ફટાફટ ન્યૂઝખબર

અકસ્માત બાદ ‘ગોલ્ડન અવર’માં જીવ બચાવવા સરકારનો મોટો નિર્ણય: મળશે કેશલેસ સારવાર

🏥 PM રાહત યોજના : અકસ્માત સમયે હવે હોસ્પિટલ ‘પૈસા’ નહીં માંગે! પ્રથમ ૭ દિવસની સારવાર સાવ મફત, વડોદરા તંત્રની હોસ્પિટલોને કડક ચેતવણી

PM રાહત યોજના

વડોદરા: માર્ગ અકસ્માત એક એવી ઘટના છે જે ગમે ત્યારે, ગમે તેની સાથે બની શકે છે. ઘણીવાર અકસ્માત સમયે ખિસ્સામાં પૂરતા પૈસા નથી હોતા અથવા પરિવારજનો સુધી પહોંચવામાં સમય લાગે છે. આવા સમયે હોસ્પિટલો સારવાર આપવાની ના પાડે અથવા પૈસાની માંગણી કરે તો જીવ જવાનું જોખમ વધી જાય છે. પરંતુ હવે ચિંતા છોડો! વડોદરાના પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કોમાર અને કલેક્ટર ડો. અનિલ ધામેલિયાએ આ બાબતે અત્યંત કડક અને માનવીય અભિગમ અપનાવ્યો છે.

🏥 PM રાહત યોજના : હોસ્પિટલે સારવારની ના પાડી તો ખેર નથી!

PM રાહત યોજના : વડોદરા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી એક મહત્વપૂર્ણ બેઠકમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના (PMJAY) હેઠળ નોંધાયેલી (Empanelled) હોસ્પિટલો હવે માર્ગ અકસ્માતના ઘાયલોને સારવાર આપવાની મનાઇ કરી શકશે નહીં. જો કોઈ હોસ્પિટલ સારવારની ના પાડશે અથવા ઇજાગ્રસ્તના પરિવાર પાસેથી વધારાની ફી વસૂલશે, તો તેમની સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે.

💰 શું છે આ પીએમ રાહત યોજના?

આ યોજનાનો મુખ્ય હેતુ અકસ્માત પીડિતોને ‘ગોલ્ડન અવર’ એટલે કે અકસ્માત પછીની સૌથી મહત્વની ક્ષણોમાં તાત્કાલિક અને ગુણવત્તાયુક્ત સારવાર આપવાનો છે.

  • ૭ દિવસ સુધી કેશલેસ સારવાર: અકસ્માત પછીના પ્રથમ સાત દિવસ સુધીનો સારવારનો ખર્ચ સરકાર ભોગવશે.
  • વીમો હોવો જરૂરી નથી: હોસ્પિટલે એ નથી જોવાનું કે દર્દી પાસે વીમા પોલિસી છે કે નહીં. દર્દી પોલીસ સાથે આવે કે પોલીસ વગર, સારવાર તાત્કાલિક શરૂ કરવાની રહેશે.
  • સરકાર આપશે ખર્ચ: નિર્ધારિત મર્યાદા સુધીનો તમામ ખર્ચ પીએમ રાહત યોજના હેઠળ સરકાર હોસ્પિટલને ચૂકવશે.

🚔 તંત્રની બાજ નજર

PM રાહત યોજના : પોલીસ કમિશનર અને કલેક્ટરે જણાવ્યું છે કે જે હોસ્પિટલોના આઈડી (ID) હજુ જનરેટ નથી થયા, તે તાત્કાલિક બનાવવાની સૂચના આપી દેવામાં આવી છે. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી બી. એસ. પટેલ અને અન્ય આરોગ્ય અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

સરકારનો આ નિર્ણય અકસ્માત સમયે માનવ જિંદગી બચાવવા માટે ગેમ-ચેન્જર સાબિત થશે. હવે હોસ્પિટલના ઉંબરે પૈસા માટે કોઈનો જીવ નહીં જાય!

પશ્ચિમ બંગાળ : ‘દીદી’નું સામ્રાજ્ય ધરાશાયી? બાંગ્લાદેશી અખબારનો પશ્ચિમ બંગાળ પર સનસનાટીભર્યો રિપોર્ટ!

Ad p

Related posts

‘સૂંપડા સાફ’ – માત્ર શબ્દ નહીં, કોંગ્રેસની વાસ્તવિકતા : ભાજપની ‘ચૂંટણી મશીનરી’ સામે કોંગ્રેસનું ‘કન્ફ્યુઝન માસ્ટરક્લાસ’

SAHAJANAND RAJPUT

Ahmedabad : માત્ર ₹૧૦,૦૦0માં વેચાયો ૧૪ વર્ષનો માસૂમ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલ્યો ભેદ, 3 બાળકો રેસ્ક્યુ

SAHAJANAND RAJPUT

જોધપુર : એક અશ્લીલ વીડિયો, 8 નરાધમો અને બે સગી બહેનોની જિંદગીનો કરુણ અંત

SAHAJANAND RAJPUT

Leave a Comment