Student in Ukraine : ભારતના વિદેશ મંત્રાલય દ્વારા ખાર્કિવમાં ફ્સાયેલા ભારતીય વિદ્યાર્થીઓને કેઈપણ હાલતમાં ખાર્કિવ છોડી દેવા સુચના આપવામાં આવી છે. આ સાથે યુક્રેનના યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા વિદ્યાર્થીઓને ઓપરેશન ગંગા હેઠળ સ્વદેશ લાવવાની કવાયત પણ
યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધની સ્થિતિ સમય વિતવા સાથે વધુ જટિલ અને ભયાવહ થતી જાય છે. રશિયાએ યુક્રેનના કેટલાક શહેરોમાં યુદ્ધની તિવ્રતા વધારી દીધી છે. જેમાં ખાસ કરીને ખાર્કિવમાં સતત શોલિંગ, મોર્ટાર, મિસાઈલ થકી સરકારી ઈમારતોને નિશાન બનાવવામાં આવી રહી છે.
Student in Ukraine : ખાર્કિવ પર ગમે ત્યારે રશિયન આર્મી કબજો કરી શકે છે : ખાર્કિવના મેયર ટેરેખોવ
દરમ્યાન યુક્રેન પર હુમલાની તિવ્રતા વધારતા રશિયાએ ખાર્કિવમાં યુક્રેનીયન સૈન્યના એમ્યુનીશન ડેપો અને ઓઈલ ટેન્કને ફુંકી માર્યુ છે. ખાર્કિવના મેયર પોતાની વાચચીતમાં એ જાહેર કરી ચુક્યા છે કે ગમે ત્યારે રશિયન આર્મી ખાર્કિવ પર કબજો જમાવી શકે છે.
Student in Ukraine : ભારતીય વિદ્યાર્થીઓ શક્ત તેટલી ઝડપે ખાર્કિવ છોડે : વિદેશ મંત્રાલય
એવામાં ભરતીય વિદેશ મંત્રાલય દ્વારા ટ્વિટ કરીને જાહેર કરવામાં આવ્યુ છે કે, ખાર્કિવમાં રહેલા ભારતીય નાગરિકો તેમની સલામતી માટે તરત જ ખાર્કિવ છોડી દે અને શક્ય તેટલી વહેલી તકે યુક્રેનિયન સમય પ્રમાણે સાંજના 6.00 વાગ્યા સુધીમાં પોશોચીન, બાબે અને બેઝલ્યુડોવકા વસાહતોમાં પહોંચે. કોઈ પણ સંજોગોમાં આ વસાહતો તરફ આગળ વધો.
પોશોચીન, બાબે અને બેઝલ્યુડોવકા વસાહતો ખાર્કિવથી 10 થી 15 કિલોમીટરના અંતરે આવેલી છે. ભારતીય નાગરિકોને કોઈ પણ રીતે ખાર્કિવ છોડી ત્યાં પહોંચી જવા ભારતીય દુતાવાસ દ્વારા સુચના આપવામાં આવી છે.
આ સુચનાનો સીધો મતલબ એ છે કે ભારતીય વિદેશ મંત્રાલય પાસે એવી કોઈ માહિતી છે કે જેના થકી એ સ્પષ્ટ છે કે ખાર્કિવમાં નજીકના ભવિષ્યમાં પરિસ્થિતિ હજી વધુ ખરાબ થવાની શક્યતા છે.
Student in Ukraine : પ્રધાનમંત્રી મોદીની પુતિન સાથે ચર્ચા
દરમ્યાન ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે ટેલિફોનીક વાતચીત કરી છે. સમાચાર સંસ્થા ANIના જણાવ્યુ અનુસાર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી હતી. નેતાઓએ યુક્રેનની પરિસ્થિતિની સમીક્ષા કરી, ખાસ કરીને ખાર્કિવમાં જ્યાં ઘણા ભારતીય વિદ્યાર્થીઓ અટવાયા છે. તેઓએ સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાંથી ભારતીય નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા અંગે ચર્ચા કરી છે.
Student in Ukraine : ઓપરેશન ગંગા હેઠળ વિદ્યાર્થીઓને પાછા લાવવાની કવાયત તેજ
દરમ્યાન ભારત સરકાર દ્વારા ઓપરેશન ગંગા અંતર્ગત યુક્રેનના યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ અને નાગરિકોને સ્વદેશ પાછા લવવાની કવાયત તેજ કરી દેવામાં આવી છે. ભારત સરકારના સિનિયર મંત્રીઓ વિશિષ્ટ અધિકારો સાથે પોલેન્ડ, હંગેરી, રોમાનિયા અને સ્લોવાકીયામા જઈને ભારતીય વિદ્યાર્થીઓને જરુરી મદદ સહિત તેમના ભારત પાછા ફરવાની વ્યવસ્થા કરી રહ્યા છે.
ઉપરાંત ભારતીય વાયુસેના પણ આ અભિયાનમાં જોડાતા પોતના વિશાળ IAF એરક્રાફ્ટસ ભારતીય વિદ્યાર્થીઓને પાછા લાવવા માટે યુક્રેનની આસપાસના પોલેન્ડ, રોમાનિયા, હંગેરી, સ્લોવાકીયા જેવા દેશોમાં મોકલ્યા છે.
Student in Ukraine : 3000 થી વધુ ભારતીય નાગરિકોને પરત લાવશે : વિદેશમંત્રી એસ. જયશંકર
આ લખાઈ રહ્યુ છે ત્યારે જ ભારતના વિદેશમંત્રી ડો. એસ. જયશંકરે ટ્વિટ કરીને જણાવ્યુ છે કે, “હંગેરી, રોમાનિયા, સ્લોવાકિયા અને પોલેન્ડથી આજે 9 ફ્લાઈટ્સ ઉપડી. IAF એરક્રાફ્ટનો સમાવેશ થાય છે. 6 વધુ ફ્લાઇટ્સ ટૂંક સમયમાં રવાના થવાની અપેક્ષા છે. કુલ મળીને 3000 થી વધુ ભારતીય નાગરિકોને પરત લાવશે”.
Student in Ukraine : ટુંક સમયમાં તમે તમારા દેશમાં હશો : જનરલ વી.કે. સિંગ
આ સાથે કેન્દ્રના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે સિવિલ એવીએશન મિનીસ્ટર અને હાલમાં પોલેન્ડ ખાતે ભારતીય વિદ્યાર્થીઓની મદદ માટે પહોંચેલા જનરલ વી.કે. સિંગે ભારતીય વિદ્યાર્થીઓને પ્લેનમાં બેસાડતા ટ્વિટ કરીને જયહિંદ સાથે જણાવ્યુ છે કે, અમારા ભારતીય વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી અને રાહત જોઈને આનંદ થયો. ટૂંક સમયમાં, તમે બધા કુટુંબ, મિત્રો અને વધુ મહત્ત્વની વાત એ છે કે તમે તમારા પોતાના કહેવાતા દેશમાં હશો.
Student in Ukraine : Once a Soldier Always a Soldier : જનરલ વી.કે. સિંગ
તાજા સમાચાર
- અસલાલીમાં 1.53 લાખના દારુ સાથે 3 શખ્સો ઝડપાયા
- પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા
- અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
આ પણ જુઓ
Indian Student Died : યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીનું મોત : ભારતીયોને તત્કાલ કિવ છોડવા સુચના