ક્રાઈમખબર

Bodakdev : અમદાવાદથી ગાંધીનગર સુધી તરખાટ મચાવતી બાઇક ચોર ટોળકી પકડાઈ, બોડકદેવ પોલીસની કાર્યવાહી

Bodakdev

🚨 Bodakdev : અમદાવાદમાં ખુલ્લા સ્ટીયરીંગ લોકવાળા વાહનો ટાર્ગેટ કરતી શાતિર ટોળકીનો ખેલ ખતમ: બોડકદેવ પોલીસે 8 ટુ-વ્હીલર સાથે 3 ચોરને દબોચ્યા!

Bodakdev : અમદાવાદ શહેરના બોડકદેવ પોલીસ સ્ટેશન દ્વારા વાહન ચોરી કરતી એક શાતિર ટોળકીનો પર્દાફાશ કરીને પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. બોડકદેવ સરવેલન્સ સ્ક્વોડે કૂલ ૦૮ ટુ-વ્હીલર વાહનો સાથે ચોરી કરતી ટોળકીના ૩ સભ્યોને ઝડપી પાડી કૂલ રૂ. ૧,૬૫,૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

🔍 Bodakdev : સીસીટીવી અને બાતમીદારોના આધારે મળ્યો મોટો સુરાગ

Bodakdev : અમદાવાદ શહેર પોલીસ કમિશનર, સંયુક્ત પોલીસ કમિશનર (સેક્ટર-૧), નાયબ પોલીસ કમિશનર (ઝોન-૭) અને મદદનીશ પોલીસ કમિશનર (‘એન’ ડિવિઝન)ની સૂચના મુજબ બોડકદેવ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જી. ખાંભલાના માર્ગદર્શન હેઠળ અણઉકેલાયેલા ગુના શોધી કાઢવા ખાસ ઝુંબેશ હાથ ધરાઈ હતી. પી.એસ.ઈ. આર.બી. ઝાલા તથા તેમની સરવેલન્સ સ્ક્વોડે સી.સી.ટી.વી. કેમેરા અને ખાનગી બાતમીદારોની મદદથી અલગ-અલગ જગ્યાએથી ચોરી થયેલા વાહનો સાથે આ ચોર ટોળકીને પકડી પાડી હતી.

🔐 સ્ટીયરીંગ લોક ખુલ્લા હોય તેવા વાહનો જ ટાર્ગેટ કરતા!

Bodakdev : પોલીસ તપાસમાં ચોરોની ચોંકાવનારી એમ.ઓ. (મોડસ ઓપરેન્ડી) સામે આવી છે. આ ટોળકી જે વાહનોના સ્ટીયરીંગ લોક ખુલ્લા હોય તેને એકબીજાની મદદગારીથી ડાયરેક્ટ કરીને ચોરી કરતી હતી. ચોરી કર્યા બાદ વાહનોની નંબર પ્લેટો કાઢી નાખીને આ વાહનોનો ઉપયોગ માત્ર મોજશોખ અને ફરવા માટે કરતા હતા.

🚔 ૮ ગુનાઓનો એકસાથે ભેદ ઉકેલાયો

Bodakdev : આ સફળ કામગીરીથી અલગ-અલગ પોલીસ સ્ટેશન હેઠળ નોંધાયેલા કુલ ૮ વાહન ચોરીના ગુનાઓનો ઉકેલ આવ્યો છે:

  • બોડકદેવ પો.સ્ટે.: ૦૨ ગુના
  • ગાંધીનગર સે-૦૭/૦૯ પો.સ્ટે.: ૦૨ ગુના
  • ઘાટલોડીયા પો.સ્ટે.: ૦૧ ગુનો
  • વસ્ત્રાપુર પો.સ્ટે.: ૦૧ ગુનો
  • ચાંગોદર પો.સ્ટે.: ૦૧ ગુનો
  • સોલા પો.સ્ટે.: ૦૧ ગુનો

👮‍♂️ ખંતપૂર્વક કામગીરી કરનાર પોલીસ ટીમ

Bodakdev : આ ચોરીની હકીકત મેળવવામાં અનાર્મ હેડ કોન્સ્ટેબલ શિવસંગ ગુલાબસિંહ, અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ તેજપાલસિંહ અર્જુનસિંહ, વિરમભાઇ રેવાભાઇ, વિશાળ કુરજીભાઇ તથા દેવેન્દ્રદાન પ્રભુદાનની મુખ્ય ભૂમિકા રહી હતી. આ ઉપરાંત પી.એસ.ઈ. આર.બી. ઝાલા, અનાર્મ હેડ કોન્સ્ટેબલ વિરભદ્રસિંહ અને ઇન્દ્રજીતસિંહ સહિતની ટીમે ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી.

QR Code

S Jaishankar : પાકિસ્તાની પત્રકારનો સવાલ… જયશંકરે એક જ વાક્યમાં ઉડાડ્યા ધજાગરા

Ad p

Related posts

Gujarat : પંજાબનો વોન્ટેડ શૂટર પાલનપુરની હોટલમાંથી ઝડપાયો, કુખ્યાત સુખમિન્દર સિંહ ATSના સકંજામાં

SAHAJANAND RAJPUT

પાકિસ્તાનમાંથી વૈશ્વિક કંપનીઓનું મહા-પલાયન, શું આ આર્થિક અંતની શરૂઆત છે?

SAHAJANAND RAJPUT

સિંધુ જળ સંધિ: હેગમાં પાકિસ્તાનનો આક્રંદ! ભારતના હાઈડ્રો પ્રોજેક્ટ્સથી કેમ ફફડી રહ્યું છે ઈસ્લામાબાદ?

SAHAJANAND RAJPUT

Leave a Comment