
🚨 Bike Ambulance : એકતાનગરમાં PM મોદીના આગમન પહેલાં કેમ દોડતી થઈ ૫ ‘સ્પેશિયલ બાઈક્સ’? જાણો તંત્રનો માસ્ટર પ્લાન
એકતાનગર (નર્મદા): વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના સાનિધ્યમાં જ્યારે દેશના અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી થવા જઈ રહી છે, ત્યારે સમગ્ર એકતાનગર છાવણીમાં ફેરવાઈ ગયું છે. ૩૦ અને ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને દેશ-વિદેશના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની પૂર્વતૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. પરંતુ આ તૈયારીઓ વચ્ચે એક અનોખી તસવીર સૌનું ધ્યાન ખેંચી રહી છે — રસ્તાઓ પર સાયરન વગાડ્યા વિના પણ તેજ ગતિએ દોડતી લાલ-સફેદ રંગની ૫ બાઈક એમ્બ્યુલન્સ!
આખરે આ બાઈક એમ્બ્યુલન્સ પાછળનું ગણિત શું છે?
🩺 Bike Ambulance : શ્રમિકો અને ગ્રાઉન્ડ સ્ટાફ માટે ‘દેવદૂત’ બની મોબાઈલ ટીમો






Bike Ambulance : રાષ્ટ્રીય કક્ષાની આટલી મોટી ઉજવણી પાછળ દિવસ-રાત પરસેવો વહાવતા હજારો શ્રમિકો, કર્મચારીઓ અને ડીએસએફ (DSF) સહિતના સુરક્ષા જવાનો દિવસ-રાત કાર્યરત છે. તેમની તબિયત ન લથડે અને કોઈ અણધારી આરોગ્ય સમસ્યા ઊભી ન થાય તે માટે નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગે અતિ સંવેદનશીલ અભિગમ અપનાવ્યો છે. મોબાઈલ હેલ્થ યુનિટના માધ્યમથી તૈયારીઓમાં જોડાયેલા પ્રત્યેક વ્યક્તિને સ્થળ પર જ સંપૂર્ણ નિઃશુલ્ક પ્રાથમિક આરોગ્ય સેવાઓ મળી રહે તેવી અભૂતપૂર્વ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
⚡ ભીડ કે સાંકડા રસ્તા નહીં નડે: ‘ક્વિક રિસ્પોન્સ’ બાઈક એમ્બ્યુલન્સ
Bike Ambulance : નર્મદા જિલ્લાના એપેડેમિક મેડિકલ ઓફિસર ડૉ. આર. એસ. કશ્યપના જણાવ્યા અનુસાર, કાર્યક્રમની વિશાળતા જોતાં કોઈ પણ કર્મચારીને અચાનક સ્વાસ્થ્ય સંબંધી તકલીફ થાય તો સામાન્ય મોટી એમ્બ્યુલન્સ ભીડ કે વાહનવ્યવહારના કારણે સમયસર ન પહોંચી શકે. આ સમસ્યાના ઉકેલ માટે ૫ બાઈક એમ્બ્યુલન્સ ફાળવાઈ છે, જે સેકન્ડોમાં ઘટનાસ્થળે પહોંચી જાય છે.
Bike Ambulance : મેડિકલ ઓફિસરશ્રી કરણભાઈ પવારે વિગતો આપતાં સ્પષ્ટ કર્યું કે, આ પાંચેય ટીમોમાં નિષ્ણાત મેડિકલ ઓફિસરો તથા પેરામેડિકલ સ્ટાફ ખડેપગે છે. આ ટીમો સવારે ૯:૦૦ થી સાંજે ૫:૦૦ વાગ્યા સુધી સક્રિય રહીને ખાંસી, શરદી, વાયરલ તાવ, અચાનક શરીરનો દુખાવો કે સામાન્ય ઈજા જેવી તકલીફોમાં ત્વરિત દવા અને સારવાર આપે છે.
🎯 સમયસર સારવાર અને ઝડપી સંભાળ
Bike Ambulance : જ્યાં ભૌગોલિક સ્થિતિ વિષમ હોય કે નિર્માણ કાર્યને લીધે મોટા વાહનો પહોંચી ન શકે, ત્યાં આ ટુ-વ્હીલર એમ્બ્યુલન્સ સરળતાથી પહોંચી પ્રાથમિક તબક્કે જ દર્દીને સ્થિર કરી દે છે. જો કોઈ ગંભીર કેસ જણાય તો આગળની મોટી હોસ્પિટલમાં મોકલવા માટેનું માર્ગદર્શન પણ આ જ સ્થળ પરથી આપી દેવાય છે. વડાપ્રધાનશ્રીના કાર્યક્રમ પહેલાં લેવાયેલો આ લોકહિતલક્ષી નિર્ણય વહીવટી તંત્રની સમયસૂચકતા દર્શાવે છે.

