તંત્રી વિમર્શખબર

Regime Change : ‘રેજીમ ચેન્જ’નું ફ્લોપ નાટક: બાંગ્લાદેશી અરાજકતાથી ભારતમાં સત્તા હડપવાનો વિપક્ષી પ્લાન..?

Regime Change

Regime Change : ભારતીય લોકશાહી લોકતંત્રની જનની, વિશ્વની સૌથી મજબૂત અને જીવંત લોકશાહી છે. પરંતુ જ્યારથી કેટલાક રાજકીય ચહેરાઓને જનતાએ ચૂંટણીમાં વારંવાર નકારી કાઢ્યા છે, ત્યારથી તેમના પેટમાં એવું તે તેલ રેડાયું છે કે હવે તેઓ એક નવો જ શોધી કાઢેલો શબ્દ લઈને ફરતા થઈ ગયા છે – ‘રેજીમ ચેન્જ’ (સત્તા પલટો). સામાન્ય રીતે આ શબ્દ કૂપમંડૂક શાસકો અને લોકશાહી વિનાના કે લોકશાહી વીરોધી દેશો માટે વપરાય છે, પરંતુ અહીં તો દર 5 વર્ષે કરોડો લોકો ઈવીએમ પર બટન દબાવીને સરકાર નક્કી કરે છે. છતાં પણ, કેટલાક કહેવાતા ‘જ્ઞાની’ મહાનુભાવોને લાગે છે કે દેશ જનતાના વોટથી નહીં પણ તેમની સત્તાપ્રાપ્તિની પરિવારવાદી રાજકીય લાલસા પ્રમાણે ચાલવો જોઈએ!

🎭 Regime Change : બાંગ્લાદેશી અરાજકતાને ‘પ્રેરણા’ ગણાવતો નવો ડ્રામા!

Regime Change : જે લોકો પોતાને કાયદો અને બંધારણના કહેવાતા રક્ષકો ગણાવે છે, તે જ લોકો હવે શરમ મૂકીને ખુલ્લેઆમ કહી રહ્યા છે કે “હા, અમે સરકાર બદલવા માંગીએ છીએ” અને “બાંગ્લાદેશે અમને રસ્તો બતાવ્યો”. વકીલ પ્રશાંત ભૂષણ અને યુવા કાર્યકર્તા નેહા બોરા જેવા ચહેરાઓ જાહેર મંચ પરથી આ પ્રકારની શેખી મારી રહ્યા છે.

આ વાત સાંભળીને દેશના સજાગ નાગરિકોને હસવું આવે કે તેમની બુદ્ધિ પર દયા ખાવી? બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓના આંદોલનના નામે શું થયું, તે આખી દુનિયાએ જોયું છે: હિંસા, અરાજકતા, અર્થવ્યવસ્થાનો પતન અને ચારેય તરફ ભયાનક અસ્થિરતા. હવે આ ‘રેજીમ ચેન્જ’ બ્રિગેડ એ જ બાંગ્લાદેશી વિનાશના મોડેલને ભારતમાં ‘પ્રેરણા’ કહીને પીરસવા માંગે છે! જાણે ભારતમાં 140 કરોડ લોકો પાસે મતાધિકાર જ નથી અને ચૂંટણીઓ માત્ર રમકડું છે!

🏛️ બંધારણીય સંસ્થાઓ પર કાદવ ઉછાળવાની જૂની ટેવ!

Regime Change : સરકાર બદલવાની ઈચ્છા રાખવી ખોટી નથી, પણ તે ઈચ્છા પૂરી કરવાનો એકમાત્ર રસ્તો ચૂંટણીમાં જઈને વોટ માંગવાનો છે, રસ્તા પર ઊભા રહીને અરાજકતા ફેલાવવાનો નહીં.

પરંતુ વિપક્ષ અને તેમની આ સમર્થક મંડળીની જૂની ટેવ રહી છે – જ્યારે જ્યારે જનતા તેમને ચાબુક મારે છે, ત્યારે તેઓ દેશની પવિત્ર સંસ્થાઓ પર કાદવ ઉછાળવા માંડે છે:

  • ન્યાયપાલિકા (Judiciary) તેમની મરજી મુજબ નિર્ણય ન આપે તો તેના પર અવિશ્વાસ,
  • ભારતીય સેના (Army) ના પરાક્રમ પર સવાલો અને શંકાઓ,
  • ચૂંટણી પંચ (Election Commission) ને સતત કઠપૂતળી બતાવવાનો અસફળ પ્રયાસ.

Regime Change : આ બધી બંધારણીય અને લોકતંત્ર માટે અતિ મહત્વની સંસ્થાઓને નબળી પાડવાનો પ્રયાસ એ લોકશાહીનું રક્ષણ નથી, પરંતુ કોઈપણ ભોગે સત્તા હાંસલ કરવા દેશમાં અવિશ્વાસ અને અસ્થિરતા ફેલાવવાનું ખતરનાક રાજકીય ષડયંત્ર છે. શું કેટલાક દેશવિરોધી તત્વો લોકશાહીને નેવે મૂકીને “રસ્તાની સરકાર” બનાવવાનું સ્વપ્ન જોઈ રહ્યા છે?

🤡 રાહુલ ગાંધી અને ‘રેજીમ ચેન્જ’ બ્રિગેડની સંગત!

