Lata Mangeshkar : લતા મંગેશકરે પાર્શ્વગાયનની દુનિયાના દેશના સૌથી પ્રસિદ્ધ પાર્શ્વગાયિકા રહ્યા છે. તેમની ગાયકીની લાંબી સફર દરમિયાન તેમણે અનેક ફિલ્મી અને ગેરફિલ્મી ગીતોમાં પોતાનો અપ્રતિમ અવાજ આપ્યો છે. માત્ર ભારત જ નહીં સમગ્ર વિશ્વમાં સંગીતની દુનિયામાં તેમનું મુઠ્ઠી ઊંચેરું સ્થાન છે. લતાજી કદાચ વિશ્વના એકમાત્ર પાર્શ્વગાયક છે કે જેમણે 36 થી વધુ ભાષાઓમાં ગીતો ગાયા છે. જે ગાયકીની દુનિયામાં એક સીમાચિહ્ન છે. લતાજીએ મુખ્યત્વે હિન્દી સહિત મરાઠી અને બંગાળી ભાષામાં ગીતો ગાયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે તેમણે ગુજરાતી ફિલ્મોમાં પણ કેટલાક અવિસ્મરણીય ગીતોમાં પોતાનો કોકિલ કંઠ આપ્યો છે. જેમાં મારા તે ચિત્તનો ચોર રે મારો સાંવરીયો, પાંદડુ લીલુ ને રંગ રાતો, હંસલા હાલો રે હવે મોતીડા નહીં રે મળે, ના ના નહીં આવું મેળે નહીં આવું, મહેંદી તે વાવી માળવે, મને ઘેલી ઘેલી જોઈ, તને સાચવે પાર્વતી, તારા રે ભરોસે, વહેલી પરોઢનો વાયરો વાયો, દાદાને આંગણે સહિતના અનેક ગીતો આજે પણ ગુજરાતીઓના કંઠે અને નવરાત્રીમાં શાંભળવા મળે છે.
Lata Mangeshkar : લતા નામ પડવાનો ઇતિહાસ
લતાજીના ગોવામાં મગેશી ખાતે રહેતા પિતા પંડિત દીનાનાથની સરનેમ પહેલા હાર્ડીકર હતી, જેને બદલીને બાદમાં તેમણે મગેશીના ધ્યાનમાં રાખી મંગેશકર સરનેમ ધારણ કરી. લતાજીનું પહેલુ નામ હેમા રાખવામાં આવ્યુ હતુ. બાદમાં દિનાનાથે પોતાના નાટક “ભાવબંધન”ના એક મહિલાના કિરદાર લતિકાના નામ પરથી તેમનું નામ લતા રાખ્યુ.
લતાજીનું પહેલુ નામ હેમા રાખવામાં આવ્યુ હતુ. બાદમાં દિનાનાથે પોતાના નાટક “ભાવબંધન”ના એક મહિલાના કિરદાર લતિકાના નામ પરથી તેમનું નામ લતા રાખ્યુ.
લતાજી નો જન્મ ૨૮ સપ્ટેમ્બર ૧૯૨૯ના દિવસે ઈન્દોરમાં થયો હતો. તેમના પિતા દિનાનાથ મંગેશકર એક જાણીતા શાસ્ત્રીય ગાયક, થિયેટરના એક્ટર અને મરાઠી સંગીતકાર હતા. પહેલા પત્ની નર્મદાના મૃત્યુ બાદ પંડિત દિનનાથે નર્મદાની નાની બહેન જીવંતી સાથે લગ્ન કર્યા હતા. તેમના પરિવારમાં લતાજી પ્રથમ બાળક હતા, ત્યારબાદ મીના, આશા, ઉષા અને ભાઈ હૃદયનાથ મંગેશકરનો જન્મ થયો. લતાજીના બહેન આશા ભોંસલે પણ ભારતીય ફિલમ જગતની ખ્યાતનામ પાર્શ્વગાયિકાઓમાં ટોચનું સ્થાન ધરાવે છે.
Lata Mangeshkar : પિતાનું અવસાન થતાં પરિવાર મુશ્કેલીમાં
ઘરમાં જ સંગીત અને કલાના વાતાવરણ વચ્ચે માત્ર પાંચ વર્ષની નાની ઉંમરથી જ લતાજીએ પોતાની સંગીત સાધનાનો પ્રારંભ કરી દીધો હતો. 13 વર્ષની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવતા તેમનું પરિવાર મુશ્કેલીમાં મુકાઇ ગયું હતું. એવા સમયે કરના સૌથી મોટા સંતાન લતાજી પર પરિવારની જવાબદારી આવી ગઈ હતી. એવા કપરા સમયમાં નવયુગ ચિત્રપટ ફિલ્મ કંપનીના માલિક માસ્ટર વિનાયક સહિત પરિવારના હિતેચ્છુઓએ લતાજીને ગાયિકા અને અભિનેત્રી તરીકે કારકિર્દી શરૂ કરવામાં મદદ કરી.
