Dudh na Tempa ma Daru : દુધના ટેમ્પામાં ચોર ખાનું બનાવી સંતાડીને લઈ જવાતો 4.22 લાખનો દારુનો જથ્તો વડોદરા શહેર પીસીબીએ ઝડપી પાડ્યો છે.

પ્રાપ્ત થતી માહિતી અનુસાર વડોદરા શહેર પોલીસ કમિશ્નર શમશેરસિંઘની સુચના અનુસાર પીસીબી શાખાના પો.ઈન્સ. જે.જે. પટેલના માર્ગદર્શન હેઠળ શહેરની પ્રેહિબિશન અંગેની બદીઓને દુર કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
Dudh na Tempa ma Daru : પોલીસને મળી માહિતી

દરમ્યાન પીસીબીની ટીમને માહિતી મળી હતી કે કેટલાક શખ્સો દુધના ટેમ્પામાં ચોરખાનું બનાવી વિદેશી દારુની હેરાફેરી કરવા માટે તેનો ઉપયોગ કરી રહ્યા છે અને આ દુધનો ટેમ્પો નેશનલ હાઈવે નં-8 પરથી પસાર થવાનો છે.
Dudh na Tempa ma Daru : આરોપીઓ 4.22 લાખના દારુ સાથે ઝડપાયા
જેના આધારે પોલીસે નેશનલ હાઈવે નં-8 ઉપર એલ.એન.ટી. નોલેજ સીટી પાસે જાળ બિછાવી ટેમ્પો સહિત બે શખ્સોને દારુના જથ્થા સાથે ઝડપી લીધા છે.
Dudh na Tempa ma Daru : રુ. 7.60 લાખનો મુદ્દામાલ કબજે

આરોપીઓ પાસેથી પોલીસે રુ. 74,400ની કિંમતની વિદેશી દારુની 3,744 બોટલો, રુ. 48,000ની કિંમતના 480 બીયરના ટીન, રુ. 3,500 રોકડા તેમજ રુ. 15,000ની કિંમતના 150 દુધના ખાલી કેરેટ, રુ. 20 હજારની કિંમતના 2 મોબાઈલ અને ટેમ્પો મળી કુલ રુ. 7,60,900નો મુદ્દામાલ કબજે કર્યો છે.
આરોપીઓ

પકડાયેલા આરોપીઓમાં રાજસ્થાનના ઉદેપુરના પુષ્કર ગણેશલાલ પટેલા અને વેનીરામ સુખલાલ પટેલનો સમાવેશ થાય છે. જ્યારે અન્ય બે આરોપીઓ રાજસ્થાનના રાજુ પટેલ અને રમણલાલ પટેલ વોન્ટેડ છે.
તાજા સમાચાર
- અસલાલીમાં 1.53 લાખના દારુ સાથે 3 શખ્સો ઝડપાયા
- પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા
- અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
પોલીસે આ અંગે ગુનો દાખલ કરી આરોપીઓ આ દારુને જથ્થો ક્યાંથી લાવ્યા અને કોને પહોંચાડવાનો હતો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ જુઓ
Sensitive police : સરખેજ પોલીસે ગુમ થયેલા બાળકોને ગણતરીના કલાકોમાં શોધી કાઢી પરિવારને સોંપ્યા