Regime Change : આ આખી સિરિયલમાં મુખ્ય કલાકારની ભૂમિકા કોણ ભજવી રહ્યું છે? કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સતત પ્રશાંત ભૂષણ અને નેહા બોરા સાથે જોવા મળે છે, તેમની સાથે મંચ શેર કરે છે અને પ્રેસ કોન્ફરન્સો યોજે છે. વિપક્ષના અન્ય નેતાઓ પણ તેમની પાછળ લાઇન લગાવીને ઊભા છે.

હાર પછી સત્તા મેળવવા માટે કાયદેસરનો લોકતાંત્રિક રસ્તો છોડીને આવા આડકતરા અને દેશવિરોધી જેવો માહોલ બનાવનારા રસ્તાઓ શોધવા એ વિપક્ષની લાચારી દર્શાવે છે. સામાન્ય જનતા પણ હવે સમજી ગઈ છે કે આ કોઈ લોકશાહી બચાવવાનું આંદોલન નથી, પણ ચૂંટણીમાં હાર્યા પછીનો ફ્લોપ ડ્રામા છે!

🛡️ કાન ખોલીને સાંભળી લો: ભારત એ બાંગ્લાદેશ નથી!

Regime Change : વિદેશી આંદોલનોની નકલ કરીને કે ટૂલકિટ બનાવીને ભારતમાં અસ્થિરતા લાવવાના સપના જોનારાઓએ એક વાત કાન ખોલીને સાંભળી લેવી જોઈએ – ભારત એ બાંગ્લાદેશ નથી!

ભારતીય લોકશાહીની તાકાત નીચેના 3 થાંભલા પર ટકેલી છે:

  1. અહીં સેના અને બંધારણીય સંસ્થાઓ અત્યંત મજબૂત, શિસ્તબદ્ધ અને રાષ્ટ્રપ્રથમની ભાવનાવાળી છે.
  2. ભારતની જનતા અત્યંત જાગૃત છે અને તે સારી રીતે જાણે છે કે રસ્તા પરની હિંસા દેશને વિનાશ તરફ ધકેલે છે.
  3. સત્તા કોના હાથમાં રહેશે તે 140 કરોડ જનતા પોતે પોતાના વોટથી નક્કી કરે છે.

ભારતમાં 2014, 2019 અને 2024 ની લોકસભા ચૂંટણીઓમાં કરોડો નાગરિકોએ લાઈનમાં ઊભા રહીને સ્પષ્ટ જનાદેશ આપેલો છે. જો વિપક્ષ અને તેની ચાકરી કરતા વકીલોને આ સરકાર ન ગમતી હોય તો આગામી ચૂંટણી સુધી શાંતિથી બેસો અને જનતા વચ્ચે જઈને વોટ માંગો. પણ ‘રેજીમ ચેન્જ’ના નામે દેશને સળગાવવાની ભાષા વાપરશો તો દેશની જનતા સાખી નહીં લે.

🗳️ સત્તા બદલાશે તો માત્ર ‘બેલોટ બોક્સ’થી, કોઈના બાપની મરજીથી નહીં!

Regime Change : રાષ્ટ્રની સુરક્ષા, સ્થિરતા અને એકતા સામે આંખ ઉઠાવનારાઓને એક જ સણસણતો જવાબ છે – ભારતમાં સત્તા બદલાય છે, પણ તે માત્ર અને માત્ર લોકશાહીના પવિત્ર બેલેટ બોક્સ અને જનતાના પવિત્ર વોટથી જ બદલાશે.

કોઈ એસી રૂમમાં બેસીને પ્રેસ કોન્ફરન્સ કરતા વકીલ, કોઈ ફેમસ થવા નીકળેલી કાર્યકર્તા કે ચૂંટણી હારેલા નેતા પોતાની મરજીથી દેશની સરકાર નક્કી નહીં કરી શકે. બાંગ્લાદેશનું આ અરાજકતાવાળું મોડેલ ભારતીય લોકશાહી આગળ ક્યારેય સફળ થઈ શકશે નહીં.

QR Code

Ahmedabad : કાલુપુર સ્ટેશને ધક્કામુક્કી ભૂલી જાઓ! સરસપુર તરફથી મળશે આધુનિક એન્ટ્રી અને હાઈટેક સુવિધાઓ

Ad p

Related posts

અમિત શાહની ગર્જના: “આસામમાં UCC આવશે, ઘૂસણખોરો હવે 4 લગ્ન નહીં કરી શકે

SAHAJANAND RAJPUT

સબરીમાલા મહા-સુનાવણી : શું પરંપરાઓ બદલાશે કે શ્રદ્ધા અકબંધ રહેશે?

SAHAJANAND RAJPUT

સીઝફાયર : મહાજંગના એંધાણ? ઈરાન અને અમેરિકા વચ્ચેનું સીઝફાયર માત્ર 48 કલાકમાં જ તૂટવાની અણી પર

SAHAJANAND RAJPUT

1 comment

Gandhinagar Job Fair : ગાંધીનગર રોજગાર ભરતીમેળો 2026 October 16, 2026 at 7:24 am

[…] Regime Change : ‘રેજીમ ચેન્જ’નું ફ્લોપ… […]

Reply

Leave a Comment