અભિનય કરવો પસંદ ન હોવા છતાં આર્થિક તંગીને લઈને તેમણે બડી માં, માંગલા ગૌર, ગજાભાઉ, માઝે બાલ અને જીવનયાત્રા જેવી કેટલીક મરાઠી અને હિંદી ફિલ્મોમાં નાના-મોટા રોલ કર્યા. વર્ષ 1942માં તેમને એક મરાઠી ફિલ્મમાં ગાવાનો અવસર મળ્યો જોકે ફિલ્મ રજુ થતા પહેલા તે ગીત હટાવી દેવાયુ. બાદમાં વર્ષ 1943માં ગજાભાઉ નામની મરાઠી ફિલ્મમાં તેમણે પહેલુ ગીત “માતા એક સપૂત કી દુનિયા બદલ દે તૂ” ગાયુ. 1945માં મુંબઈ આવી ગયા બાદ તેમનું કેરીયર આકાર લેવા લાગ્યુ. દરમ્યાન મુંબઈમાં તેમણે ભીંડીબજાર ધરાનાના ઉસ્તાદ અમનઅલી ખાન પાસેથી ભારતીય શાસ્ત્રીય સંગીત શીખવાનું શરુ કર્યુ. વર્ષ 1946માં ગાયેલા ભજન ‘માતા તેરે ચરણોં મેં’ અને ‘પા લાગું કર જોરી’ દ્વારા તેમણે લોકોના હ્રદયમાં પોતાનું સ્થાન બનાવવાનું શરુ કર્યુ.
Lata Mangeshkar : લતાજી થયા રીજેક્ટ
મુંબઈના સંગીતની દુનિયામાં પ્રવેષ્યા બાદ લતાજી તે વખતના જાણીતી સંગીતકાર ગુલામ હૈદરના સંપર્કમાં આવ્યા. ગુલામ હૈદરને લતાજી પોતાના આદર્શ માનતા હતા. દરમ્યાન ગુલામ હૈદરે લતાજીનો સંપર્ક ફિલ્મ નિર્માતા શશિધર મુખર્જી સાથે કરાવ્યો, મુખર્જી તે વખતે શહીદ ફિલ્મના નિર્માણમાં વ્યસ્ત હતા. ગુલામ હૈદરે શશીધર મુખર્જીને ફિલ્મમાં લતાજી પાસે ગીત ગવડાવવાની ભલામણ કરી. જોકે લતાજીને શાંભળ્યા બાદ મુખર્જીએ એમ કહીને તેમને રિજેક્ટ કરી દીધા કે તેમને અવાજ પાતળો છે. પરંતુ લતાજીના પ્રતિભા પારખી ગયેલા ગુલામ હૈદરે ગુસ્સે થતા તે વખતે કહ્યુ હતુ કે આવનારા દિવસોમાં લતાજી સંગીતની દુનિયામાં છવાઈ જશે અને નિર્માતાઓ તેમને પોતાની ફિલ્મોમાં ગાવા માટે વિનંતી કરશે. લતાજી ગુલામ હૈદર દ્વારા તેમની પ્રતિભા પર કરાયેલા વિશ્વાસનો ઉલ્લેખ વારંવાર કરતા તેમને પોતાના ગોડફાધર માનતી હતી.
Lata Mangeshkar : “આયેગા આને વાલા” સુપરહીટ ક્લાસીક બન્યુ
લતાજી જ્યારે પોતાનું સ્થાન શોધી રહ્યા હતા ત્યારે શમશાદ બેગમ અને નુરજહાં સહિતની ગાયીકાઓ જે તે સમયે મુંબઈ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સંગીતની દુનિયાની સામ્રાજ્ઞીઓ હતી. સામાનય રીતે જ તેમની ગાયકીની અશર લતાજી પર હતી. જોકે લતાજી એ સમજી ચૂક્યા હતા કે જો તેમણે પોતાની જાતને સ્થાપિત કરવી હોય તો ગાયકીની પોતાની આગવી શૈલી વિકસીત કરવી પડશે. જેના માટે તેમણે ભરપુર પ્રયાસો કર્યા અને હિંદી તથા ઉર્દુ ભાષાના ઉચ્ચારણો પર પ્રભૂત્વ મેળવ્યુ. વર્ષ 1949માં રજુ થયેલી ફિલ્મ “મહલ”માં ખેમચંદ પ્રકાશે તેમની પાસે “આયેગા આને વાલા” ગીત ગવડાવ્યુ જે સુપરહીટ થયુ. આ ગીતને આજે પણ લતાજીના શ્રેષ્ઠતમ ગીતોમાં શામેલ કરવામાં આવે છે. આ ગીત બાદ લતાજીએ પોતાની કારકીર્દીમાં પાછુ વળીને જોયુ ન હતુ.
