સીસ્ટમને વધારે મજબુત બનાવવા અંગે દેશને નવી દિશા દેખાડી છે.
તાજા સમાચાર
- અસલાલીમાં 1.53 લાખના દારુ સાથે 3 શખ્સો ઝડપાયા
- પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા
- અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
જસ્ટીસ ડીલીવરી સીસ્ટમ વધારે સુગમ બની : મહેસુલમંત્રી રાજેન્દ્ર ત્રીવેદી
આ પ્રસંગે વર્ચ્યુઅલી જોડાતા મહેસુલમંત્રીએ જણાવ્યુ હતુ કે ગુજરાતના નાગરિકોને ઝડપી અને બિનખર્યાળ ન્યાય મળી રહે તે માટે મુખયમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનથી રાજ્ય સરકાર દ્વારા ટેકનોલોજીના માધ્યમથી અનેકવિધ પગલાઓ લેવાયા છે, જેના પરિણામે જાહેર સેવાઓમાં પારદર્શિતા વધી છે. આ સાથે રજ્યની કોર્ટોમાં ઈ-સુવિધામાં વધારો થતા કોર્ટ-ફી સહિતની સેવાઓ ઓનલાઈન પુરી પડાતા જસ્ટીસ ડીલીવરી સીસ્ટમ વધારે સુગમ બની છે.
સુપ્રિમ કોર્ટના નાયયાધીશોની ઉપસ્થિતિ
First “Digital Justice Clock” in Gujarat, ગુજરાતમાં પ્રથમ “ઈ કોર્ટ-ફી પોર્ટલ”ના ઉદ્ધાટન પ્રસંગે ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચુડ, સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ બેલાબેન ત્રિવેદી, સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ એમ.આર શાહ, ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ આર. એમ. છાયા, ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ સોનિયાબેન ગોકાણી, ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ અરવિંદકુમાર, એડવોકેટ જનરલ કમલભાઈ ત્રિવેદી, એડિશનલ સોલિસિટર જનરલ દેવાંગ વ્યાસ, બારકાઉંસિલના ચેરમેન કિશોરકુમાર ત્રિવેદી, ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસો. ના પ્રમુખ અસીમ પંડ્યા, વડી અદાલતના વરિષ્ઠ ન્યાયમૂર્તિઓ અને એન.આઈ.સી ના વરિષ્ઠ અધિકારીઓ વર્ચુઅલ માધ્યમથી ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ જુઓ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં Corona ના 12,735 નવા કેસ : 8 ના મોત