
🚨 Gujarat : ગુજરાતમાં નરાધમો સામે કાયદાનો સપાટો: પોક્સો કેસોમાં બુલેટ સ્પીડે ન્યાય, ૫ વર્ષમાં ૯૦૮ને આજીવન કેદ અને ૧૬ને ફાંસીની સજા!
ગાંધીનગર: ગુજરાતમાં મહિલાઓ અને બાળકીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા અપનાવવામાં આવેલી ‘ઝીરો ટોલરન્સ’ નીતિ હવે જમીની સ્તરે અભૂતપૂર્વ પરિણામ આપી રહી છે. દીકરીઓ તરફ કુદ્રષ્ટિ કરનારા ગુનેગારોમાં કાયદાનો ભય સ્થાપિત કરવા માટે રાજ્યનું પોલીસ તંત્ર અને ન્યાયતંત્ર એક નવી જ બુલેટ સ્પીડ સાથે કામ કરી રહ્યું છે.
⚡ Gujarat : કલોલમાં દાખલારૂપ કડક કાર્યવાહી: માત્ર ૭૨ કલાકમાં જ સજા!
Gujarat : તાજેતરમાં ગાંધીનગરના કલોલ ખાતે પોક્સો કોર્ટે આપलेला ચુકાદો આ બદલાયેલી કાયદાકીય સિસ્ટમનું સૌથી મોટું અને જાગૃત ઉદાહરણ છે. ૧૫ વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપી સામે પોલીસે ચાર્જશીટ રજૂ કર્યાના માત્ર ૭૨ કલાકની અંદર જ કોર્ટે આરોપીને કુદરતી આયુષ્યના અંત સુધીની આજીવન કેદની સજા ફટકારી દીધી છે. ચાર્જશીટથી માંડીને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચુકાદા સુધીની સમગ્ર ન્યાય પ્રક્રિયા હવે અત્યંત ઝડપી બની ચૂકી છે.
⚖️ આંકડા બોલે છે: ૫ વર્ષમાં ૧,૭૮૫ ચુકાદા અને ૧૬ને ફાંસી!
Gujarat : રાજ્યમાં વર્ષ ૨૦૨૨થી ઓગસ્ટ ૨૦૨૬ દરમિયાન પોક્સો અદાલતો દ્વારા કુલ ૧,૭૮૫ ઐતિહાસિક ચુકાદા આપવામાં આવ્યા છે. આ કડક કાર્યવાહીમાં ૯૦૮ ગુનેગારોને આજીવન કેદ અને ૧૬ નરાધમોને ફાંસીની સજા ફટકારવામાં આવી છે.
- વર્ષ ૨૦૨૨: ૧૯૪ ચુકાદામાં ૧૦૭ આરોપીઓને આજીવન કેદ.
- વર્ષ ૨૦૨૫: ૪૯૯ ચુકાદા આવ્યા જેમાં ૩૪૦ આરોપીઓને આજીવન કેદ થઈ.
- વર્ષ ૨૦૨૬ (પ્રથમ ૮ મહિના): ૩૪૬ ચુકાદા આવ્યા છે, જેમાં ૨૪૧ આરોપીઓને આજીવન કેદ અને ૨ને ફાંસીની સજા થઈ છે.
- માત્ર ઓગસ્ટ મહિનો: ૪૮ પોક્સો કેસના ચુકાદા આવ્યા, તે પૈકી ૩૫ આરોપીઓને આજીવન કેદ ફટકારાઈ છે.
🛡️ સાયન્ટિફિક તપાસ અને ‘ત્રિ-સૂત્ર’નો પાવર
Gujarat : આ ઝડપી સફળતા પાછળ પોલીસની વૈજ્ઞાનિક તપાસ પદ્ધતિ રહેલી છે. રાજ્યના પોલીસ વડા શ્રી જ્ઞાનેન્દ્રસિંહ મલિકના જણાવ્યા મુજબ, પોલીસ ઇન્વેસ્ટિગેશન દરમિયાન ‘સઘન તપાસ, કડક કાર્યવાહી અને ઝડપી ન્યાય’ના ત્રિ-સૂત્ર પર કામ કરી રહી છે. મોટાભાગના કેસોમાં ૪૫ દિવસની અંદર જ ચાર્જશીટ ફાઇલ કરાય છે. છેલ્લા પાંચ વર્ષમાં ૧૪૦ ગુનામાં ૧ થી ૧૫ દિવસમાં, ૧,૩૩૯ ગુનામાં ૧૬ થી ૩૦ દિવસમાં અને ૫,૪૬૩ ગુનામાં ૩૧ થી ૪૫ દિવસમાં ચાર્જશીટ પૂર્ણ કરવામાં આવી છે.
🔥 “કોઈપણ નરાધમ માટે કોઈ દયા નહીં” – હર્ષ સંઘવી
Gujarat : નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, “ગુજરાતમાં દીકરીઓ તરફ કુદ્રષ્ટિ કરનારા કોઈપણ નરાધમ માટે કોઈ દયા કે છૂટછાટ હોઈ જ ન શકે”. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ઊભા કરાયેલા ફાસ્ટ ટ્રેક કોર્ટ્સ અને મજબૂત કાયદાકીય માળખાને કારણે પીડિતા અને તેના પરિવારને મહિનાઓ કે વર્ષો નહીં પરંતુ ગણતરીના દિવસોમાં જ ઝડપી ન્યાય મળી રહ્યો છે.

વોટ માટે કંઈ પણ! ટ્રમ્પનું $5000 ડિવિડન્ડ vs ભારતીય ફ્રીબીઝ: કોણ છે અસલી ખેલાડી?

1 comment
[…] Gujarat : ગુજરાતમાં POCSO કેસોમાં ૭૨… […]