Shivaratri : આજે મહાશિવરાત્રી પર્વ હોઈ શિવરાત્રી નો મહિમા જાણીએ… : Vedang Rajyaguru
Shivaratri : મહાશિવરાત્રી નો મહિમા
આચાર્ય વેદાંગ રાજ્યગુરૂ, મહા સુદ ચૌદસ એટલે મહાશિવરાત્રી મહાદેવની આરાધના ભક્તિ અને પૂજા કરવાની રાત્રી મહાદેવને પ્રસન્ન નગરી મનવાંછિત ફળ પ્રાપ્ત કરવાની રાત્રી એટલે મહાશિવરાત્રી. આમ તો સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી મહાદેવની પૂજા કરવાથી સુખ શાંતિ અને ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. પરંતુ શિવરાત્રી ની રાત્રીએ જો મહાદેવની પૂજા કરવામાં આવે જપ કરવામાં આવે તો ભોળાનાથ અનંતગણું ફળ આપે છે.
Shivaratri : ત્રણ રાત્રીઓનું મહત્વ
શાસ્ત્ર પ્રમાણે વર્ષ દરમિયાન ત્રણ એવી રાત્રીઓ છે જેમાં રાત્રિની પૂજાનું મહત્વ દર્શાવ્યું છે.
૧ :- કાલરાત્રિ – આસો વદ ચૌદસ એટલે કાલરાત્રિ.
૨ :- મોહ રાત્રિ – શ્રાવણ વદ આઠમ એટલે મોહ રાત્રિ.
૩ :- શિવરાત્રી – મહાવદ ચૌદશ એટલે મહાશિવરાત્રી.
મહાશિવરાત્રીની રાત્રિએ ચાર પહોરની મહાદેવની પૂજા કરવામાં આવે છે. એક એક પહોર ત્રણ કલાકનો હોય છે. આવી જ રીતે સૂર્યાસ્તથી સૂર્યોદય સુધી મહાદેવની ચાર પહોરની પુજા કરવામાં આવે છે. આ રાત્રિએ શિવભક્તો ઉપવાસ રહે છે. આખો દિવસ ફલાહાર તેમજ રાત્રિના પણ ફલાહાર કરે છે અને શિવજી ના નામ મંત્રનો જપ શિવજીની સાકાર સ્વરૂપનું પૂજા અને અનુષ્ઠાન કરે છે.
પહેલું પહોર સૂર્યાસ્તથી એટલે કે સાંજના 6:00 થી 9:00 વાગ્યા સુધીનું રહે છે, બીજું પહોર 9:00 થી 12:00 સુધીનું રહે છે, ત્રીજુ પહોર 12:00 થી 03:00 સુધીનું રહે છે અને ચોથું પહોર ત્રણ વાગ્યાથી સવારના 6:00 નું રહે છે.
શિવભક્તો માટે આ એક અનેરો અને અમૂલ્ય લહાવો હોય છે. આ રાત્રિએ દ્વાદશ જ્યોતિર્લિંગના મંદિરમાં ભાવિ ભક્તો ની ભીડ ઉમટે છે ભક્તો મહાદેવની પૂજા કરવા અને તેમના દર્શન કરવા માટે આતુર બને છે.
Shivaratri : શિવલિંગની ઉત્પત્તિ
એક દંતકથા છે કે જ્યારે આદિ નારાયણે પોતાની નાભીમાંથી કમળ ઉત્પન્ન કર્યું અને એ કમળમાં બ્રહ્માજી પ્રગટ થયા બ્રહ્માજીએ કમળ નો અંત શોધવા માટે હજારો વર્ષ સુધી, એ કમળની નાળમાં ફરતા રહ્યા, પરંતુ કમળ નો અંત ન આવ્યો. પછી આદિ શોધવા માટે ઉપર આવ્યા પરંતુ તે કમળનો આદિ પણ ન મળ્યું.
આમ બ્રહ્માજીએ હજારો વર્ષ સુધી તપશ્ચર્યા કરી પરંતુ સફળ ન થયા એટલે નારાયણ સાથે સંવાદ થયો વિવાદ થયો અને આદિનારાયણ અને બ્રહ્માજી બંને કહે છે કે મહાન હું છું મહાન હું છું. આવી રીતે ઘણા સમય સુધી તર્ક-વિતર્ક અને સંવાદ ચાલ્યો ત્યારે ભગવાન મહાદેવ એ બંનેના વિવાદનો અંત લાવવા માટે બન્નેની વચ્ચે એક જ્યોતિ પ્રગટ કરી એક તે જ પ્રગટ થયું અને આ જ તેજ જે નિર્ગુણ અને નિરાકાર છે તે જ્યોતી, તે તેજ આગળ જતા શીવલીંગ તરીકે પૂજાવા લાગ્યું. શિવલિંગ હંમેશા સર્વદા પૂજ્ય છે. પવિત્ર છે. તે ક્યારેય અપુજ્ય કે અપવિત્ર હોતું નથી.
