ક્રાઈમખબર

ડ્રગ્સ : ઇકો કારમાંથી ૨૫ કરોડનું ડ્રગ્સ પકડાયુ : ગુજરાત ATSના હાથે લાગ્યા પાકિસ્તાની કનેક્શનના મજબૂત પુરાવા

🚨 ડ્રગ્સ : પાકિસ્તાની ડ્રગ્સ માફિયાઓનો ખેલ ખલાસ! ગુજરાત અને રાજસ્થાન ATSએ ૨૫ કરોડનું ‘ઝેર’ ઝડપી પાડ્યું 🚨

થારપારકરથી બાડમેર સુધી ફેલાયેલું ડ્રગ્સ નેટવર્ક પર્દાફાશ: ગુજરાત ATSએ ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડી બે શખ્સોને દબોચ્યા.

નેશનલ હાઈવે ૬૮ પર ઇકો કારમાંથી ૨૫ કરોડનું ડ્રગ્સ જપ્ત: ગુજરાત ATSના હાથે લાગ્યા પાકિસ્તાની કનેક્શનના મજબૂત પુરાવા

Drugs 1

બનાસકાંઠા/બાડમેર: ભારત અને ગુજરાત સરકારની ડ્રગ્સ વિરુદ્ધની ‘ઝીરો ટોલરન્સ’ નીતિ હેઠળ ગુજરાત એ.ટી.એસ. (ATS) ને એક મોટી સફળતા મળી છે. ગુજરાત અને રાજસ્થાન ATS ની સંયુક્ત ટીમે એક આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સ્મગલિંગ સિન્ડિકેટનો પર્દાફાશ કરીને આશરે ૨૫ કરોડની બજાર કિંમતનું ૫ કિલો મેથામ્ફેટામાઈન નામનો નશીલો પદાથો જપ્ત કર્યો છે.

🚔 નેશનલ હાઈવે પર ફિલ્મી ઢબે નાકાબંધી અને ધરપકડ 🚔

આ સમગ્ર ઓપરેશનની વિગત મુજબ, એ.ટી.એસ.ના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. પટેલને ગુપ્ત બાતમી મળી હતી કે રાજસ્થાનના બે ઈસમો પાકિસ્તાની સ્મગલર પાસેથી ડ્રગ્સનો જથ્થો લઈ ગુજરાત-રાજસ્થાન બોર્ડર પરથી પસાર થવાના છે. આ બાતમીના આધારે જેસલમેર અને બનાસકાંઠાને જોડતા નેશનલ હાઈવે ૬૮ પર સઘન નાકાબંધી ગોઠવવામાં આવી હતી.

ડ્રગ્સ

૬ એપ્રિલ ૨૦૨૬ ના રોજ સાંજના સમયે એક શંકાસ્પદ ઇકો કારને રોકી તપાસ કરતા, તેમાંથી પીળા રંગની થેલીમાં સંતાડેલી ૫ પારદર્શક બેગ મળી આવી હતી, જેમાં પ્રતિબંધિત મેથામ્ફેટામાઈન ભરેલું હતું. પોલીસે તાત્કાલિક અસરથી શંકરરામ રમેશરામ અને સલમાન લાલાખાન (રહે. બાડમેર, રાજસ્થાન) ની ધરપકડ કરી લીધી છે.

આરોપીઓ

📦 પાકિસ્તાની કનેક્શન અને ડ્રોન દ્વારા ડિલિવરી? 📦

આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આ ડ્રગ્સ પાકિસ્તાનના થારપારકર વિસ્તારના રહેવાસી મસાત (મુબારકનો પુત્ર) નામના વ્યક્તિએ સરહદ પાર કરાવીને રાજસ્થાનના બાડમેર જિલ્લામાં ડ્રોપ કર્યું હતું. ત્યાંથી આ બંને આરોપીઓએ માલ મેળવ્યો હતો અને આગળ પહોંચાડવાની પેરવીમાં હતા.

ડ્રગ્સ

📱 મોબાઈલ ચેટ અને વીડિયો ખોલશે વધુ રાજ 📱

પોલીસને આરોપીઓના મોબાઈલ ફોનમાંથી મહત્વના ડિજિટલ પુરાવા મળ્યા છે. જેમાં વોટ્સએપ ચેટ, કોલ રેકોર્ડિંગ અને વીડિયો નો સમાવેશ થાય છે. આ પુરાવાઓ દ્વારા આ આંતરરાષ્ટ્રીય નેટવર્કમાં બીજા કેટલા લોકો સંડોવાયેલા છે તેની તપાસ તેજ કરવામાં આવી છે. હાલમાં બંને આરોપીઓ વિરુદ્ધ બાડમેરના સદર પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.

ડ્રગ્સ

આ ઓપરેશન આંતરરાજ્ય એજન્સીઓના સંકલનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે અને નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપાર વિરુદ્ધ એક મોટું પગલું માનવામાં આવે છે.

બગોદરામાં સરકારી ST બસની ડેકીમાંથી દારુની 641 બોટલો પકડાતા ખળભળાટ, LCB ની કાર્યવાહી

Related posts

વિરમગામ સફેદ ક્રેટામાં લઈ જવાતો ₹ 5 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

SAHAJANAND RAJPUT

એસિડ એટેક : અમદાવાદમાં રસ્તા વચ્ચે યુવતી પર એસિડ એટેક, ‘મેણા-ટોણા’ના વેરની આગમાં યુવકે પાર કરી તમામ હદ

SAHAJANAND RAJPUT

વિરમગામ : જ્વેલર્સના માલિકને પત્ની અને પુત્રએ જ મોતને ઘાટ ઉતાર્યા, સનસનીખેજ ક્રાઈમ સ્ટોરી

SAHAJANAND RAJPUT

Leave a Comment