Lata Mangeshkar : દસકાઓ સુધી સંગીતની દુનિયાના શિખર પર
1950થી લઈને 1970 સુધીના કાળખંડને ભારતીય ફિલ્મ સંગીતની દુનિયાનો સુવર્ણકાળ માનવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન ફિલ્મી સંગીતમાં એક એકથી ચડિયાતા ગીતકાર સંગીતકાર અને ફિલ્મ નિર્માતાઓએ પોતાનું યોગદાન આપ્યું. આ કાળ દરમ્યાન જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અપ્રતિમ ફિલ્મી સંગીતની રચના થઈ જેમાં લતાજીએ પોતાનો સ્વર આપ્યો. આ સમયકાળના શંકર જય કિશન, અનિલ બિશ્વાસ, નૌશાદ, સી. રામચંદ્ર, સચિનદેવ બર્મન, મદન મોહન, કલ્યાણજી આનંદજી, રાહુલ દેવ બર્મન, લક્ષ્મીકાંત પ્યારેલાલ સહિતના દિગ્ગજ સંગીતકારોની પ્રથમપસંદ લતાજી બની રહ્યા. તેમની સાથે મળીને લતાજીએ ભારતીય ફિલ્મી દુનીયાના અવિસ્મરણીય ગીતો રચ્યા જેને આજે લોકો અભિભૂત થઈને સાંભળે છે. જેત જોતામાં લતાજી સંગીતની દુનિયાના એ શિખર પર પહોંચી ગયા કે જ્યાં તેમની આસપાસ સુધી પણ કોઈ પહોંચી શકતુ ન હતુ. અનેક એવી ફિલ્મો છે કે જે માત્ર લતાજીના ગીતો પર હીટ થઈ છે.
Lata Mangeshkar : લતાજીની મહેનત તેમના ગીતોમાં છલકાતી
પોતાના સરળ સ્વભાવને લઈને નિર્માતા-નિર્દેશકોની પહેલી પસંદ લતાજી દરેક ગીત માટે અલગથી મહેનત કરતી જે તેમના ગીતોમાં છલકાતી. ભજન હોય કે રોમેંન્ટીક ગીત, રાગ પર આધારિત ક્લાસિકલ ગીત હોય કે દેશભક્તિનું ગીત, દર્દીલુ હોય કે ઉલ્લાસનું લતાજી દરેક ગીતને કંઈક વિશેષ આપવાની કોશિષ કરતા. સંગીતકારો ગમે તેટલા મુશ્કેલ ગીતો લાવે લતાજી પોતાના ગાયકી પરના પ્રભૂત્વ અને મહેનતથી તેને આસાન બનાવી દેતા અને એટલે જ તેઓ ગુરૂદત્ત, કમાલ અમરોહી, બિમલ રોય અને રાજ કપુર જેવા નિર્માતાઓની પહેલી પસંદ હતા.
Lata Mangeshkar : “એ મેરે વતન કે લોગોં” રાષ્ટ્રીય પર્વો પર પહેલી પસંદ
લતાજીની ગાયકીમાં ભાવો એટલા ઉપસીને આવતા કે તેમના દ્વારા ગવાયેલા “એ મેરે વતન કે લોગોં, જરા આંખમેં ભરલો પાની” ગીત શાંભળ્યા બાદ તત્કાલિન પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુની આંખમાં આંશુ આવી ગયા હતા. દેશના રાષ્ટ્રીય પર્વો પર આજે પણ એ ગીત પહેલી પસંદ બની રહ્યુ છે.
