દિવ્યાંગ હોવા છતાં વૈશ્વિક સિદ્ધી
શારીરિક રીતે અક્ષમ હોવા છતાં યોગાસનમાં મહારત કેળવી ધ રબર ગર્લ The Rubber Girl નું બિરુદ હાંસલ કરનારી સુરતની અન્વી ઝાંઝરુકિયાને 24 જાન્યુઆરી 2022 ના રોજ રાષ્ટ્રીય બાલિકા દિન અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘રાષ્ટ્રીય બાલ પુરસ્કાર 2022” એનાયત કર્યો હતો. દિવ્યાંગ હોવા છતાં પોતાના ઉચ્ચ મનોબળનો પરિયય આપતા અન્વીએ પોતાની શારીરિક અને માનસિક મર્યાદાઓને હરાવી યોગાસન ક્ષેત્રે વેશ્વિક ખ્યાતિ હાંસલ કરી છે.
ગુજરાતમાંથી એકમાત્ર સુરતની પુત્રી અન્વી ઝાંઝરુકિયાએ આ સન્માન
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર માટે કેન્દ્ર સરકારના મહિલા- બાળવિકાસ કલ્યાણ મંત્રાલયને સમગ્ર દેશમાંથી 600થી વધુ બાળકો તરફથી અરજીઓ મળી હતી. આ 600 અરજીઓમાંથી વર્ષ 2022 માટે 29 બાળકોને પસંદ કરવામાં આવ્યા હતા. જેમાં ગુજરાતમાંથી એકમાત્ર સુરત ની પુત્રી અન્વી ઝાંઝરુકિયાએ આ સન્માન પ્રાપ્ત કરી સમગ્ર દેશ સહિત વિશ્વમાં ગુજરાતનું નામ રોશન કરતા પોતાના શહેર સુરતની પણ શાખ વધારી છે.
એવોર્ડ સાથે રુ. 1 લાખની ધનરાશિ પણ અર્પણ
ધ રબર ગર્લ “The Rubber Girl” અન્વી ઝાંઝરુકિયાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આ સન્માન ‘બ્લોક ચેઈન ટેકનોલોજી’ દ્વારા એનાયત કરાયુ હતુ. અન્વીને આ એવોર્ડ સાથે રુ. 1 લાખની ધનરાશિ પણ અર્પણ કરવામાં આવી હતી.
26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિન પર The Rubber Girl અન્વીને સન્માનિત કરવામાં આવશે
અત્રે ઉલ્લેખનીય છે કે દેશમાં 5 થી 18 વર્ષનાં બાળકોને સમાજસેવા, રમત, શિક્ષણ, સંસ્કૃતિ, કલા અને વિરતા ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધી હાંસલ કરવા બદલલ રાષ્ટ્રીય બાળ પુરસ્કાર આપવામાં આવે છે. 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિન પર રાજ્યકક્ષાનાા કાર્યક્રમમાં સોમનાથ, ગીરમાં અન્વીને તેની સિદ્ધી બદલ સન્માનથી નવાજી અભિવાદન કરવામાં આવશે.
તાજા સમાચાર
- અસલાલીમાં 1.53 લાખના દારુ સાથે 3 શખ્સો ઝડપાયા
- પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા
- અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની પુત્રી અનવીને અભિનંદન પાઠવ્યા
The Rubber Girl સુરતની દિકરી અવનીએ સમગ્ર દેશ સહિત વિશ્વમાં ગુજરાતનું નામ રોશન કરવા સાથે પોતાના શહેર સુરતનું પણ ગોરવ વધારતા મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની દિવ્યાંગ દીકરીને અભિનંદન પાઠવ્યા હતા.
આ પણ જુઓ
Corona અંગે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક : લેવાયા મહત્વપૂર્ણ નિર્ણયો