Hailights
સાઉથ આફ્રિકામાં મળેલી હારને પગલે Team Indiaના સૌથી સફળ સુકાની વિરાટ કોહલીએ કેપ્ટનશિપ છડી દીધી છે. ભારતના સૌથી સફળ કેપ્ટન વિરાટ કોહલી આ પહેલા T-20 અને One Day Cricket માંથી રાજુનામું આપી ચૂક્યા છે. કોહલીએ T-20 વર્લ્ડકપ પહેલા T-20 ટીમની કેપ્ટનશિપ છોડી દીધી હતી, ત્યારબાદ તેને વન-ડે ટીમના કેપ્ટન પદેથી હટાવી દેવાતા સિલેક્ટરો અને કોહલી વચ્ચે વિવાદની ચર્ચાઓેએ જોર પકડ્યુ હતુ. કોહલીએ વર્ષ 2014માં Team India નું સુકાની પદ સંભાળ્યુ હતુ અને વર્ષ 2022માં આફ્રિકા સામે કેપટાઉન ખાતે રમાયેલી અંતિમ ટેસ્ટ બાદ સુકાની પદેથી રાજીનામું આપી દીધુ હતુ.
BCCI એ વિરાટને બિરદાવ્યો
BCCI એ વિરાટના સુકાનીકાળ દરમિયાનના પ્રદર્શનને બિરદાવતા ટ્વિટ કર્યુ હતુ કે, “હિંમત, જુસ્સો, ધીરજ અને નિશ્ચય! આભાર વિરાટ કોહલી”. આ સાથે અન્ય એક ટ્વિટમાં વિરાટ કોહલીનો આભાર માનતા BCCI એ જણાવ્યુ છે કે, “તેમના પ્રશંસનીય નેતૃત્વના ગુણો માટે જે ભારતીય ટેસ્ટ ટીમને અભૂતપૂર્વ ઊંચાઈઓ સુધી લઈ ગયા. તેમણે 68 મેચોમાં ભારતનું નેતૃત્વ કર્યું અને 40 જીત સાથે સૌથી સફળ કેપ્ટન રહ્યા છે.”
કોહલીનો રેકોર્ડ
વિરાટ કોહલીએ મહેન્દ્રસિંહ ધોનીના સંન્યાસ લીધા બાદ વર્ષ 2014માં સુકાની પદ સંભાળ્યુ હતુ. કોહલી Team India ના સૌથી સફળ સુકાની છે. તેણે 68 ટેસ્ટમાં ભારતીય ટીમની કેપ્ટનશિપ કરી છે, જેમાંની 40 ટેસ્ટમાં વિજય મેળવ્યો છે, જ્યારે 17 ટેસ્ટમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો છે અને 11 ટેસ્ટ ડ્રો રહી છે. બીજા નંબરે મહેન્દ્રસિંહ ધોની છે. જેની કેપ્ટનશિપ હેઠળ ભારતીય ટીમ 60 ટેસ્ટમાંથી 27માં વિજયી બની હતી અને 18 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો હતો જ્યારે 15 ટેસ્ટ ડ્રો થઈ હતી.
વિરાટ કોહલીને કેપ્ટન તરીકેનો રેકોર્ડ ધણો પ્રભાવશાળી રહ્યો છે. વિરાટે જ્યારે કેપ્ટનશિપ સંભાળી ત્યારે Team India ટેસ્ટ રેંન્કિંગમાં 7 મા સ્થાને હતી. ત્યારબાદ કેપ્ટન કોહલી અને કોચ રવિ શાસ્ત્રીએ ટીમને સારા બોલરોના સહયોગથી નંબર-1ના સ્થાન પર સ્થાપિત કરી. વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં ટીમે વિદેશમાં સતત સારુ પ્રદર્શન કર્યુ. ભારત ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સીરીઝ જીતવાવાળો પહેલો એશિયાઈ દેશ બન્યો. કોહલીની કેપ્ટનશિપમાં વર્ષ 2018માં ઓસ્ટ્રેલિયામાં પોતાની પહેલી સીરીઝ જીતી હતી. દક્ષિણ આફ્રિકામાં 2 ટેસ્ટ જીતવા વાળો પહેલો કેપ્ટન કોહલી બન્યો હતો. વર્ષ 2021માં Team India ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈન પણ રમી હતી.
