
🌟 Home Biogas Plant : અગાસી પર ‘ગ્રીન ક્રાંતિ’: રસોડાના કચરામાંથી રાંધણગેસ બનાવી રોટલીવાલા દંપતીએ રચ્યો ઈતિહાસ 🌿🔥
Home Biogas Plant સુરત: સુરતના ખજોદ ડમ્પિંગ સાઈટ પર દરરોજ સરેરાશ 4,000 મેટ્રિક ટન કચરો ઠલવાય છે અને મહાનગરપાલિકા તેના નિકાલ પાછળ દર વર્ષે ₹200 કરોડથી વધુનો તોતિંગ ખર્ચ કરે છે. કચરાના આ પહાડો અને પ્રદૂષણ વચ્ચે સુરતના પીપલોદ વિસ્તારમાં રહેતા પેસિફિક સ્કૂલ ઓફ એન્જિનિયરિંગના પ્રિન્સિપાલ ડૉ. યોગેશ રોટલીવાલા અને તેમના પત્ની યાશિકા રોટલીવાલાએ એક નવો જ રાહ ચીંધ્યો છે. આ પર્યાવરણપ્રેમી દંપતી છેલ્લા 8 વર્ષથી પોતાની અગાસી પર સ્થાપેલા હોમબેઝ્ડ બાયોગેસ પ્લાન્ટ થકી ઘરના ભીના કચરામાંથી બાયોગેસ બનાવી સફળતાપૂર્વક રસોઈ બનાવી રહ્યું છે.
💡 Home Biogas Plant : કેવી રીતે કામ કરે છે આ હોમ બાયોગેસ પ્લાન્ટ? ⚙️🍲





Home Biogas Plant : ડૉ. રોટલીવાલાએ 2018માં આ નવીન ડિઝાઈનનો પ્લાન્ટ તૈયાર કર્યો હતો, જેના માટે તેમણે બે પેટન્ટ પણ મેળવી છે. શરૂઆતમાં જરૂરી બેક્ટેરિયા પેદા કરવા 500 લિટર પાણી અને 500 કિલો ગાયના છાણનો એક જ વાર ઉપયોગ કરાયો હતો. ત્યારબાદ માત્ર દૈનિક 1.5 થી 2 કિલો રસોડાનો ભીનો કચરો અને 4 લિટર સોલારનું ગરમ પાણી મિક્સરમાં ક્રશ કરીને 1,000 લિટરની ટાંકીમાં નાખવામાં આવે છે. આ પ્રક્રિયામાં માત્ર 10 થી 15 મિનિટ લાગે છે. અંદર ઉત્પન્ન થતો મિથેન ગેસ ફ્લોટિંગ ડ્રમ દ્વારા સીધો પાઇપલાઇન મારફતે રસોડાના ચૂલા સુધી પહોંચે છે.
💰 ખિસ્સાને સીધો ફાયદો: મહિને ₹2,000 સુધીની બચત અને સાઇડ ઇન્કમ 📈💵
Home Biogas Plant : આ પ્લાન્ટમાંથી દૈનિક આશરે 6000 લિટર બાયોગેસ બને છે, જે ઘરની 50 ટકા રસોઈગેસની જરૂરિયાત પૂરી કરે છે. તેનાથી દર મહિને 1 થી 1.5 એલપીજી સિલિન્ડર જેટલી રાહત મળે છે અને માસિક ₹1,500 થી ₹2,000ની સીધી બચત થાય છે. પ્લાન્ટ સ્થાપવાનો પ્રારંભિક ખર્ચ ₹75,000 થયો હતો, જે બચત થકી માત્ર 2 થી 2.5 વર્ષમાં જ વસૂલ થઈ જાય છે. આ ઉપરાંત સ્લરીમાંથી દરરોજ 2 લિટર પ્રવાહી જૈવિક ખાતર મળે છે, જે ₹150 પ્રતિ લિટરના ભાવે વેચાય છે. આમ, પર્યાવરણ જાળવણીની સાથે વધારાની આવક પણ ઊભી થાય છે.
🏆 રાજ્ય સ્તરે ક્લાઈમેટ ચેન્જ એવોર્ડથી સન્માનિત 🎖️👏
Home Biogas Plant : રોટલીવાલા દંપતી અત્યાર સુધીમાં ૬ ટનથી વધુ ભીનો કચરો ડમ્પિંગ સાઈટ પર જતો અટકાવી ચૂક્યું છે. આ ઉત્કૃષ્ટ પ્રયોગ બદલ ગાંધીનગર ખાતે રાજ્યના ક્લાઈમેટ ચેન્જ વિભાગ દ્વારા વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા તથા રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીના હસ્તે દંપતીને રાજ્યકક્ષાનો દ્વિતીય ક્રમનો ‘ક્લાઈમેટ ચેન્જ: 2026-27’ એવોર્ડ અને ₹75 હજારનો રોકડ પુરસ્કાર એનાયત કરાયો છે.
ડૉ. રોટલીવાલાના મતે જો સોસાયટીઓ, હોસ્ટેલ્સ અને એપાર્ટમેન્ટ્સ આ ડિસેન્ટ્રલાઈઝ્ડ મોડેલ અપનાવે, તો કચરો સમસ્યા નહીં પણ અખૂટ ઉર્જા બની શકે છે.
Gujarat : ઈ-પ્રમાણપત્રો પર હવે દેખાશે અધિકૃત Round Seal: ગુજરાત સરકારનો મોટો નિર્ણય

