24 C
Ahmedabad
December 21, 2024
NEWSPANE24
Unique Gujarat News

Girnar Ropeway : 17 મહિનામાં 1 કરોડ ભક્તોએ માં અંબાના દર્શન કર્યા

Girnar Ropeway
SHARE STORY

Ropeway : ગુજરાતના ગૌરવ સમાન ગિરનાર પર્વત પર આવેલ રોપ-વે દ્વારા છેલ્લા 17 મહિનામાં 1 કરોડ શ્રદ્ધાળુઓએ માં અંબાના દર્શનનો લાભ લીધો છે.

Girnar Ropeway : 5,500 પગથીયા – 2 થી 4 કલાકને બદલે રોપવેથી 8 મીનિટમાં

રોપ-વેના બનાવવામાં પારંગત ઉષા બ્રેકો કંપની  દ્વારા નિર્મિત ગિરનાર પર્વત પર આવેલ રોપ-વે 2.32 કિં.મિ. લાંબો ઓશિયાનો સૌથી મોટો અને આધુનિક રોપ-વે છે. સામાન્ય રીતે માં અંબાના દર્શન માટે આશરે 5,500 જેટલા પગથીયા ચડીને જવામાં બે થી 4 કલાકનો સમય લાગે છે, જ્યારે રોપ-વે દ્વારા માત્ર 8 મિનીટમાં સરળતાથી પહોંચી જવાય છે.

Girnar Ropeway

Girnar Ropeway : વર્ષ 2020માં એશિયાના સૌથી મોટા રોપવેનું પ્રધાનમંત્રી દ્વારા લોકાર્પણ

અત્રે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2020માં એશિયાના સૌથી મોટા આ રોપવેનું લોકાર્પણ કર્યુ હતુ, બાદમાં 25 એક્ટોબરથી આ રોપ-વેને શ્રદ્ધાળુઓના ઉપયોગ માટે ખુલ્લો કરવામાં આવ્યો હતો. આ રોપ-વેનો ઉપયોગ કરી અત્યાર સુધીમાં 1 કરોડ શ્રદ્ધાળુઓ માં અંબાના દર્શન કરી ધન્યાતા અનુભવી છે.

Girnar Ropeway

આપના વિસ્તારમાં થતા આયોજનો, ઘટનાઓ, સમસ્યાઓ અને જરુરીયાતોની માહિતી અમારા સુધી WhatsAap દ્વારા પહોચાડવા નીચેની લિંક ક્લિક કરો

https://wa.me/message/COLLBENPMPDMJ1

Girnar Ropeway : પ્રવાસન ઉધ્યોગને વેગ

આ સાથે રોપ-વેના કારણે સોથી વધુ રોજગાર ઉત્તપન્ન કરતા પ્રવાસન ઉદ્યોગને વેગ મળી રહ્યો છે. રોપ-વેના કારણે ગુજરાતમાં ગીરનાર પર્વતની મુલાકાત લઈ માં અંબાના દર્શન કરનારા પ્રવાસીઓમાં નોંધપાત્ર વધારો જોવા મલી રહ્યો છે.

Girnar Ropeway

Girnar Ropeway : એશિયાનો આ પ્રકારનો સૌથી મોટો પ્રોજેક્ટ

રુ.135 કરોડના ખર્યે તૈયાર થયેલો ગિરનાર રોપ-વે માત્ર ગુજરાત અને ભારતના પ્રવાસીઓ પુરતો સીમિત ન રહેતા સમગ્ર વિશ્વમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. આ અંગે જૂનાગઢ કલેક્ટર રચિત રાજે જણાવ્યુ હતુ કે ગિરનાર રોપ-વે રાજ્યના સૌથી ઉંચા પર્વત પર બન્યો છે અને હાલ એશિયાનો સૌથી મોટો રોપ-વે પ્રોજેક્ટ છે.

Girnar Ropeway

Girnar Ropeway : અત્યાર સુધીમાં 1 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ

તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે ગિરનાર રોપ-વે પ્રોજેક્ટ શરુ થયો ત્યારથી લઈને અત્યાર સુધીમાં આશરે 1 કરોડ શ્રદ્ધાળુઓ તેનો લાભ લઈ ચૂક્યા છે. આ રોપ વે થકી સાસણગીર, દીવ અને સોમનાથ સહિતના પ્રવાસન સ્થળોને સાંકળતી એક ટુરીઝમ સર્કીટ તૈયાર થઈ છે.

આ સાથે જૂનાગઢની આગવી ઓળખ સમાન ઐતિહાસિક ઉપરકોટ કિલ્લાનું રેસ્ટોરેશન, ડેવલપમેન્ટ અને કંન્ઝર્વેશનની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે. જે આગામી થોડા સમયમાં પૂર્ણ થઇ જશે.

આ પણ જુઓ

Vadodara Police : તૃષા સોલંકી હત્યા કેસમાં માત્ર 7 દિવસમાં ચાર્જશીટ : વડોદરા ક્રાઈમ બ્રાન્ચની સિદ્ધી

 


SHARE STORY

Related posts

Corona : ગુજરાતમાં નવા 2,560 કેસ : 24 ના મોત

SAHAJANAND

Vadodara Police : 10 દુકાનોના તાળા તોડનાર રીઢા ચોરને ઝડપી લેતી વડોદરા પીસીબી

Newspane24.com

Student in Ukraine : ભારતીય વિદ્યાર્થીઓને કોઈ પણ હાલતમાં ખાર્કિવ છોડવા તાકીદ

Newspane24.com

Students return from Ukraine : યુક્રેનથી પાછા ફરેલા 27 વિદ્યાર્થીઓનું ગાંધીનગરમાં સ્વાગત

Newspane24.com

Leave a Comment