Attack on Police : વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચે નાગરિકતા સુધારા બિલના વિરોધમાં પોલીસ પર હુમલો કરનાર શખ્સને માહિતીને આધારે ઝડપી લીધો છે.
વર્ષ 2019ની 20મી ડીસેમ્બરે વડોદરા શહેરના હાથીખાના સરકારી કવિ સુંદરમ પ્રાથમિક શાળા પાસે નાગરિકતા સુધારા બિલના વિરોધ દરમ્યાન અરાજક ટોળા દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો અને જાહેર સંપત્તિને નુકશાન પહોંચાડવામાં આવ્યુ હતુ.
Attack on Police : પોલીસ પર સુનિયોજીત હુમલો
હાથીખાનાના આ વિસ્તારમાં કેટલાક અરાજક તત્વોએ ભેગા મળી નાગરિકતા બિલ અંગે સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરવા દરમ્યાન ટોળાને પત્થરમારો કરવા ઉશ્કેરી, સાથે જોર જોરથી “મારો સાલો કો, કાટ ડાલો” જેવી બુમો પાડી બંદોબસ્તમાં હાજર પોલીસ કર્મચારીઓ પર લોખંડના સળિયા અને તલવાર જેવા ઘાતક હથિયારોથી હુમલો કર્યો હતો.
Attack on Police : પોલીસ કર્મીઓ ઘાયલ
પોલીસ પર લોખંડના સળીયા અને તલવારોથી થયેલા હુમલા અને પત્થરમારાના કારણે કેટલાક પોલીસ કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા જ્યારે કેટલાકને સામાન્ય ઈજાઓ થવા પામી હતી.
Attack on Police : અરાજક ટોળાએ સીસીટીવીના ડીવીઆર કાઢી લીધા
આ સાથે ટોળાએ પોલીસના વાહનો પર પત્થરમારો કર્યો હતો અને જાહેર મિલ્કનોને નુકશાન પહોંચાડ્યુ હતુ. આ સાથે આસપાસના વિસ્તારોમાં આવેલા સીસીટીવી ફુટેજ કે જેમાં આરોપીઓની ઓળખ છતી થાય તેમ હોઈ અરાજક ટોળાએ કાવતરાના ભાગ રુપે સીસીટીવી સાથે જોડાયેલા ડીવીઆર કાઢી લઈ કેમેરાના ફુટેજ ડિલિટ કરી દીધા હતા.
Attack on Police : ક્રઈમ બ્રાંચે અત્યાર સુધી 51 આરોપીઓ ઝડપ્યા
આ ઘટના અંગે ક્રાઈમ બ્રાંચને તપાસ સોંપવામાં આવી હતી. જેમાં ક્રાઈમ બ્રાંચે અત્યાર સુધી 51 જેટલા આરોપીઓને ઝડપી લીધા છે. જ્યારે અન્ય ફરાર આરોપીઓની શોધ-ખોલ ચાલુ છે.
તાજા સમાચાર
- અસલાલીમાં 1.53 લાખના દારુ સાથે 3 શખ્સો ઝડપાયા
- પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા
- અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
Attack on Police : ફૈઝાન ઉર્ફે કટોરા મુબીનભાઈ શેખ(22) ઝડપાયો
પૂર્વ આચોજીત કાવતરાના ભગા રુપે નાગરિકતા સંસોધન બિલનો વિરોધ કરવા એકઠા થઈ પોલીસ પર લોખંડના સળીયા અને તલવારોથી હુમલા કરી પોલીસ કર્મચારીઓને ગંભીર કે સામાન્ય ઈજા પહોંચાડવાના બનાવમાં વડોદરા શહેર ક્રાઈમ બ્રાંચે વડોદરાના હાથીખાના રહેમતનગર મંસુરી કબ્રસ્તાન દર્ગાહ પાછળ રહેતા ફૈઝાન ઉર્ફે કટોરા મુબીનભાઈ શેખ(22)ને ઝડપી લીધો છે.
આ પણ જુઓ
મણિનગરની હોટલમાં કર્યુ રાત્રી રોકાણ : પછી કરી..? (Theft at the hotel)