Vadodara Police : વડોદરા પોલીસ દ્વારા હાથ ધરાયેલ “મિશન ક્લિન વડોદરા” અંતર્ગત કમિશ્નર શમશેર સિંઘે શહેરના અગ્રણીઓ સાથે ગુગલ મીટ એપ પર ઓનલાઈન મીટિંગ યોજી હતી.
Vadodara Police : યુવાઓને નશા-ડ્રગ્સના દુષણથી બચાવવા “મિશન ક્લિન વડોદરા”

વડોદરા શહેરના યુવાઓને નશા-ડ્રગ્સના દુષણથી બચાવવા સાથે વડોદરા શહેરને નશામુક્ત કરવા “મિશન ક્લિન વડોદરા શહેર” અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતુ. જેમાં પોલીસ કમિશ્નર શમશેરસિંધ દ્વારા દરેક પોલીસ સ્ટેશન પ્રમાણે સ્કૂલો, કોલેજો, વિદ્યાર્થી નેતાઓ, કાઈન્સિલરો, ટ્યુશન ક્લાસીસ, એનજીઓ સહિત શાળા કોલેજના વોચમેનોને સાથે રાખી કમિટી બનાવી અવેરનેસ કાર્યક્રમો યોજવા અને એનડીપીએસ એક્ટ મજુબ કાર્યવાહી સતેજ કરવા સુચનો કરાયા હતા.
Vadodara Police : “મિશન ક્લિન વડોદરા” અંતર્ગત કુલ-110 કમિટીઓની રચના
જેના અંતર્ગત વડોદરા શહેરના પોલીસ સ્ટેશન પ્રમાણે કુલ 169 સ્કૂલો અને 20 કોલોજોના સદસ્યોને સાથે રાખી કુલ-110 કમિટીઓની રચના કરવામાં આવી હતી. આ સાથે કમિટીના સદસ્યોને સાથે રાખી અત્યાર સુધી શહેરમાં કુલ-157 મીટિંગો અને અવેરનેસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં કુલ-8,768 સદસ્યો હાજર રહ્યા હતા.
Vadodara Police : એનડીપીએસ એક્ટના કુલ-32 કેસ કરી 66 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા

Vadodara Police : ઉપરાંત શહેરના વિવિધ મુખ્ય રસ્તાઓ પર નશા-ડ્ર્ગ્સ બાબતે જાગૃતિ ફેલાવવા હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા હતા. આ અભિયાન શરુ થવાથી આત્યાર સુધી વડોદરા શહેર વિસ્તારમાં પોલીસ સ્ટેશનો અને એસઓજીએ મળીને એનડીપીએસ એક્ટના કુલ-32 કેસ કર્યા છે, જેમાં 66 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે.
Vadodara Police : કુલ-5,377 લોકોને ઓનલાઈન શપથ લેવડાવવામાં આવ્યા

આ સાથે વડોદરા શહેર વિસ્તારમાં “Public Outreach Programme E-pledge”, “say yes to life, no to drugs”, હેઠળ કુલ-5,377 લોકોને ઓનલાઈન શપથ લેવડાવવામાં આવ્યા છે. તેમજ 5 ફેબ્રુઆરી 2022 અને 19 માર્ચ 2022ના રોજ ગુગલ મીટ એપ્લીકેશન દ્વારા પોલીસ કમિશ્નર શમશેરસિંધ અને કમિટીના સદસ્યોની મીટિંગમાં સુચનો અને રજુઆતો સાંભળવામાં આવી હતી, જેમાં અંદાજે કુલ 650 જેટલા સદસ્યો ઓનલાઈન હાજર રહ્યા હતા.
આ પણ જુઓ
Vadodara Gang Rape Case : વડોદરાના બહુચર્ચિત નવલખી ગેંગ રેપ કેસમાં બંન્ને આરોપીઓને આજીવન કેદ
Vadodara Police : અસરકારક અભિયાન
શહેર પોલીસ કમિશ્નર દ્વારા શરુ કરાયેલ “મિશન ક્લિન વડોદરા”ની પ્રથમ નજરે સામાન્ય લાગતી પ્રવૃત્તી ઉંડી અને કાયમિક અસરો ધરાવે છે. આ પ્રકારની પ્રવૃત્તીઓથી નશા-ડ્રગ્સ વિરોધી લડતમાં માત્ર પોલીસ જ નહીં નાગરિકોને પણ સહભાગી બનાવી ઉત્તમ પરિણામો હાંસલ કરી શકાય છે. પોલીસની સાથે નાગરિકો જોડાતા ડ્રગ્સ વિરોધી જાગૃતિ જમીની સ્તરે પહોંચે છે. અવેરનેસ વધવા સાથે લોકો પોલીસની મદદે આવે છે. વળી નાગરિકોના સહકાર થકી પોલીસને પણ ડ્રગ્સ વિરોધી કાર્યવાહી કરવામાં મદદ મળે છે.
તાજા સમાચાર
- અસલાલીમાં 1.53 લાખના દારુ સાથે 3 શખ્સો ઝડપાયા
- પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા
- અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
