Inspirational Incident : 75 લાખના દહેજને બદલે દિકરીએ પિતાને કહ્યું ગર્લ્સ હોસ્ટેલ બનાવો. રાજસ્થાનના આ પ્રેરણારુપ કિસ્સાની ચોમેર પ્રસંશા થઈ રહી છે.
દેશભરમાં ચર્ચાનો વિષ્ય
Inspirational Incident : સમાજ માટે પ્રેરણા સ્વરૂપ રાજસ્થાનની દિકરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રાજસ્થાનના એક લગ્ન હાલ સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યા છે. બાડમેરની એક દિકરીએ સમાજને રાહ ચિંધતુ પગલુ ભરી એવો દાખલો બેસાડ્યો છે કે જેની સોશિયલ મીડિયાથી લઈને દરેક સામાન્ય વ્યક્તિ ભરપુર પ્રશંસા કરી રહ્યો છે.
Inspirational Incident : રાજસ્થાનના બાડમેરની દિકરી અંજલી કંવરે પોતાને પિતા તરફથી દહેજમાં મળનારા 75 લાખ રૂ.થી યુવતીઓ માટે હોસ્ટેલ બનાવવાનો નિર્ણય કર્યો છે. જ્યારે કે અંજલીના પિતા કિશોરસિંહ કાનોડ પહેલાથી જ 1 કરોડ રૂ. નું દાન આ હોસ્ટેલ બનાવવા માટે કરી ચુક્યા છે.
Inspirational Incident : રાજસ્થાનના બાડમેર ખાતે રહેતી અંજલી નાનપણથી જ પોતાને સ્વાવલંબી બનાવવા ભણીગણીને પોતાનું કેરીયર બનાવવાનું નક્કી કરી ચુકી હતી. જેમાં તેના પિતા કિશોરસિંહ કાનોડ તેને પ્રોત્સાહિત કરતા હતા. જોકે આંતરિયાળ વિસ્તારમાંથી રેહતી અંજલીએ 12મું પાસ કર્યા પછી લોકોએ અંજલીના પિતાને ટોણા મારવાનું શરૂ કર્યુ હતુ. લોકોની વાતોને લઈને અંજલી ક્યારેક દુખી થતી પરંતુ તેણે ભણવાનું ચાલુ રાખી ગ્રેજ્યુએશન પુરૂ કરી લીધુ. અંજલીના લગ્ન 21 નવેમ્બરના દિવસે પ્રવિણસિંહ સાથે થયા. અંજલીને ત્યારે ખબર પડી કે તેના પિતા તેને દહેજમાં 75 લાખ રૂ.ની મોટી રકમ આપવા માંગે છે જે તેમણે એના માટે જ સંધરી રાખી હતી.
અંજલીની પહેલને સાસરીયા સહિત સમગ્ર દેશે વધાવી
Inspirational Incident : અંજલીને આ વાતની ખબર પડતા અંજલીએ તેના પિતાને કહ્યુ કે મારા માટે રાખેલા દહેજના રૂપિયા આપણે યુવતીઓની હોસ્ટેલના નિર્માણ માટે આપી દઈએ. અંજલીની આ વાત પર પરિવાર થોડી વાતચીત બાદ સંમત થતા રૂ. 75 લાખ હોસ્ટેલ નિર્માણ માટે આપવામાં આવ્યા હતા. અંજલીની આ પહેલને તેના સાસરીયાઓએ પણ વધાવી લીધી હતી. લગ્નની વિધી પુરી થયા બાદ જ્યારે અંજલીએ મહંત પ્રતાપ પૂરી પાસે જઈ પોતાની ઈચ્છા જાહેર કરી ત્યારે ઉપસ્થિત સાસરીયા સહિત સ્રર્વે મહેમાનોએ તાળીઓથી જાહેરાતને વધાવી લીધી હતી.
Inspirational Incident : પોતાના અભ્યાસકાળ દરમિયાન અંજલી હંમેશા એ વાતની ચિંતા વ્યક્ત કરતી કે પોતે તો ભણી જશે પરંતુ સમાજની અન્ય બહેનો આ માહોલમાં કેવી રીતે ભણશે. એટલે તેણે અભ્યાસકાળ દરમિયાન જ નિશ્ચય કર્યો હતો કે લગ્નમાં દહેજ નંઈ લઉ અને સામજની અન્ય બહેનો માટે કોઈ નક્કર કાર્ય કરીશ. જે તેણે પરિવારને જણાવ્યુ ન હતુ.
તાજા સમાચાર
- અસલાલીમાં 1.53 લાખના દારુ સાથે 3 શખ્સો ઝડપાયા
- પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા
- અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
અંજલી લક્ષ્મીનું સ્વરુપ : અંજલીના દાદાજી સસરા કેપ્ટન હીરસિંગ ભાટી
Inspirational Incident : આ પ્રેરક કિસ્સામાં મહત્વપૂર્ણ એ પણ છે કે અંજલીના સાસરી પક્ષે પણ અંજલીના આ સમાજ માટે દિશા સુચક પગલાને આવકારી બિરદાવ્યુ છે. અંજલીના દાદાજી સસરા કેપ્ટન હીરસિંગ ભાટીએ અંજલીને લક્ષ્મીનું સ્વરૂપ દર્શાવતા કહ્યુ છે કે અંજલીની વિચારધારાએ આજે એક ઉન્નત ઉદાહરણ પુરૂ પાડ્યુ છે.
આ પણ જુઓ
congress : કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાની સંવેદનશીલતા