ફિલ્મ ઈન્ટસ્ટ્રીની સુપરહીટ ફિલ્મો મુગલ-એ-આઝમ, શ્રી-420, બૈજુ બાવરા, દિદાર, પાકીઝા, મધર ઇન્ડિયા, આહ, બરસાત, સજા, હાઉસ નં-44, મધુમતિ, પ્રેમ પુજારી, આઝાદ, દેવદાસ, આંધી, લૈલા મજનુ, મૌસમ, હંસતે જખમ, રેલ્વે પ્લેટફોર્મ, અમરદીપ, બીસ સાલ બાદ, અનપઢ, અમર પ્રેમ, મેરે હમદમ મેરે દોસ્ત, દો રાસ્તે, દિલ અપના ઔર પ્રીત પરાઈ, હીર રાંઝા, કટી પતંગ, મેરા સાયા જેવી સેંકડો ફિલ્મોમાં લતાજીના સ્વરે અદ્ભૂત ગીતો રચ્યા જે આજે પણ એટલા જ પ્રસ્તુત છે જેટલા એ સમયમાં હતા.
Lata Mangeshkar : 1980નો દાયકો અને લતાજી
ભારતીય સંગીતમાં ક્રમશઃ ઉતાર ચઢાવ આવતા રહ્યા, 80ના દસકામાં સંગીતની ક્વોલીટીમાં ઉતાર જોવા મળ્યો. પરંતુ લતાજીની ગાયકી સદાબહાર રહી, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નવા ઉભરેલા આનંદ-મિલિંદ, અનુ મલિક, રામ-લક્ષ્મણ જેવા સંગીતકારોએ તેમની ફિલમમાં લતાજીના ગીતનો આગ્રહ રાખ્યો. ફાસલે, વિજય, મૈં ને પ્યાર કીયા, ચાંદની, કર્જ, આસપાસ, અર્પણ, એક દુજે કે લીયે, નસીબ, સંજોગ, ક્રાંતી, રામલખન, અગર તુમ ન હોતે, રોકી, માસૂમ, લવસ્ટોરી, રામ તેરી ગંગા મૈલી જેવી અનેક ફિલ્મોમાં લતાજીને સ્વર ગુંજતો રહ્યો.
Lata Mangeshkar : 1990નો દાયકો અને લતાજી
લતાજી(Lata Mangeshkar) હવે વધતી ઉંમરને લઈને ગાવાનું ઓછુ કરી રહ્યા હતા. જે કે આ સમયકાળમાં પણ તેમના સ્વરની કશિશ ઓછી થઈ ન હતી. તેમણે લમ્હેં, દિલ તો પાગલ હૈ, દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે, દિલ સે, પુકાર, રંગ દે બસંતી, મોહબ્બતેં જેવી ફિલમોમાં પોતાનો સ્વર આપ્યો. જો કે ઉંમરના આ પડાવ પર આવ્યા બાદ તેઓએ ચુનિંદા ગીતોમાં પોતાનો સ્વર આપવાનો આગ્રહ રાખ્યો. તેઓ કહેતા કે જો સંગીતકાર મારી પાસે સારા ગીતનો પ્રસ્તાવ લાવશે તો હું ચાક્કસ ગાઈશ. સંગીતની દુનિયામાં આટલા વર્ષો પછી પણ તેમની પ્રતિભા અને કદ એટલુ વિશાળ હતુ કે શાહરુખ ખાને એક વાર કહ્યુ હતુ કે, “કાશ મારી ઉપર પલ લતાજીના અવાજમાં કોઈ ગીત ફિલ્માવી શકાત”. લગભાગ 7 દાયકાઓના લાંબા કાળખંડમાં ભારતીય ફિલ્મોમાં મધુબાલાથી લઈને માધુરી દિક્ષીત સહિતની હિરોઈનોને લતાજીએ પોતાનો સ્વર આપ્યો.
ઉમદા વ્યક્તિત્વ
પોતાના ઉમદા સ્વભાવ માટે જાણીતા લતાજી(Lata Mangeshkar)ના ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઉચ્ચકોટીના સંગીતકારો, નિર્માતા-નિર્દેશકો, ગાયક કલાકારો, હીરો અને હીરોઈનો સાથે પારિવારીક સંબંધો રહ્યા. જેમાં ખાસ કરીને રાજ કપુર, દેવ આનંદ, દિલીપ કુમાર, અમિતાભ બચ્ચન, ચશ ચોપડા, મુકેશ, કિશોર કુમાર, રાહુલ દેવ બર્મનના પરિવારો સાથે તેમના સંબંંધો રહ્યા.
Lata Mangeshkar : લતાજી અને રાજકિય નેતાઓ
ભારતના રાજકિય નેતાઓ સાથે પણ તેમના ઘનિષ્ઠ સંબંધો જળવાઈ રહ્યા, જેમાં જવાહરલાલ નહેરુથી લઈને બાળા સાહેબ ઠાકરે સહિત હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામેલ છે.
