💣 Trump : મધ્ય પૂર્વમાં મહાયુદ્ધના એંધાણ: મિડટર્મ પહેલાં ટ્રમ્પના હુમલાના સંકેત સામે ઈરાનની ‘ડૂમ્સડે વોર’ની ધમકી! 💥
Trump : વૈશ્વિક રાજકારણ અને મધ્ય પૂર્વમાં ફરી એકવાર તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. હોર્મુઝ સ્ટ્રીટ સંધર્ષ અને હુથીઓના બાબ અલ મંદેબ પર અતિક્રમણને લઈને ખાડી દેશોમાં હાલની પરિસ્થિતિ અત્યંત ગંભીર અને ચિંતાજનક બની રહી છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આગામી મિડટર્મ ચૂંટણીઓ પહેલાં ઈરાન પર નવા સૈન્ય પ્રહારોની શક્યતાને નકારી નથી. બીજી તરફ ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે તેમનો દેશ ‘પ્રલયંકરી યુદ્ધ’ (Doomsday War) માટે પણ પૂરી રીતે તૈયાર છે.
⚔️ Trump : ‘અમે ટૂંક સમયમાં યુદ્ધ જીતીશું’: ટ્રમ્પનો દાવો અને આર્થિક ઘેરાબંધી 📉
Trump : અમેરિકી પ્રમુખ ટ્રમ્પે ફોક્સ ન્યૂઝ સાથેની વાતચીતમાં દાવો કર્યો હતો કે અમેરિકા ખૂબ જ ટૂંક સમયમાં ઈરાન સામેનું આ યુદ્ધ જીતી લેશે અને યુદ્ધ પૂરું થતાં જ વૈશ્વિક બજારમાં કાચા તેલના ભાવ ઝડપથી નીચે આવશે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું હતું કે વોશિંગ્ટનનો મુખ્ય ઉદ્દેશ્ય ઈરાનને પરમાણુ હથિયાર મેળવતા રોકવાનો છે.
ટ્રમ્પના જણાવ્યા અનુસાર, ‘ઓપરેશન ઈકોનોમિક આઉટકાસ્ટ’ હેઠળ અમેરિકી સૈન્ય અને આર્થિક પ્રતિબંધોના કારણે ઈરાનની અર્થવ્યવસ્થા સંપૂર્ણપણે ભાંગી પડી છે. ઈરાનમાં ફુગાવો ૩૦૦% થી વધુ પહોંચી ગયો છે અને તેમનું ચલણ મૂલ્યહીન બની ગયું છે. આ ઉપરાંત યુકેમાં યુએસ એરફોર્સ બેઝ નજીક વિસ્ફોટકો સાથે કેટલાક શંકાસ્પદ લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે, જે આ યુદ્ધ સાથે જોડાયેલી મોટી ઘટના ગણાય છે.
💣Trump : ‘ડૂમ્સડે વોર’ માટે તૈયાર, પણ મુત્સદ્દીગીરીનો માર્ગ ખુલ્લો: ઈરાનનું વલણ 🕊️
Trump : અમેરિકાના કડક વલણ સામે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ એનબીસી ન્યૂઝને જણાવ્યું હતું કે તેહરાન પોતાની રાષ્ટ્રીય સુરક્ષા માટે કોઈ પણ હુમલાનો સામનો કરવા તૈયાર છે, પછી ભલે તે પ્રલયંકરી યુદ્ધ કેમ ન હોય. તેમણે ઉમેર્યું હતું કે ઈરાનને અમેરિકી મિડટર્મ ચૂંટણીઓથી કોઈ ફરક પડતો નથી.
જોકે, ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયને યુએન સામાન્ય સભામાં સંકેત આપ્યો હતો કે જો અમેરિકા ઈરાનમાં શાસન બદલવાનો ઈરાદો ન રાખે, તો ઈરાન પરમાણુ કાર્યક્રમ પર મર્યાદાઓ અને આંતરરાષ્ટ્રીય નિરીક્ષણ અંગે વાટાઘાટો કરવા તૈયાર છે. ઈરાને ૭ દિવસના યુદ્ધવિરામ અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જળમાર્ગ ફરી ખોલવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ તે બદલ ફ્રીઝ થયેલી સંપત્તિઓ મુક્ત કરવાની અને તેલ વેચવાની માંગ કરી હતી.
🌊 Trump : કેમ તૂટી યુદ્ધવિરામની વાટાઘાટો? 🚫
Trump : યુએસ એમ્બેસેડર માઇક વોલ્ટ્ઝના જણાવ્યા મુજબ, ટ્રમ્પે આ પ્રસ્તાવ ફગાવી દીધો કારણ કે ઈરાન ચર્ચા પહેલાં તમામ આર્થિક છૂટછાટો માંગતું હતું. અમેરિકાનું માનવું છે કે ઈરાન સતત શરતો બદલી રહ્યું છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં તણાવ વધતાં કાચા તેલના ભાવમાં ફરી ઉછાળો જોવા મળ્યો છે. હવે આખી દુનિયાની નજર એ વાત પર છે કે શું મિડટર્મ પહેલાં નવો લશ્કરી ધડાકો થશે કે રાજદ્વારી વાટાઘાટોથી કોઈ રસ્તો નીકળશે
- Sarkhej Police : અમદાવાદના સરખેજમાં હાઈબ્રિડ ગાંજાનો જથ્થો ઝડપાયો, 4 ની ધરપકડ
- Ahmedabad Crime Branch : અમદાવાદમાં પોલીસનો માસ્ટર પ્લાન! 4 નવી ક્રાઇમ યુનિટ
- DGP : DGP જનસંપર્ક કાર્યાલયમાં 8 મહિનામાં 310 રજૂઆતો, 28 FIR! શું છે આ સિસ્ટમ?
- RTI : TN માં વિજય સરકારનો ‘મોટો યુ-ટર્ન’! ભારે વિરોધ બાદ RTI પરનો વિવાદિત આદેશ પાછો ખેંચવો પડ્યો
- Trump : ટ્રમ્પનો મિડટર્મ પહેલાં ઈરાન પર હુમલાનો સંકેત, તેહરાને આપી ‘પ્રલયંકરી યુદ્ધ’ની ચિમકી



2 comments
[…] Trump : ટ્રમ્પનો મિડટર્મ પહેલાં ઈરાન… […]
[…] Trump : ટ્રમ્પનો મિડટર્મ પહેલાં ઈરાન… […]