ક્રાઈમખબર

FDCA : કરજણથી સુરત સુધી FDCAનો સપાટો! ₹42.6 લાખની દવાઓ જપ્ત

FDCA

FDCA : ગુજરાતમાં યુવાધનને નશાના કાળમુખા ચક્રવ્યૂહમાંથી બચાવવા માટે રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA) દ્વારા અત્યાર સુધીની સૌથી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની ખાસ સૂચના અને FDCA કમિશનરશ્રીના માર્ગદર્શન હેઠળ વડોદરા જિલ્લાના કરજણ અને સુરત ખાતે ગેરકાયદેસર દવાઓના સંગ્રહ તથા વેચાણ સામે તંત્ર તૂટી પડ્યું છે. આ દરોડા દરમિયાન કુલ ૪ શંકાસ્પદ પેઢીઓ સામે કાયદેસરના પગલાં ભરીને અંદાજે રૂ. ૪૨.૬ લાખથી વધુની કિંમતનો દવાનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જ્યારે ગંભીર બેદરકારી દાખવનાર બે પેઢીઓના પરવાના તાત્કાલિક અસરથી કાયમી ધોરણે રદ કરી દેવાયા છે.

💊 FDCA : કરજણમાં NCBની ચોક્કસ બાતમી અને ૨૭ લાખથી વધુની કફ સિરપ જપ્ત

FDCA : મહારાષ્ટ્ર NCB તરફથી મળેલી ચોક્કસ અને ગુપ્ત બાતમીના આધારે FDCA અને પોલીસની સંયુક્ત ટીમે કરજણ ખાતે આવેલી ‘મેસર્સ ચામુંડા ફાર્મા’ પર અચાનક દરોડો પાડ્યો હતો. અહીં તપાસ દરમિયાન NDPS એક્ટ હેઠળ આવતી નશાકારક ‘ANREX (Codeine)’ કફ સિરપની ૧૩,૯૩૮ બોટલો (કિંમત રૂ. ૨૭.૮૦ લાખ) અને ‘TRAMADOL’ની ૧૨,૨૪૦ ટેબ્લેટ્સ (કિંમત રૂ. ૫૦ હજાર) મળી આવી હતી. કાયદાના ગંભીર ઉલ્લંઘનને પગલે આ પેઢીને તાત્કાલિક સીલ કરીને તા. ૧ ઓક્ટોબર, ૨૦૨૬થી તેના વેચાણ પરવાના કાયમી ધોરણે રદ કરી દેવાયા છે.

🛑 માજીસા મેડિકલમાં નિયમોના ધજાગરા: લાઇસન્સ કાયમી ધોરણે રદ

FDCA : ચામુંડા ફાર્મા સાથે સંકળાયેલી કરજણની ‘મેસર્સ માજીસા મેડિકલ સ્ટોર્સ’ પર તપાસ કરવામાં આવતાં ત્યાંથી NDPS ઘટક ધરાવતી ‘LOMOTIL’ ટેબ્લેટ્સ મળી આવી હતી. આ ઉપરાંત, સ્ટોર પર રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટ ગેરહાજર હતો અને દવાઓ જાળવવાનું ફ્રિજ પણ બંધ હાલતમાં મળી આવ્યું હતું. નિયમોની ધજાગરા ઉડાડતી આ પેઢીના છૂટક વેચાણના લાઇસન્સ તા. ૫ ઓક્ટોબર, ૨૦૨૬થી કાયમી ધોરણે રદ કરી દેવાયા છે.

💻 ઓનલાઇન શોપિંગ પર ‘આયુર્વેદિક’ના નામે મોટો ખેલ: મીશો (Meesho) પર સકંજો

FDCA : બીજી તરફ, સુરતના વરાછા વિસ્તારમાં ઓનલાઇન પ્લેટફોર્મ મારફતે પ્રિસ્ક્રિપ્શન વિના દવાઓ વેચતી ‘મેસર્સ ડર્મેટીક્સ ઇન્ડિયા’ પર ૧ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ દરોડો પાડીને લાઇસન્સ વગર વેચાતી Sildenafil, Minoxidil અને Ketoconazole જેવી દવાઓનો રૂ. ૧૧.૨૬ લાખનો જથ્થો જપ્ત કરાયો હતો. આ જ રીતે, મોટા વરાછા સ્થિત ‘મેસર્સ ક્યારા ઇન્ટરનેશનલ’ દ્વારા ‘Meesho’ જેવા જાણીતા ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર ‘Sildenafil Ayurvedic’ના નામે એલોપેથિક દવાનું વેચાણ કરાતું હોવાનો પર્દાફાશ થયો છે. આ પેઢીએ છેલ્લા એક જ મહિનામાં રૂ. ૩.૬૦ લાખનું ગેરકાયદેસર વેચાણ કર્યું હતું. અગાઉ પણ લાઇસન્સ રદ થવા છતાં પુનરાવર્તિત ગુનો આચરવા બદલ Drugs and Cosmetics Act, 1940 હેઠળ આકરી કાર્યવાહી શરૂ કરાઈ છે.

🔍 સાયબર સેલ રાખશે ‘સિક્રેટ વોચ’: ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર સરકારની બાજ નજર

FDCA : ઓનલાઇન ઈ-કોમર્સ સાઇટ્સ અને વેબસાઇટ્સ પર ‘આયુર્વેદિક’ના બોર્ડ હેઠળ વેચાતી એલોપેથિક દવાઓ પર લગામ કસવા હવે સાયબર સેલ અને FDCAની સંયુક્ત ટીમ ‘સિક્રેટ વોચ’ રાખશે. આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, “ઓનલાઇન હોય કે ભૌતિક સ્ટોર—નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર કોઈ પણ વ્યક્તિને બક્ષવામાં નહીં આવે”. આ સાથે યુવાધનને નશાની લતથી બચાવવા માટે ખાસ ‘માઇક્રો પ્લાનિંગ’ અને વ્યાપક જનજાગૃતિ અભિયાન શરૂ કરવાની સૂચના પણ આપવામાં આવી છે.

QR Code

Gujarat : પ્રી-પીટીસી કોલેજોમાં પ્રવેશ માટે બદલાયા નિયમો: વયમર્યાદા, બેઠકો અને અનામત અંગે મોટો આદેશ

Ad p

Related posts

મોદી મેલોનીની ‘મેલોડી’ ડિપ્લોમસી: રોમમાં પીએમ મોદીની મધુર ભેટ અને ભારતનો વધતો વૈશ્વિક પ્રભાવ

SAHAJANAND RAJPUT

ઈરાન ઇઝરાયેલ જંગ : શું આ 1400 વર્ષ જૂના શિયા-સુન્ની સંઘર્ષનું નવું પ્રકરણ..?

SAHAJANAND RAJPUT

Ahmedabad : 8 વખત પાસા ભોગવી ચૂકેલો ‘રીઢો ચોર’ ફરી પોલીસના હત્થે ચડ્યો

SAHAJANAND RAJPUT

Leave a Comment