25 C
Ahmedabad
December 18, 2024
NEWSPANE24
Gujarat Ahmedabad Entertainment News

Police : પીએસઆઈ અને લોકરક્ષક દળની ભરતી માટે જીલ્લા પોલીસ અધિક્ષક વિરેન્દ્રસિંહ યાદવ દ્વારા સેમીનાર તથા ગ્રાઉન્ડની વ્યવસ્થા

SHARE STORY

Police : જીલ્લા પોલીસ અધિક્ષક વિરેન્દ્રસિંહ યાદવ દ્વારા પીએસઆઈ અને લોકરક્ષક દળની ભરતી માટે સેમીનાર તથા ગ્રાઉન્ડની વ્યવસ્થા કરવામાં આવી છે.

Police

Police : બેકારીની સમસ્યાથી ઝઝુમી રહ્યો છે 135 કરોડની વસ્તી ધરાવતો દેશ

હાલ સમગ્ર વિશ્વ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યુ છે ત્યારે 135 કરોડથી વધુ વસ્તી ઘરાવતો અને પહેલાથી જ બેકારીની સમસ્યા સામે ઝઝુમી રહેલો ભારત દેશ પણ આ સમસ્યાથી અછુતો નથી રહ્યો.

Police

Police : કેટલાક યુવકોને નોકરીની તૈયારી માટે સુવિધાઓ ઉપલબ્ધ નથી

એવામાં સરકારી ભરતી આવે ત્યારે યુવાઓ મોટી સંખ્યામાં આવેદન આપી તૈયારીઓ કરતા હોય છે. જેમાંના દરેક યુવાન-યુવતીને તૈયારી કરવા માટે યોગ્ય માર્ગદર્શન પ્રાપ્ત થઈ શકતુ નથી. ઉપરાંત કેટલાકને માટે તો શારીરિક કસોટીની તૈયારી કરવા માટે મેદાન પણ મળી રહેતુ નથી.

Police : અમદાવાદ જીલ્લા પોલીસ અધિક્ષક વિરેન્દ્રસિંહ યાદવ દ્વારા યુવાઓને સગવડો મળે તે માટે પ્રયાસ

એવા સમયે અમદાવાદ જીલ્લા પોલીસ અધિક્ષક વિરેન્દ્રસિંહ યાદવે આવા યુવાઓને પરીક્ષાની તૈયારી માટે માર્ગદર્શન અને શારીરિક કસોટીની તૈયારી માટે મેદાન મળી રહે તે દિશામાં મદદરૂપ થવા નવતર અભિગમ અપનાવી મકરબા પોલીસ હેડક્વાટર્સ, ધોળકા તેમજ વિરમગામ ખાતે સેમીનારનું આયોજન કર્યુ છે.

Police

Police : 1500થી વધુ ઉમેદવારો ઉપસ્થિત

વિરેન્દ્ર યાદવ દ્વારા કરાયેલા આ આચોજનમાં આશરે 1500થી વધુ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. આ સેમીનારમાં મદદનીશ પો.સ.ઈ. કક્ષાના અધિકારીઓએ હાજર રહી કાયદાકીય વિષય તેમજ શારીરિક પરીક્ષામાં ઉત્કૃષ્ઠ દેખાવ કરવા અંગે મહિતી આપી હતી. આ સાથે સેમીનારમાં આવેલા વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરી તેમની મુશ્કેલીઓ, મુંઝવણો અને સવાલો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.

Police : યુવાઓને પ્રક્ટિસ માટે મેદાન ઉપલબ્ધ કરાવાયા

તેમજ શારીરિક કસોટી માટે મકરબા પોલીસ હેડક્વાટર્સ, વિરમગામ ખાતે પોલીસલાઈન ગ્રાઉન્ડ અને ધોલકા ખાતે પણ ગ્રાઉન્ડની વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યાં પોલીસ દ્વારા શારીરિક કસોટી માટે અલગ અલગ પ્રકારની તાલીમની સુવિધા અને માર્ગદર્શન પુરૂ પાડવામાં આવી રહ્યુ છે.

તાજા સમાચાર

અમદાવાદ જીલ્લા પોલીસ અધિક્ષક વિરેન્દ્રસિંહ યાદવ દ્વારા યુવાઓની સહાયતા માટે નવતર અભિગમ સાથે લેવાયેલુ આ પગલુ સરાહનીય છે, જેનાથી હજારો યુવાઓને યોગ્ય માર્ગદર્શન અને દિશા પ્રાપ્ત કરવામાં નિશ્ચિત પણે સરળતા રહેશે.

આ પણ જુઓ

Vadodara Gang Rape Case : વડોદરાના બહુચર્ચિત નવલખી ગેંગ રેપ કેસમાં બંન્ને આરોપીઓને આજીવન કેદ


SHARE STORY

Related posts

Corona નિયંત્રણના ઉપાયો સુચવવા રચાયેલા “Expert Group of Doctors”ની મુખ્યમંત્રી સાથે બેઠક

SAHAJANAND

Ahmedabad Police : હોળી-ધુળેટી સંદર્ભે પોલીસ કમિશ્નરનું જાહેરનામું

Newspane24.com

Ahmedabad Police : અમદાવાદ પોલીસની 11 ફેબ્રૃઆરીની કાર્યવાહી

SAHAJANAND

Child Health Program : ઉર્વશી માટે ‘રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ’ બન્યો આશીર્વાદ

Newspane24.com

Leave a Comment