
Vibrant Gujarat : ગુજરાત તેના આર્થિક અને ઔદ્યોગિક વિકાસની ગાથા ફરી એકવાર વિશ્વમંચ પર રજૂ કરવા સજ્જ થઈ રહ્યું છે. ‘વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027’ (VGGS) ની 11મી આવૃત્તિ માટે ગાંધીનગરમાં તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ‘વિકસિત ગુજરાત – શેપિંગ ગ્લોબલ ફ્યુચર’ (વૈશ્વિક ભવિષ્યનું ઘડતર) ની થીમ પર આધારિત આ વૈશ્વિક સમિટ આગામી 10 થી 12 જાન્યુઆરી 2027 દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાશે. આ સમિટનું આયોજન ‘ઈન્ડસ્ટ્રિયલ એક્સ્ટેન્શન બ્યુરો’ (iNDEXTb) દ્વારા કરવામાં આવી રહ્યું છે.
🌍 વિશ્વના 22 દેશો અને દેશના 8 શહેરો પર ખાસ ફોકસ
Vibrant Gujarat : વૈશ્વિક રોકાણ આકર્ષવા માટે ગુજરાત સરકારનું એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ ઓક્ટોબર અને નવેમ્બર 2026 દરમિયાન ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ફ્રાન્સ, જર્મની, નેધરલેન્ડ, ફિનલેન્ડ, ડેનમાર્ક, સ્વીડન, પોલેન્ડ, જાપાન, દક્ષિણ કોરિયા, વિયેટનામ, મલેશિયા, ઈન્ડોનેશિયા, સિંગાપોર, રશિયા, UAE, કતાર, ઓમાન, કેન્યા, ટાન્ઝાનિયા અને મોઝામ્બિક સહિત 22 દેશોની મુલાકાત લેશે. આ ટીમ વૈશ્વિક ઉદ્યોગપતિઓ સાથે વન-ઓન-વન બેઠકો યોજીને તેમને ગુજરાતમાં રોકાણ કરવા આમંત્રણ આપશે.
Vibrant Gujarat : આ ઉપરાંત, ભારતના ગુવાહાટી, લખનઉ, બેંગાલુરુ, હૈદરાબાદ, ચેન્નાઈ, કોલકાતા, જયપુર અને ભુવનેશ્વર જેવા 8 મોટા શહેરોમાં ખાસ રોડ-શો યોજવામાં આવશે. અગાઉ ઓગસ્ટ 2026માં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં યુએસએ અને કેનેડાના સાન ફ્રાન્સિસ્કો, વોશિંગ્ટન ડીસી અને ટોરોન્ટોમાં સફળ બેઠકો યોજાઈ ચૂકી છે.
⚡ ભવિષ્યના સેક્ટર્સ: સેમિકન્ડક્ટરથી લઈને ગ્રીન એનર્જી સુધીનો ધમધમાટ
Vibrant Gujarat : આ વખતની વાઈબ્રન્ટ સમિટમાં ભવિષ્યના ઉભરતા સેક્ટર્સ જેવા કે સેમિકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ફિનટેક, ગ્રીન એનર્જી, ડેટા સેન્ટર્સ અને સ્પેસ ટેક્નોલોજી પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
- સેમિકન્ડક્ટર ક્લસ્ટર: સાણંદ ભારતનું સૌથી વ્યસ્ત સેમિકન્ડક્ટર હબ બન્યું છે, જ્યાં માઇક્રોન અને કેન્સ સેમિકોનના પ્રોજેક્ટ્સ કાર્યરત થઈ રહ્યા છે. ધોલેરામાં ટાટા ઇલેક્ટ્રોનિક્સ અને તાઇવાનની PSMC સાથે મળીને ભારતનો પ્રથમ કમર્શિયલ સેમિકન્ડક્ટર ફેબ શરૂ કરી રહી છે, જેમાં ડચ કંપની ASML ટેક્નોલોજી પાર્ટનર છે.
- ગિફ્ટ સિટી (GIFT City): દેશના પ્રથમ IFSC ગિફ્ટ સિટીમાં 1,000થી વધુ સંસ્થાઓ કાર્યરત છે અને 38 બેંકો સંયુક્ત રીતે USD 100 અબજ ડોલરની સંપત્તિનું સંચાલન કરી રહી છે.
- વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક: કચ્છના ખાવડા ખાતે 72,000 હેક્ટરમાં ફેલાયેલો 37 GW ક્ષમતાનો સોલર-વિન્ડ પાર્ક સંપૂર્ણ કાર્યરત થતાં 1.8 કરોડ ઘરોને વીજળી આપશે. ડિસેમ્બર 2025 સુધીમાં ગુજરાતની સ્થાપિત રિન્યુએબલ એનર્જી ક્ષમતા 52.61 GW પર પહોંચી છે.
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ ખાતરી આપી છે કે ગુજરાતમાં કરાયેલું દરેક રોકાણ સંપૂર્ણ સુરક્ષિત છે અને તેના પર યોગ્ય વળતર મળશે.
Vibrant Gujarat : વર્ષ 2003માં તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલી આ સમિટના 2024ના 10મા સંસ્કરણમાં 140થી વધુ દેશોના 61,000થી વધુ પ્રતિનિધિઓ આવ્યા હતા. આ વખતે 2027માં આ આંકડો નવો રેકોર્ડ સર્જે તેવી પૂરી શક્યતા છે.
108 Ambulance : અમદાવાદ: બેભાન દર્દી પાસે હતા ₹2 લાખ, 108ની ટીમે શું કર્યું?

