Agriculture : રાજ્યના કૃષિમંત્રી રાધવજી પટેલે જણાવ્યુ છે કે સરકાર લધુત્તમ ટેકાના ભાવથી 4.65 લાખ મેટ્રિક ટન ચણાની ખરીદી કરશે.
Agriculture : રાજ્ય સરકારના પ્રયત્નો
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વરા કેન્દ્ર સરકાર સાથે સંકલન સાધી ગુજરાતના ખેડુતોના ચણાના જથ્થાને ખરીદવા પ્રયત્નો હાથ ધર્યા હતા. સાથે સાથે કૃષિમંત્રીએ ચણાના મબલખ ઉત્પાદનને અનુલક્ષીને દિલ્હી ખાતે જઈ ખેડુતોની વાત કેન્દ્ર સરકાર સુધી પહોંચાડી કેન્દ્રીય ગૃહમંત્રી નરેન્દ્રસિંહ તોમર સાથે સંપર્કમાં રહી ગુજરાતના ખેડુતોનો ચણાનો જથ્થો વધુમાં વધુ પ્રમાણમાં લધુત્તમ ટેકાના ભાવથી ખરીદાય તે માટે સધન પ્રયત્નો હાથ ધર્યા હતા.
Agriculture : 4.65 લાખ મેટ્રિક ટન ચણાનો જથ્થો લધુત્તમ ટેકાના ભાવથી ખરીદવા મંજૂરી
મુખ્યમંત્રી અને કૃષિમંત્રીના પ્રયત્નોને સફળતા મળતા કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના ખેડુતો દ્વારા ઉપજાવવામાં આવેલ જથ્થામાંથી 4.65 લાખ મેટ્રિક ટન ચણાનો જથ્થો લધુત્તમ ટેકાના ભાવથી ખરીદવા મંજૂરી આપી દીધી છે. આ મંજૂરી મળવાથી ગુજરાતના ખેડુતોમાં આનંદની લાગણી છે.
Agriculture : લથુત્તમ ટેકાના ભાવે 125 મણ ચણાની ખરીદ
આ અંગે કૃષિમંત્રી રાધવજી પટેલે જણાવ્યુ હતુ કે ચાલુ વર્ષમાં રવિ પાકમાં ખેડુતો દ્વારા ચણાનું વાવેતર વધારે થવાથી ઉત્પાદન વધવાની પ્રબળ સંભાવનાને ધ્યાનમાં રાખી પહેલાથી જ સજાગ રહી રાજ્ય સરકારે ખડુતને ચણાના પોષણક્ષમ ભાવ ઉપલબ્ધ કરાવવા દ્રઢ નિશ્ચય દાખવી ખેડૂતો પાસેથી લથુત્તમ ટેકાના ભાવે 125 મણ ચણાની ખરીદ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે.
Agriculture : ગુજરાત સ્ટેટ કો.એપ.માર્કિટિગ ફેડરેશન દ્વારા નિર્મિત 187 કેન્દ્રો પરથી કરાશે ખરીદ
આ સાથે કૃષિમંત્રીએ વધુમાં જણાવ્યુ હતુ કે, કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતમાંથી ખરીવદવાના થતા 4.65 લાખ મેટ્રિક ટન ચણાના જથ્થાને લઈને રાજ્ય સરકાર દ્વારા કૃષકો પાસેથી ધારણ કરેલ જમીનના સંદર્ભે પ્રત્યેક વીધા પર 12 મણ લેખે ચણા ખરીદવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ચણાના આ જથ્થાની ખરીદી કેન્દ્ર સરકારની નોડલ એજન્સી નાફેડ તરફથી ગુજરાત સ્ટેટ કો.એપ.માર્કિટિગ ફેડરેશન(ગુજકોમાસોલ) દ્વારા નિર્મિત 187 કેન્દ્રો પરથી કરાશે.
તાજા સમાચાર
- અસલાલીમાં 1.53 લાખના દારુ સાથે 3 શખ્સો ઝડપાયા
- પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા
- અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
ગુજરાત રાજ્યના કૃષકોના હિતમાં લેવાયેલા અ નિર્ણયને લઈને કૃષિમંત્રી રાધવજીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રિય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત ગુજરાતના કેન્દ્રિય મંત્રીઓ અને સાંસદોનો ખેડુતો વતી આભાર પ્રગટ કર્યો છે. ચણાનો જથ્થો ટેકાના ભાવે ખરીદવાના નિર્ણયને રાજ્યના ખેડુતોએ પણ આવકારી આનંદની લાગણી વ્યક્ત કરી છે.
આ પણ જુઓ
Lata Mangeshkar : અવિસ્મરણીય લતા મંગેશકર