થોડા દિવસ પહેલા અમેરિકા(America) સરહદ પર 7 ભારતીય ગેર કાયદેસર ઘુષણખોરી કરતા પકડાયા હતા. જેની તપાસમાં અન્ય 4 લોકો ટોળકીથી છુટા પડ્યા હતા જે Canada – US Border પર અલગ પડ્યા હતા. આ ચાર વ્યક્તીઓમા મૃતદેહ મળ્યા બાદ કેનેડા સરકારે તમામ ગુજરાતી (Gujarati) જગદીશભાઈ પટેલ (Jagdish Patel) પરિવાર હોવાની નામ સાથે સત્તાવાર પુષ્ઠી કરી છે.
કેનેડા-યુએસએ બોર્ડર (Canada – US Border) પર પ્રથમ દ્રષ્ટીએ જ્યારે 4 મૃતદેહ (Death Body)મળ્યા ત્યારથી માનવામાં આવી રહ્યું હતુ કે કલોલ પાસેના આ વ્યક્તીઓ હોઈ શકે છે. આ બાદ સ્થાનીય તપાસમાં જાણવામાં મળ્યું હતું કે આ જગદીશ પટેલ (Jagdish Patel) સહિત ચાર જણા ગુજરાતનાં (Gujarat) ડિંગુચા ગામના હોઈ શકે છે. કારણ કે તે પણ થોડા દિવસ પહેલા યુએસએ એજન્ટ (Ajent) જોડે મળીને ગયા છે. આ બાદ મોટી બાળકી અને નાના દિકરાની ઉંમરના મૃતદેહ મળતા સંદેહ સ્પષ્ટ હતો પણ કેનેડા સરકારે સ્પષ્ટતા કરી નહોતી. કેનેડામાં આવેલ વિનિપેગ પાસે આવેલ એમરસન બરફાચ્છાદીત વિસ્તારમાંથી મૃતદેહ મળવાની રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (RCMP – Royal Candian Mounted Police)એ નામ સાથે સ્પષ્ટતા કરી છે.
RCMP પોલીસે ટ્વીટ કરીને આપી જાણકારી
કેનેડા સરકારે ભારતના હાઈકમિશ્નરને આખી ઘટના અંગે વિસ્તૃત માહિતી આપી છે. આ અંગે ભારતના કમિશને પણ ચાર મૃતદેહ અંગે ઓળખ કરી લીધી હોવાનું જણાવ્યું હતું. જગદીશ બળદેવભાઈ પટેલ ઉ.વ. 39, વૈશાલીબેન જગદીશકુમાર પટેલ ઉ.વ. 37, વિહંગી જગદીશકુમાર પટેલ ઉ.વ. 11 (Jagdish Patel) , તથા ધાર્મીક જગદીશકુમાર પટેલ ઉ.વ. 3 હોવાનું જણાવ્યું છે.
શું છે સમગ્ર ઘટના?
(Gujarat) ગાંધીનગરના ડિંગુચામાં (Dingucha) રહેતા બળદેવભાઈ પટેલના પુત્ર જગદીશભાઈ (Jagdish Patel) જે તાજેતરમાં કલોલ ખાતે રહેવા આવ્યા હતા. પત્ની વૈશાલીબેન શીક્ષીકા જ્યારે પતિ જગદીશભાઈ પોતોના ભાઈના ધંધા સાથે જોડાયેલા હોવોનું પ્રાથમિક ધોરણે જાણવા મળ્યું છે. પરિવારે એજન્ટના સંપર્કથી અમેરીકા જવા માટે ગેરકાયદેસર રસ્તો અપનાવ્યો હતો. અમેરીકાની પાસે આવેલ કેનેડામાં પરિવાર અન્ય કોઈની મદદથી 12 જાન્યુઆરીએ ટોરેન્ટો પહોંચ્યો. બાદમાં પરિવાર 18 જાન્યુઆરીએ વિનિપેગ પાસે આવેલ મોનિટોબાના એમરસન વિસ્તાર જે બરફાચ્છાદિત છે ત્યાં પહોંચ્યો હતો. એ દિવસે રાતે 19મી જાન્યુઆરી ભારે પવન સાથે બરફ રહેતા તથા -35 ડીગ્રી રહેતા ભારે બરફ પડ્યો હતો. કેનેડા પોલીસના જણાવ્યા પ્રમાણે આ સ્થળથી કોઈ પણ પ્રકારનું વાહન મળ્યું નહોતું. એટલે કે પરિવાર ચાલતો ગયો હોઈ શકે અથવા કોઈ ગાડી સાથે મુકી ગયું હોઈ શકે. આ એમરસન વિસ્તાર અમેરીકા – કેનેડાની આતંરરાષ્ટ્રીય સરહદ (Canada – US Border) છે. કેનેડા પોલીસ હવે તે દિશામાં પણ તપાસ કરી રહી છે કે આ પરિવાર કેનેડામાં કોની મદદથી આવી પહોચ્યો તથા અમેરિકામાં માનવ તસ્કરી માટે કેનેડાની ધરતીનો ઉપયોગ થઈ રહ્યા હોવાની દિશામાં પણ તપાસ કરી રહી છે.
આ પણ જુઓ
flag hoisting and flag unfurling difference : ધ્વજારોહણ અને ધ્વજ ફરકાવવા વચ્ચેનો તફાવત
ગુજરાત પોલીસ પણ કરી રહી છે તપાસ
ગુજરાત (Gujarat) પોલીસે 4 વ્યક્તીઓના મોત બાદ સીઆઈડી ક્રાઈમને આ મામલે તપાસ કરવાનું સોંપ્યું છે. હાલાકી ઘટના તમામ કેનેડામાં બની હોવાથી તપાસ કરવાનું રહેતું નથી પણ જો કેનેડા – અમેરિકાને (Canada – US Border) જે કાંઈ માહિતી જોઈશે તો તેના માટે મદદ કરશે. આ સાથે ગુજરાત પોલીસ તે તપાસ કરશે આમને મોકલવામાં ગેરકાયદેસર માટે કોને મદદ કરી હતી. તે દિશામાં ગુજરાત પોલીસે તપાસ શરૂ કરી છે.