Shivaratri : શિવજી બે સ્વરૂપમાં
શિવલિંગની ક્યારેય પ્રતિષ્ઠા કે આવાહન થતું નથી, હર હંમેશ શિવલિંગની અંદર શિવજી દેદીપ્યમાન રહે છે.
શિવલિંગ ઉપર પૂજા ચડાવવાનો અધિકાર પણ અમુક નિયમાનુસાર શાસ્ત્રાનુસાર કહ્યો છે, તેમજ શિવલીંગ પર ચઢાવેલી પૂજા પણ દરેક વ્યક્તિ કે દરેક બ્રાહ્મણ ઉતારી શકતા નથી, તેની માટે પણ શાસ્ત્રાનુસાર નિયમાનુસાર જે તે વ્યક્તિ અથવા તો તે બ્રાહ્મણ જ ઉતારી શકે છે.
શિવજી બે સ્વરૂપમાં પૂજા થાય છે.
૧ :- સગુણ અને સાકાર સ્વરૂપે.
૨ :- નિર્ગુણ અને નિરાકાર સ્વરૂપે.
Shivaratri : “સગુણ અને સાકાર”
“સગુણ અને સાકાર”
જેને આપણે મસ્તક ઉપર કપર્દી તરીકે એટલે કે જેના માથા પર જટા છે, જેમના હાથમાં ત્રિશૂળ છે, જેમના હાથમાં ડમરું છે, જેમણે વ્યોમ યજ્ઞો પવિત એટલે કે સર્પની જનોઈ ધારણ કરી છે, જેમણે રુદ્રાક્ષની માળા ધારણ કરી છે, જેમણે વાઘાંબર પહેર્યું છે, જેમના મસ્તક પર ચંદ્રમા શોભે છે, જેમની જટામાંથી ગંગાજી વહે છે અને જેમણે સમુદ્ર મંથનમાંથી નીકળેલું કાલકૂટ નામનું વિષ ગળામાં ધારણ કરી પોતાના કંઠને નીલ વર્ણ કરી નીલકંઠ ના નામે પૂજારી છે. જે માતા પાર્વતી સાથે હિમાલયમાં બિરાજે છે, ભગવાન ગણેશ કાર્તિક અને ઓખા ના પિતા શિવ શંકર તે સગુણ અને સાકાર સ્વરૂપે પૂજારી છે અને નિર્ગુણ નિરાકાર એ ભગવાનનું જ્યોતિ તેજ જે શિવલિંગ રૂપે સાકાર બની ને પૂજાય છે.
તાજા સમાચાર
- અસલાલીમાં 1.53 લાખના દારુ સાથે 3 શખ્સો ઝડપાયા
- પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા
- અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
Shivaratri : મહાશિવરાત્રિ પર શિવયોગ
મહાશિવરાત્રિએ શિવયોગ તો છે જ… સાથે જ શંખ, પર્વત, હર્ષ, દીર્ઘાયુ અને ભાગ્ય નામનો રાજયોગ પણ બની રહ્યો છે… આ દિવસે મકર રાશિમાં ચંદ્ર, મંગળ, બુધ, શુક્ર અને શનિ રહેશે… આ ગ્રહોના એક રાશિમાં હોવાથી પંચગ્રહી યોગ બની રહ્યો છે… તો સાથે જ, કુંભ રાશિમાં સૂર્ય અને ગુરુની યુતિ બનવી પણ શુભ રહેશે… બૃહસ્પતિ ધર્મ-કર્મ અને સૂર્ય આત્મા કારક ગ્રહ હોય છે… આ બંને ગ્રહોની યુતિમાં શિવ પૂજાનું શુભ ફળ અનેકગણું વધી જશે…મહાશવિરાત્રિએ નક્ષત્રોની આવી સ્થિતિ અનેક વર્ષોમાં જોવા નથી મળી.
આ પણ જુઓ
Subsidy for milk : રાજ્યની 36 લાખ મહિલા પશુપાલકોને લિટરે રુ. 2 ની સહાય માટે માંગ