
📢 Gujarat : હવે સરકારી ઈ-પ્રમાણપત્રો પર જ દેખાશે અધિકૃત Round Seal: કચેરીઓના ધક્કામાંથી નાગરિકોને કાયમી મુક્તિ!
Gujarat : આજના ડિજિટલ યુગમાં સરકારી સેવાઓ ઓનલાઈન તો થઈ ગઈ, પરંતુ શું તમારે પણ ક્યારેય ઓનલાઈન કઢાવેલા દાખલા કે સર્ટિફિકેટ પર અધિકારીનો લાલ કે વાદળી ગોળ સિક્કો (Round Seal) મરાવવા માટે કચેરીઓના પગથિયાં ઘસવા પડ્યા છે? સામાન્ય નાગરિકોની આ વર્ષો જૂની પીડા અને સમયના વ્યયનો હવે કાયમી અંત આવવા જઈ રહ્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે વહીવટી સુધારણાની દિશામાં એક ક્રાંતિકારી અને પ્રજાલક્ષી નિર્ણય લીધો છે.
🏛️ Gujarat : શા માટે પ્રમાણપત્ર મળ્યા છતાં કચેરીએ જવું પડતું હતું?
Gujarat : હાલની વ્યવસ્થામાં ડિજિટલ પોર્ટલ મારફતે મળતાં ઈ-પ્રમાણપત્રો પર સક્ષમ અધિકારીનો ગોળ સિક્કો દર્શાવવામાં આવતો નહોતો. પરિણામે, શાળા-કોલેજમાં પ્રવેશ, સરકારી ભરતી કે વિવિધ વહીવટી કામગીરી વખતે અરજદારો પાસે અધિકૃત સિક્કાની માંગણી થતી અને નાગરિકોને ફરજિયાત કચેરીએ જવું પડતું હતું. આ વધારાની પ્રક્રિયાને કારણે અરજદારોના શ્રમ અને કિંમતી સમયનો ભારે બગાડ થતો હતો તેમજ કામગીરીમાં બિનજરૂરી વિલંબ સર્જાતો હતો.
📜 સામાન્ય વહીવટ વિભાગનો પરિપત્ર: હવે સિક્કો સર્ટિફિકેટ પર જ મળશે!
Gujarat : સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા તાજેતરમાં 21 ઑક્ટોબર, 2026ના રોજ આ સંદર્ભે એક મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ આદેશ મુજબ, હવે ડિજિટલ પોર્ટલ મારફતે ઇસ્યુ થતા તમામ પ્રમાણપત્રો અને દાખલાઓ પર સંબંધિત કાયદા, નિયમો અને સૂચનાઓને આધીન અધિકૃત ગોળ સિક્કો (Round Seal) આપમેળે દર્શાવવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. આ ગોળ સિક્કાની સાથે સાથે પ્રમાણપત્ર મંજૂર કરનાર સક્ષમ અધિકારીની કચેરીની સંપુર્ણ વિગતો પણ દસ્તાવેજ પર સ્પષ્ટપણે અંકિત થશે.
🚀 ‘ડિજિટલ ગુજરાત 2.0’: છેડેથી છેડા સુધી પેપરલેસ વ્યવસ્થા
Gujarat : રાજ્ય સરકાર નાગરિકો માટે સૌથી વધુ ઉપયોગી એવી સેવાઓને શરૂઆતથી અંત સુધી કાગળવિહોણી (Paperless) બનાવવા કટિબદ્ધ છે. આ માટે ગવર્નમેન્ટ પ્રોસેસ રી-એન્જિનિયરિંગ (GPR) અને બિઝનેસ પ્રોસેસ રી-એન્જિનિયરિંગ (BPR) હાથ ધરીને ‘Digital-by-Default’ અભિગમ અપનાવવામાં આવી રહ્યો છે. આ સમગ્ર પ્રક્રિયાને ‘ડિજિટલ ગુજરાત 2.0’ સાથે સંકલિત કરીને ડિજિટલ સેવાઓને વધુ સુગમ અને ઝડપી બનાવવામાં આવી રહી છે.
💡 નાગરિકોને કયા મોટા ફાયદા મળશે?
- કચેરીના ધક્કા બંધ: પ્રમાણપત્ર ડાઉનલોડ કર્યા બાદ સિક્કો કરાવવા સરકારી કચેરીની વધારાની મુલાકાત લેવાની જરૂરિયાત ઘટશે.
- સમય અને નાણાંની બચત: કચેરી સુધીની મુસાફરી, લાઈનોમાં ઊભા રહેવાનો શ્રમ અને સમય બચી જશે.
- દસ્તાવેજની સ્પષ્ટ ઓળખ: સક્ષમ અધિકારીની કચેરીની વિગતો અને ગોળ સિક્કો હોવાથી પ્રમાણપત્રની કાયદેસરતા અને ઓળખ વધુ મજબૂત બનશે.
- પારદર્શક વહીવટ: પ્રમાણપત્ર મળ્યા પછીની બિનજરૂરી ઔપચારિકતાઓ ઘટતાં નાગરિકલક્ષી વહીવટ વધુ પારદર્શક બનશે.
⚙️ અમલીકરણની તૈયારીઓ તેજ
Gujarat : આ નવી વ્યવસ્થાને જમીની સ્તરે ઉતારવા માટે સામાન્ય વહીવટ વિભાગના પરિપત્ર મુજબ તમામ સંબંધિત વિભાગોએ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ (Department of Science and Technology) સાથે સંકલન સાધી જરૂરી કાર્યવાહી કરવાની રહેશે. વિભાગીય સ્તરે પ્રક્રિયા પૂર્ણ થતાં જ પોર્ટલ પર જરૂરી ટેક્નિકલ અપડેટ્સ કરીને આ સુવિધા લાઈવ કરી દેવામાં આવશે. આમ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારનું આ કદમ ગુજરાતના લાખો નાગરિકો માટે સાચા અર્થમાં ‘ઈઝ ઓફ લિવિંગ’ સાબિત થશે!
Ahmedabad : અમદાવાદ-વડોદરા એક્સપ્રેસવે પર 25 કરોડનું ડ્રગ્સ જપ્ત: કિસમિસના પેકેટમાં છુપાવેલું મૌત!

