Gujarat : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગૃહ વિભાગની ઉચ્ચસ્તરીય બેઠકમાં જણાવ્યુ હતુ કે સામાજીક સૌહાર્દ, શાંતિ અને સલામતિ જળવાઈ રહે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.
મુખ્યમંત્રીએ ગૃહમંત્રી હર્ષ સંધવીની ઉપસ્થિતિમાં રાજ્યના સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અને આણંદ જિલ્લાના ખંભાતમાં રામનવમીના દિવસે ભગવાન શ્રી રામની શોભાયાત્રા પર થયેલા હુમલાઓ અને ત્યાર બાદની ઘટનાઓની તલસ્પર્શી સમીક્ષા માટે ગૃહવિભાગની ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી.

Gujarat : ગુજરાતના બુલ્ડોઝરો પાર્કિંગમાં કેમ છે…?
જોકે રામનવમીની શોભાયાત્રા પર થયેલા હુમલાઓને લઈને રામભક્તોએ સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં પોસ્ટ કરીને ગુસ્સો ઠાલવતા રાજ્ય સરકારને સવાલ કર્યો છે કે જેમ મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશની સરકારો સખત પગલા લઈને અરાજક તત્વોની મિલ્કતો પર બુલડોઝર ફેરવી રહી છે ત્યારે ગુચરાતમાં એવુ કેમ નથી થતુ…? ગુજરાતના બુલ્ડોઝરો પાર્કિંગમાં કેમ છે…?

Gujarat : Gujarat : ઘટનાઓમાં શામેલ વ્યક્તિઓ સામે કડક પગલા લેવાની કાર્યવાહી શરુ : ગૃહમંત્રી હર્ષ સંઘવી
ગૃહ વિભાગની આ ઉચ્ચસ્તરીય બેઠકમાં ગૃહમંત્રી હર્ષ સંધવીએ મુખ્યમંત્રીને માહિતગાર કરતા જણાવ્યુ હતુ કે રાજ્યમાં બે સ્થળો પર સામાજીક સમરસતા, શાંતિ અને સલામતીને ખલેલ પહોંચાડવાના પ્રચાસો કેટલાક અરાજક તત્વો દ્વારા કરવામાં આવ્યા છે તેને ગંભીરતાપૂર્વક લેતા રાજ્યના ગૃહવિભાગ અને પોલીસતંત્રએ ઘટનાઓમાં શામેલ વ્યક્તિઓ સામે કડક પગલા લેવાની કાર્યવાહી શરુ કરી દીધી છે.
આ પણ જુઓ
Ahmedabad Police : અમદાવાદ ગ્રામ્ય પોલીસને DGP દ્વારા પ્રશંસાપત્ર
Gujarat : Gujarat : હિંમતનગરના 22 અને ખંભાતના 9 મળી કુલ 31 શખ્સોની ધરપકડ
આ સાથે ગૃહમંત્રીએ જણાવ્યુ હતુ કે આ પ્રકારની ઘટનાઓમાં શામેલ હિંમતનગરના 22 અને ખંભાતના 9 મળી કુલ 31 શખ્સોની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.

Gujarat : Gujarat : સામાજીક સૌહાર્દમાં રુકાવટ પેદા કરનારા તત્વોને કોઈપણ સંજોગોમાં સાંખી લેવામાં નહીં આવે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગૃહવિભાગ અને પોલીસતંત્રને સ્પષ્ટ સુચના આપી હતી કે આપણું ગુજરાત શાંત, સલામત, સુરક્ષિત અને્ વિકસીત રાજ્ય તરીકે સમગ્ર દેશમાં ખ્યાતિ ધરાવે છે ત્યારે તેની જાળવણી માટે પોલીસતંત્ર સામાજિક સૌહાર્દને નુકશાન કર્તા તત્વો સામે કડકાઈથી પગલા લે. રાજ્યમાં શાંતિ, સલામતિ અને સામાજીક સૌહાર્દની જાળવણી માટે રાજ્ય સરકાર પૂર્ણતઃ પ્રતિબદ્ધ છે અને તેમાં રુકાવટ પેદા કરનારા તત્વોને કોઈપણ સંજોગોમાં સાંખી લેવામાં નહીં આવે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ ઉચ્ચસ્તરીય બેઠકમાં મુખ્ય અગ્ર સચિવ કોલાશનાથન, ગૃહ બિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમાર, પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટીયા અને વરીષ્ઠ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આપના વિસ્તારમાં થતા આયોજનો, ઘટનાઓ, સમસ્યાઓ અને જરુરીયાતોની માહિતી અમારા સુધી WhatsAap દ્વારા પહોચાડવા નીચેની લિંક ક્લિક કરો
https://wa.me/message/COLLBENPMPDMJ1