30 C
Ahmedabad
September 13, 2024
NEWSPANE24
Gujarat News

Holi : ફાગણ સુદ પૂનમ : હોળી

Holi
SHARE STORY

Holi : ભારતવર્ષમાં સનાતની હિન્દુ ધર્મના લોકો ફાગણ સુદ પૂનમે હોલિકા દહન પ્રસંગે અધર્મના નાશ અને ધર્મના વિજય પર હોળીનો તહેવાર ઉજવે છે.

આચાર્ય વેદાંગ રાજ્યગુરૂ : यत्र धर्मः तत्र विजयः यत्र अधर्मः तत्र विनाशः
જેમણે જેમણે ધર્મનો માર્ગ પકડી રાખ્યો છે તેમનો સદૈવ વિજય થયો છે.

Holi : હિરણ્યકશિપુ એક અસૂર અને ભગવાનનો દોશી હતો

હોલિકા દહનની કથા આપ સર્વ જાણો છો. હિરણ્યકશિપુ નામનો એક અસુર ભગવાન નારાયણના નામનો ખૂબ જ વિરોધ કરતો હતો. એ સમજતો હતો કે આ પૃથ્વી પર આ રાજ્યમાં હું જ ભગવાન છું, હું જ પરમાત્મા છું, હું કહું તેમ થાય, હું કરું તેમ જ થાય માટે આખાયે રાજ્યમાં કોઈને પણ ભગવાનના નામનો જપ કે ભક્તિ કરવા દેતો ન હતો.

Holi : કેટલાક સમય પછી તેમની પત્ની કયાધુના ગર્ભમાં એક બાળક વિકાસ પામી રહ્યું હતું તે સમયે હિરણ્યકશિપુને તપ કરી અને બ્રહ્માજી પાસેથી વરદાન મેળવવાનો વિચાર આવ્યો અને તે તપ કરવા માટે જંગલમાં જાય છે. પરંતુ તેનું તપ ભંગ થાય છે ફરી ઘરે આવે છે અને પોતાની પત્નીને બનેલી ઘટના કહે છે. તેમની પત્ની ખૂબ જ પ્રસન્ન થાય છે અને તેમના પતિના મુખેથી વારંવાર પ્રશ્ન બદલાવી બદલાવીને પ્રશ્ન પૂછ્યા કરે છે અને તેમના પતિ પાસે ભગવાન નારાયણના નામનો જપ કરાવે છે.

Holi

Holi : હિરણ્યકશિપુનું વરદાન

હિરણ્યકશિપુ ફરી બીજા દિવસે તપ કરવા માટે જાય છે. તપ કરી બ્રહ્માજીને પ્રસન્ન કરી વરદાન માંગે છે. વરદાનમાં અમરત્વ માંગે છે પરંતુ બ્રહ્માજી કહે છે કે જીવ સૃષ્ટિ ઉપર જે કોઈ જીવ જન્મ લે છે તેનું મૃત્યુ પણ લખાયેલું જ હોય છે માટે અમરત્વનું વરદાન નહીં આપી શકું બીજું વરદાન માંગી લે.

Holi : ત્યારે હિરણ્યકશિપુ વિચાર કરે છે એવું વરદાન માંગુ કે જે વરદાનમાં મને અમરત્વ મળી જાય એટલે તેણે બ્રહ્માજીને કહ્યું કે તો મને એવું વરદાન આપો કે હું દિવસે પણ ન મરું અને રાત્રે પણ ન મરું, અસ્ત્રથી પણ ન મરું કે શસ્ત્રોથી પણ ન મરું, આકાશમાં પણ ન મરું કે પૃથ્વી પર કે પાતાળમાં પણ ન મરું, ઘરમાં પણ ન મરું કે બહાર પણ ન મરું, નરથી ન મરું કે નારી થી પણ ન મરું, પશુથી પણ ન મરું એવુ વરદાન માગે છે. બ્રહ્માજીએ તથાસ્તુ કહેતા હિરણ્યકશિપુ ખૂબ આનંદિત થઈને પ્રસન્ન થઈને ઘરે આવે છે અને પત્નિને કહે છે કે હવે તો હું અજર અને અમર બની ગયો છે.