કોહલીનો સોશિયલ મીડિયા પર સંદેશ
વિરાટ કોહલીએ પોતાના સોશિયલ મીડિયા પર આપેલા સંદેશમાં જણાવ્યુ છે કે, ‘પાછલા સાત વર્ષોમાં સતત સખત મહેનત અને રોજ ટીમને સાચી દિશામાં પહોંચાડવાની કોશિષ રહી. મેં મારુ કામ પૂરી ઈમાનદારીથી કર્યુ અને તેમાં કોઈ કસર નથી રાખી. જોકે દરેક સફરનો એક અંત હોય છે. મારા માટે ટેસ્ટ ક્રિકેટનું સુકાની પદ છોડવાનો આ યોગ્ય સમય છે .‘
આ સાથે વિરાટે પોતાના ચાહકોનો આભાર માનતા ટ્વિટ કરીને જણાવ્યુ હતુ કે, “આ એક કપરો નિર્ણય હતો. તમારા સમર્થન માટે તમામ ચાહકોનો આભાર”.
શાસ્ત્રી અને ધોનીની પ્રશંસા
વિરાટે પોતાના સાથી ક્રિકેટરોની પ્રશંસા કરતા ટ્વિટર પર લખ્યું હતું કે, તમે લોકોએ મારા સફરને ખૂબ યાદગાર અને ખૂબસૂરત બનાવ્યો છે. રવિભાઈ અને સપોર્ટ સ્ટાફનો આભાર કે જેઓ ટીમ ઇન્ડિયાની સતત આગળ વધી રહેલી ગાડીના એન્જિન બની રહ્યા. જીવનને આ દ્રષ્ટિ આપવામાં આપ સૌને મોટું યોગદાન છે, અને આખરે મહેન્દ્રસિંહ ધોનીનો આભાર જેણે મારા પર કેપ્ટન સ્વરૂપે ભરોસો કર્યો અને મારામાં એવો ખેલાડી જોયો કે જે ભારતીય ક્રિકેટને આગળ લઈ જઈ શકે છે. વિરાટે સોશિયલ મીડિયા પર પોતાની 23 લીટીની નોટમાં ફક્ત બે વ્યક્તિઓના નામ લીધા છે. જેમાં અંતિમ ચાર લીટીમાં તેમણે ફક્ત મહેન્દ્રસિંહ ધોની અને કોચ રવિ શાસ્ત્રીનો ઉલ્લેખ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે પોતાની કેપ્ટનશીપ દરમિયાન કોહલી શાસ્ત્રી સિવાય અનિલ કુંબલે અને રાહુલ દ્રવિડ જીવા કોચ સાથે રહી ચૂક્યા છે. કુંબલે સાથે કોહલીનો વિવાદ ઘણો ચર્ચાસ્પદ રહ્યો હતો અને આ વિવાદ બાદ કુંબલેએ કોચ પદેથી રાજીનામું આપી દીધુ હતૂ. જ્યારે દ્રવિડ તાજેતરમાં જ હેડ કોચ તરીકે નિમાયા છે.
વિરાટ પછી કોણ
Team India ના ભવિષ્યના કેપ્ટન અંગે ટીમ મેનેજમેન્ટ દ્વારા આ પહેલા કોઈ સ્પષ્ટતા કે અંગુલી નિર્દેશ કરવામાં આવ્યો નથી. એવામાં વિરાટ કોહલી બાદ સુકાની પદ સાંભાળનાર કોઈ એક સ્પષ્ટ ઉમેદવાર હાલ સામે આવી નથી રહ્યો. જોકે છતાં બોર્ડ દ્વારા આ ત્રણ ઉમેદવારો પર વિચાર કરવાની સંભાવના છે. જેમાં વિરાટની ગેરહાજરીમાં અજિંક્ય રહાણે અને કે.એલ. રાહુલ જેવા ખેલાડીઓ Team India નું સુકાન સંભાળી ચૂક્યા છે. તાજેતરના સમયમાં રહાણે પાસેથી ઉપસુકાની પદ પાછુ લઈને રોહિત શર્મને સોંપાયુ હતુ. જોકે ઈજા થવાને કારણે તે દક્ષિણ આફ્રિકા જઈ શક્યો ન હતો. જેથી રોહિતની જગ્યાએ કે.એલ. રાહુલને ઉપસુકાની પદ સોંપવામાં આવ્યુ હતુ. કે.એલ. રાહુલે વિરાટની ગેરહાજરીમાં જોહાનિસબર્ગ ટેસ્ટમાં સુકાની પદ સંભાળ્યુ હતુ. BCCI વિરાટ કોહલીના કેપ્ટનશિપ છોડ્યા બાદ One Day અને T 20 ના કેપ્ટન રોહિત શર્મા, આફ્રિકા સીરીજમાં ઉપસુકાની રહેલ કે.એલ. રાહુલ અને લાંબા સમયથી રેગ્યુલર ઓફસ્પિનર તરીકે Team India ના સદસ્ય રહેલા રવિચંદ્રન અશ્વિનના નામો પર વિચરા કરી શકે છે.
આ પણ જુઓ
દેશભક્તિ અને રાષ્ટ્રનિર્માણ વિષય પર વક્તવ્ય સ્પર્ધામાં સુરતની “જીલ બારોટ” રાજ્ય કક્ષાએ પ્રથમ