નરેન્દ્ર મોદી લતાજીને પોતાની બહેન માનતા હતા. વર્ષ 2019માં નરેન્દ્ર મોદીના પ્રધાનમંત્રી બનાવા બદલ લતાજીએ પ્રથમવાર ગુજરાતીમાં પત્ર લખીને નરેન્દ્ર મોદીના માતૃશ્રી હિરાબાને અભિનંદન પણ પાઠવ્યા હતા.
લતાજી બાળાસાહેબ ઠાકરેનું ખુબ સન્માન કરતા હતા. બાળા સાહેબ ઠાકરેના પરિવાર સાથે તેમના ગાઢ સંબંધો રહ્યા હતા. તેઓ બાળા સાહેબને હિન્દુ હ્રદય સમ્રાટ તરીકે ઉલ્લેખતા હતા.
પુરસ્કાર
લતાજી(Lata Mangeshkar)ને સરકાર, ફિલ્મ ઈન્ડસ્ટ્રી, રાજ્ય સરકારો સહિત વિવિધ સંસ્થાઓ દ્વારા અનેક એવોર્ડથી સન્માનિત કરાયા. વળી કેટલાક સન્માનો અને એવોર્ડને લતાજીએ એમ કહીને ન લીધા કે માને એવોર્ડ આપવા કરતા નવા ગાયકોને આપવા જોઈએ. વિશાળ હ્રદય ધરાવતા લતાજીએ વર્ષ 1970 પછી ફિલ્મફેયરને જણાવી દીધુ કે હું હવે સર્વશ્રેષ્ઠ ગાયીકાનો એવોર્ડ હું નહીં લઉ, હવે નવા ગાયકોને તક આપો. લતાજીને ભારત સરકાર દ્વારા વર્ષ 1969માં પદ્મ ભૂષણ, 1989માં દાદાસાહેબ ફાલ્કે પુરસ્કાર, 1999માં પદ્મ વિભૂષણ અને વર્ષ 2001માં ભારત રત્નથી સન્માનિત કરાયા હતા.
Lata Mangeshkar : અવિસ્મરણીય લતાજી
ભારતીય સંગીતમાં પોતાના સ્વર માટે જ નહીં પરંતુ સાલસ સ્વભાવ, સરળ વ્યક્તિત્વ, વિશાળ પ્રતિભા અને અનેક ગાયકોના પ્રેરણાસ્ત્રોત લાતાજી(Lata Mangeshkar) ભારતમાં જ નહીં પરંતુ પાકિસ્તાન સહિતના વિશ્વના દેશોમાં અદ્ભુત લોકચાહના ધરાવતા હતા. તેમના અવસાન પર માત્ર ભારતીયો જ નહીં પાકિસ્તાન સહિત સમગ્ર વિશ્વમાં લોકોએ શોક પ્રગટ કર્યો હતો. લતાજી જેવા કલાસાધકો સંગીતની દુનિયામાં જન્મ નથી લેતા અવતરીત થાય છે. ભારતીય સંગીતમાં તેમના યોગદાનને મૂલવવુ શબ્દોમાં શક્ય નથી. લતાજીનું પાર્થિવ શરીર ભલે આપણી વચ્ચે ના હોય પરંતુ પોતાના સ્વર થકી વર્ષોના વર્ષો સુધી લતાજી આપણી આસપાસ ગુંજતા રહેશે.
તાજા સમાચાર
- અસલાલીમાં 1.53 લાખના દારુ સાથે 3 શખ્સો ઝડપાયા
- પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા
- અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
Lata Mangeshkar : લતાજીની યાદમાં સુરતમાં રંગોળી
સ્વર કોકિલા લતાજી(Lata Mangeshkar)ના દેહાવસાના બાદ તેમની યાદોમાં સુરતની સંગીત પ્રેમી જનતાએ અનોખી શ્રદ્ધાંજલી આપતા પીપલોદ વિસ્તાર ખઆતે આવેલા મોલમાં લતાજીની વિશાળ રંગોળી બનાવી હતી. 19 કલાકની મહેનત બાદ 15 જેટલા રંગોના ઉપયોગ થકી આ રંગોળીને રંગોળી આર્ટિસ્ટ સાલુકે અંજલી અને તેમના સહયોગીઓ દ્વારા તૈયાર કરવામાં આવી હતી.
આ પણ જુઓ
Narendra Modi on Top : નરેન્દ્ર મોદી “ગ્લોબલ લીડર એપ્રુવલ”ની યાદીમાં ફરીથી ટોચ પર