Holi : ભક્ત પ્રહલ્લાદની ભક્તિ

Holi

પરંતુ હિરણ્યકશિપુ જેવા તપસ્વિને પણ ક્યાં ખબર છે કે જેને કોઇ ન પહોંચે તેને તેનુ પેટ પહોંચે છે. આ કહેવત શાસ્ત્રની અંદર સત્ય બની અને તેમનો પુત્ર પ્રહલાદજી બહુ મોટા વિષ્ણુ ભક્ત બન્યા અને ભગવાન નારાયણ નામનો જ જપ કર્યા કરતા હતા. હિરણ્યકશિપુ ભગવાન નારાયણના એટલા વિરોધી હતા કે તે પોતાના પુત્રને મારવા માટે તૈયાર થઈ ગયા અને પોતાના પુત્રને મારવા માટે અવનવા પ્રયોગ કરવા લાગ્યા. છતાં પણ પ્રહલાદજી નો વાળ પણ વાંકો ન થયો કારણ કે જેને રામ રાખે તેને કોણ ચાખે. ભગવાન વિષ્ણુની કૃપાથી પ્રહલાદજી ને કશું થતું નથી.

Holi : હોલિકાનું ષડયંત્ર

આખરે પ્રહલ્લાદજીને મારવા માટે હિરણ્યકશિપુની બહેન હોલિકા ષટયંત્ર રચતા કહે છે કે ભાઈ તું ચિંતા ન કર મને અગ્નિ બાળી ન શકે એવું વરદાનની એક ચુંદડી મળેલી છે. હું એ ઓઢી અને ચિતા ઉપર બેસી જાવ એટલે પ્રહલાદજી ને મારા ખોળામાં આપી દેજો અને ચિંતામાં આગ લગાવી દેજો. મને કશું નહીં થાય પરંતુ પ્રહલાદજી નું મૃત્યુ અવશ્ય થશે. અહીં આગળ હોલિકા પોતાના ભાઈને એટલે કે હિરણ્યકશિપુને જે અધર્મના રસ્તા પર ચાલે છે જે પોતાને જ ભગવાન સમજે છે એવા અહંકારી અભિમાની અને અધર્મી વ્યક્તિ ને સાથ આપવા માટે તૈયાર થઈ છે. પરંતુ તે નાસમજ છે, અજ્ઞાની છે તેને ખબર નથી કે જે આપણને જીવન આપી શકે તો તે આપણું જીવન ટૂંકાવી પણ શકે છે.

Holi

Holi : સામાન્ય વાત આપણે સમજીએ તો આપણા જે ઉપરી અધિકારી છે તે કહે તે પ્રમાણે જો આપણે નોકરી ન કરીએ તો આપણી નોકરી લઈ શકે છે તે જ પ્રમાણે પરમ કૃપાળુ પરમાત્માની અસીમ કૃપાથી આપણને જો માનવદેહ મળ્યો હોય અને આપણે એ પરમ કૃપાળુ પરમાત્માએ બતાવેલા શાસ્ત્રાનુસાર સત્ય માર્ગ પર ન ચાલીયે ધર્મ પર ન ચાલીયે ધર્મનું રક્ષણ ન કરીએ આ ધર્મનો માર્ગ ન અપનાવીએ તો પરમ કૃપાળુ પરમાત્મા આપણું જીવન ટૂંકાવી શકે છે અને એવું જ બન્યું.

Holi : હોલિકાનું દહન

હોલિકા કહ્યા પ્રમાણે ચિતા ખડકાઈ, તે ચિતા ઉપર બેસી ગઈ ચુંદડી ઓઢી પ્રહલાદને ખોળામાં લઇ અને હોલીકા એ કહ્યું કે આગ લગાવો. ત્યારબાદ ચિતા મા આગ ચાંપવામાં આવી પરંતુ પરમ કૃપાળુ પરમાત્માની અસીમ કૃપાથી વાયુદેવને આદેશ થયો જોરજોરથી ફૂંકાવા લાગ્યો અને હોલીકા ની ચુંદડી ઉડી ગઈ અને એ આગની અંદર હોલિકા સ્વયં બળીને ભસ્મ થઈ ગઈ અને નારાયણે પોતાના ભક્તોનું રક્ષણ કર્યું. પ્રહલાદજી નો એક વાળ પણ વાંકો ન થયો.

