અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચે માહિતીને આધારે જુહાપુરાથી મકરબા તરફ જતા 100 ફુટના રોડ પરથી ફતેવાડીના એક શખ્સને 7,12,800 રુ.ની કિંમતના એમ.ડી. ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધો છે.
Crime Branch : ક્રઈમ બ્રાંચની ઝીણવટભરી નજર
પ્રાપ્ત થતી માહિતી અનુસાર ક્રઈમ બ્રાંચના ઉચ્ચ અધિકારીઓની સુચના અનુસાર ક્રાઈમ બ્રાંચના પો.ઈન્સ. ડી.બી. બાર઼ડ, પો.સબ.ઈન્સ. એમ.એચ. શિણોલ અને તેમની ટીમ શહેરમાં માદક પદાર્થોનું વેચાણ કરતા શખ્સો પર ઝીણવટભરી નજર રાખી રહી હતી.

Crime Branch : અલ-બુરુજ ટાવર પાસેથી આરોપી મોહંમદ સોહેલને એમ.ડી. ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લેવાયો
દરમ્યાન પો.સબ.ઈન્સ. એમ.એચ. શિણોલને મળેલી માહિતીને આધારે પોલીસે જુહાપુરાથી મકરબા તરફ જવાના 100 ફુટના રોડ પર અલ-બુરુજ ટાવાર આગળથી સુફીયાન નગર પાસે આવેલી આયશા મસ્જીદના સામેના ખાંચામાં ફતેવાડી ખાતે રહેતા મોહંમદસોહેલ મોહંમદજાબીર મન્સુરીને રુ. 7,12,800ની કિંમતના 71.28 ગ્રામ એમ.ડી. ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધો હતી.

Crime Branch : ડ્રગ્સના જથ્થા સહિત રુ. 7,54,400નો મુદ્દામાલ કબજે
પોલીસે આરોપી પાસેથી ડ્રગ્સનો જથ્થો, 2 મોબાઈલ ફોન. ડ્ર્ગ્સ પેક કરવાની નાની-મોટી ઝીપર બેગ સહિત કુલ રુ. 7,54,400 નો મુદ્દામાલ કબજે કર્યો છે.

Crime Branch : રુ. 2,000 થી 2,500માં 1 ગ્રામ ડ્રગ્સ ભરેલી ઝીપર બેગ્સ
આરોપીએ વધુ પુછપરછમાં જણાવ્યુ હતુ કે પોતે ત્રણ માસથી ડ્ર્ગ્સનું સેવન કરે છે અને ડ્રગ્સનો જથ્થો ખરીદી લાવી નાની નાની ઝીપર બેગમાં પેક કરી મકરબા વિસ્તારમાં ખાણીપીણીની જગ્યાઓ, જુહાપુરા અને ફતેવાડી વિસ્તારમાં સાંજે થી લઈને મોડી રાત સુધી 1 ગ્રામ ડ્રગ્સનું રુ. 2,000 થી 2,500ના ભવે છુટક વેચાણ કરે છે.
આપના વિસ્તારમાં થતા આયોજનો, ઘટનાઓ, સમસ્યાઓ અને જરુરીયાતોની માહિતી અમારા સુધી WhatsAap દ્વારા પહોચાડવા નીચેની લિંક ક્લિક કરો
https://wa.me/message/COLLBENPMPDMJ1
પોલીસે આ અંગે ગુનો નોંધી આ ડ્રગ્સ સપ્લાય ચેનમાં અન્ય કેટલા શખ્સો સંડોવાયેલા છે તે અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.
આ પણ જુઓ
- અસલાલીમાં 1.53 લાખના દારુ સાથે 3 શખ્સો ઝડપાયા
- પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા
- અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
