ખબરવૈશ્વિક

Smit Machchhar : કોકપિટના હીરોને ઇઝરાયલનું મોટું સન્માન, PM મોદી સાથે મશાલ પ્રગટાવવાનું આમંત્રણ

Smit Machchhar

🔥 Smit Machchhar : નેતન્યાહૂએ કહ્યું—‘તમે ભારત, ઇઝરાયલ અને સમગ્ર દુનિયાના હીરો છો’

Smit Machchhar : એક ભારતીય પાઇલટે આકાશમાં મોત સામે લડત આપી અને હવે તેની હિંમતની ચર્ચા ઇઝરાયલના વડાપ્રધાનના મંચ સુધી પહોંચી છે. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ Flydubaiના ભારતીય કેપ્ટન સ્મિત મચ્છર સાથે ફોન પર વાત કરી અને તેમને આગામી ઇઝરાયલી સ્વતંત્રતા દિવસના સમારોહમાં ખાસ સન્માન આપવા આમંત્રણ આપ્યું છે. સાથે જ PM નરેન્દ્ર મોદીને પણ આ સમારોહમાં મશાલ પ્રગટાવવા આમંત્રણ આપવામાં આવ્યું છે.

✈️ 30 સપ્ટેમ્બરની એ ભયાનક ફ્લાઇટમાં શું થયું?

Smit Machchhar : Dubaiથી Tel Aviv જઈ રહેલી Flydubaiની FZ1073 ફ્લાઇટમાં કોકપિટની અંદર સહ-પાઇલટે કેપ્ટન સ્મિત મચ્છર પર હુમલો કર્યો. ઘટનાના પગલે વિમાન ઝડપથી નીચે જવા લાગ્યું. અહેવાલો અનુસાર વિમાન લગભગ 14 હજાર ફૂટ નીચે ગયું હતું અને તેમાં 174 લોકો સવાર હતા. ગંભીર રીતે ઘાયલ હોવા છતાં મચ્છરે કોકપિટનો દરવાજો ખોલવામાં સફળતા મેળવી. ત્યારબાદ મુસાફરો અને ક્રૂએ હુમલાખોરને કાબૂમાં લીધો અને વિમાનને Saudi Arabiaના Tabukમાં સુરક્ષિત ઉતારવામાં આવ્યું.

💪 ‘મારી અંદર છેલ્લી લડાઈ બાકી હતી’

Smit Machchhar : Abu Dhabiની હોસ્પિટલમાંથી PM મોદી સાથે વાત કરતી વખતે મચ્છરે ઘટનાની ગંભીરતા વર્ણવી હતી. તેમણે કહ્યું કે તેઓ સમજી ગયા હતા કે વિમાન નીચે જઈ રહ્યું છે અને જો તેમણે કંઈ ન કર્યું તો મોટી દુર્ઘટના થઈ શકે છે. ગંભીર ઈજાઓ વચ્ચે તેમણે પોતાની છેલ્લી શક્તિ એકઠી કરી અને કોકપિટનો દરવાજો ખોલ્યો.

મશાલ સોંપીને ઇઝરાયલ શું સંદેશ આપી રહ્યું છે?

Smit Machchhar : નેતન્યાહૂએ મચ્છરને કહ્યું કે તેઓ ઇઝરાયલ, ભારત અને સમગ્ર વિશ્વના હીરો છે. તેમણે નોંધ્યું કે Independence Dayની મશાલ પ્રગટાવવાનો સન્માન સામાન્ય રીતે ઇઝરાયલી નાગરિકો માટે હોય છે, પરંતુ મચ્છરના કિસ્સામાં વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું છે.

હાલ મચ્છર Abu Dhabiમાં સારવાર અને રિકવરી લઈ રહ્યા છે, જ્યારે ઘટનાની તપાસ UAE અને અન્ય સંબંધિત સત્તાવાળાઓ દ્વારા ચાલી રહી છે.

એક તરફ વિમાનમાં 174 લોકોના જીવનો સવાલ હતો અને બીજી તરફ ગંભીર રીતે ઘાયલ પાઇલટની સામે માત્ર સેકન્ડો હતા. હવે એ જ ભારતીય પાઇલટને ઇઝરાયલના રાષ્ટ્રીય સમારોહમાં મશાલ પ્રગટાવવાનું આમંત્રણ મળ્યું છે—આ સફર પોતે જ અસાધારણ છે.

QR Code

Hamam Al Hammami : કોકપીટમાં Axe Attack કરનાર હમામ અલ-હમ્મામીની એ કહાની જે હવે Aviation Security પર સવાલ ઉઠાવે છે

Ad p

Related posts

Bopal Police : ડસ્ટરમાંથી ₹ 2,83,920 ની કિંમતની 384 દારૂની બોટલ ઝડપાઈ : બોપલ પોલીસનો સપાટો

SAHAJANAND RAJPUT

હોર્મુઝ : ભારતીય જહાજો પર મશીનગનથી હુમલો, મિત્રતાના નામે દગો થયો? શું ઈરાન હવે આતંકનું નવું કેન્દ્ર?

SAHAJANAND RAJPUT

Punjab : CM ભગવંત માનને અકાલ તખ્તે જાહેર કર્યા ‘ગુરુ-દ્રોહી’? ધર્મ v/s રાજકારણની જંગ

SAHAJANAND RAJPUT

1 comment

Gujarat : ગુજરાતમાં નશાબંધી સપ્તાહ: 23,075 લોકોએ લીધો નશામુક્ત પરિવારનો સંકલ્પ October 4, 2026 at 6:56 am

[…] Smit Machchhar : કોકપિટના હીરોને ઇઝરાયલનું… […]

Reply

Leave a Comment