Holi : ધર્મનું આચરણ કરનારનું નારાયણ રક્ષણ કરે છે

અધર્મપર ચાલવુ કે અધર્મપર ચાલનારાનો સાથ સહકાર આપવો તે પણ વિનાશનો જ એક માર્ગ છે, અધોગતિ નો માર્ગ છે અને પતનનો માર્ગ છે. આટલી ઘટના બન્યા પછી પણ હિરણ્યકશિપુને સમજાતું નથી કારણ કે તેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે, અભિમાન આવી ગયું છે અને પોતાને સ્વયં ભગવાન સમજવા લાગ્યો છે. તની સામે પ્રહલ્લાદજીને પર્વત પરથી ફેંકવામાં આવે છે, પાણીમાં ડુબાડવામાં આવે છે મોટા મોટા પથ્થર સાથે પ્રહલાદજી ને બાંધી અને સમુદ્રમાર્ગે નાખવામાં આવે પરંતુ પરમ કૃપાળુ પરમાત્મા નો હાથ જેના પર હોય એ જીવને ક્યારેય કોઈ નુકસાન પહોંચાડી શકતું નથી અને અંતે ભગવાને પોતાના ભક્તોનું રક્ષણ કરે છે.

Holi

ભગવાને સ્વયં ગીતાજી ની અંદર કહ્યું છે. पवित्रणाय साधूनां विनाशायच दुस्कृतां | धर्म संस्थपनार्थाय सं भवामि युगे युगे || ભગવાન નારાયણે નૃસિંહ અવતાર ધારણ કરી અધર્મી એવા હિરણ્યકશિપુનો મેળવેલા વરદાન અનુસાર દિવસ પણ નહીં અને રાત્રી પણ નહીં સંધ્યાકાળે ઘરમાં પણ નહીં અને ઘરની બહાર પણ નહીં ઉંબરામાં અસ્ત્ર પણ નહીં અને શસ્ત્ર પણ નહીં એટલે ભગવાને પોતાના નખ દ્વારા માનવ પણ નહીં અને પશુ પણ નહીં એટલે નર અને પશુનુ અવતાર ધારણ કરી આકાશમાં પણ નહીં ધરતી કે પાતાળમાં પણ નહીં એટલે ભગવાને પોતાના ગોઠણ ઉપર રાખી અને હિરણ્યકશિપુ ની છાતી ફાડી અને અધર્મી નો વધ કર્યો.

તાજા સમાચાર

Holi : હોલિકાના નાશ અને ભક્ત પ્રહલ્લાદજીના નવજીવનને ઉત્સવ સ્વરુપે હોળી તરીકે ઉજવાય છે

અધર્મીનો નાશ કરી ધર્મની રક્ષા કરતા પ્રભુએ પોતાના ભક્ત પ્રહલાદની રક્ષા કરી અને અભય વરદાન આપી પરમ કૃપાળુ પરમાત્મા અંતર્ધ્યાન થઈ ગયા.. હોલિકા એ અધર્મી નો સાથ આપ્યો અસત્યનો સાથ આપ્યો માટે તેનો વિનાશ થયો.આ ઘટનાને સંદર્ભમાં ભારતીય સંસ્કૃતિના સનાતન ધર્મમાં અધર્મના નાશ અને ધર્મના વિજય, અસત્યના નાશ અને સત્યના વિજય સ્વરુપે હોલિકાના નાશ અને ભક્ત પ્રહલ્લાદજીના નવજીવનને ઉત્સવ સ્વરુપે હોળી તરીકે ઉજવવામાં આવેે છે.

આ પણ જુઓ

Namo in Gujarat : ગુજરાત રાષ્ટ્રને નવી દિશા ચીંધવા સમર્થ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી


SHARE STORY

Related posts

Moyamoya Disease : દુર્લભ રોગ “મોયામોયા”થી પીડાતા બે બાળકોને સયાજી હોસ્પિટલના ન્યુરો-સર્જરી વિભાગે આપ્યુ નવુ જીવન

Newspane24.com

Surat Special ! જીવદયા પ્રેમીની અનોખી પહેલ : દોરીની ગૂંચ લાવો સામે ખમણ કે લોચો ફ્રી

Newspane24.com

Punjab Election Date Changed : પંજાબ વિધાનસભા ચૂંટણીની તારીખોમાં ફેરફાર

SAHAJANAND

Compressor theft : સેટેલાઈટમાં AC ના કોમ્પ્રેસરની ચોરી કરતા 2 શખ્સો ઝડપાયા

Newspane24.com

Leave a Comment