ક્રાઈમખબર

Sanand : ફ્લેટના મીટર રૂમમાં દારૂનો જથ્થો! 504 બોટલ-ટીન સાથે એક ઝડપાયો

Sanand

🔍 Sanand : ખાનગી બાતમી અને પોલીસનો સચોટ પ્લાન 🚔

Sanand : અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં દારૂબંધીની કડક અમલવારી કરાવવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. પોલીસ મહાનિરીક્ષક શ્રી રાઘવેન્દ્ર વત્સ (અમદાવાદ વિભાગ), પોલીસ અધીક્ષક શ્રી ઓમ પ્રકાશ જાટ (અમદાવાદ ગ્રામ્ય) અને ઈ.નાયબ પોલીસ અધીક્ષક શ્રી પ્રકાશ પ્રજાપતિ (સાણંદ વિભાગ) નાઓ દ્વારા પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સદંતર નેસ્તનાબૂદ કરવા આદેશ આપવામાં આવ્યા હતા. આ આદેશના અનુસંધાને સાણંદ ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બી.ટી. ગોહિલના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસો સતત વોચમાં હતા.

દરમિયાન, સાણંદ ટાઉન પોલીસ સ્ટેશનના અનામ આર્મડ પોલીસ કોન્સ્ટેબલ હરપાલસિંહ નારાયણસિંહ (બ.નં. 1599) અને આર્મડ પોલીસ કોન્સ્ટેબલ પંકજભાઈ ગંભુભાઈ (બ.નં. 276) નાઓને સંયુક્ત રીતે ગુપ્ત અને ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમી અનુસાર, સાણંદના સુંદરમ ફ્લેટમાં રહેતો ભરતસિંહ ભીખુભા વાઘેલા નામનો શખ્સ પોતાના ફ્લેટની બોરની ઓરડીમાં આવેલા મીટર રૂમમાં વિદેશી દારૂનો જથ્થો રાખીને તેનું છૂટક વેચાણ કરી રહ્યો હતો.

💥 Sanand : 504 બોટલ દારૂ અને મોબાઈલ સાથે રૂ. 1.43 લાખનો મુદ્દામાલ જપ્ત 📦

Sanand : બાતમીના આધારે સાણંદ ટાઉન પોલીસની સર્વેલન્સ ટીમે સુંદરમ એપાર્ટમેન્ટમાં ઓચિંતો દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન લાઈટ મીટર રૂમની તપાસ કરતા ત્યાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂ તથા બીયરની અલગ-અલગ બોટલ/ટીન નંગ-504 મળી આવ્યા હતા, જેની કિંમત રૂ. 1,33,680/- થાય છે. આ ઉપરાંત આરોપી પાસેથી રૂ. 10,000/- ની કિંમતનો સેમસંગ કંપનીનો મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો હતો. આમ, પોલીસે કુલ રૂ. 1,43,680/- નો મુદ્દામાલ કબજે કર્યો છે.

⚖️ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી, એક આરોપી ફરાર 🚔

Sanand : આ દરોડા દરમિયાન પોલીસે મુખ્ય આરોપી ભરતસિંહ ઉર્ફે મામા ભીખુભા વાઘેલાની સ્થળ પરથી જ ધરપકડ કરી લીધી છે. જ્યારે અન્ય એક સહ-આરોપી દિગ્વિજયસિંહ ઉર્ફે ડીગો વિક્રમસિંહ ચાવડાને ફરાર જાહેર કરવામાં આવ્યો છે.

QR Code

Gujarat Rain : ગુજરાતમાં મેઘતાંડવ! બોરસદમાં 5.43 ઈંચ વરસાદ, અમદાવાદ પાણીમાં; 33 જિલ્લાની સ્થિતિ

Ad p

Related posts

Trump : ટ્રમ્પનો 50% ટેરિફ બોમ્બ! કેનેડા સાથે ફરી ભડક્યો ટ્રેડ વોર

SAHAJANAND RAJPUT

પહેલગામના શહીદોને પીએમ મોદીનું ભાવુક વંદન – “તેમને ક્યારેય ભૂલાશે નહીં”

SAHAJANAND RAJPUT

Ahmedabad : ₹5.12 લાખના મુદ્દામાલ સાથે 3 તસ્કરો પકડાયા, વસ્ત્રાપુર ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

SAHAJANAND RAJPUT

Leave a Comment