ક્રાઈમખબર

Bodakdev : બોડકદેવમાં ઓટોરિક્ષાની તલાશી લેતાં જ પોલીસ પણ ચોંકી ગઈ, જાણો અંદરથી શું મળ્યું

Bodakdev

Bodakdev : અમદાવાદ શહેરના પોશ વિસ્તાર ગણાતા બોડકદેવમાં ગેરકાયદેસર નશીલા પદાર્થોની હેરફેર સામે પોલીસે લાલ આંખ કરી છે. યુવાધનને બરબાદ કરતા નશાના દૂષણને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર, અધિક પોલીસ કમિશ્નર (સેક્ટર-૧), નાયબ પોલીસ કમિશ્નર (ઝોન-૦૭) અને એસીપી (“એન” ડીવીઝન) ની સૂચનાથી ‘DRUGS FREE AHMEDABAD’ અને ‘ZERO TOLERANCE POLICY’ અપનાવવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત નશીલા પદાર્થોની સપ્લાયર ચેઈન તોડી પાડવા બોડકદેવ પોલીસ સ્ટેશનની ટીમે એક મોટી સફળતા મેળવી છે.

🚔 Bodakdev : ગુપ્ત બાતમી અને ANTF ની ત્વરિત કાર્યવાહી

Bodakdev : બોડકદેવ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર એસ.જી. ખાંભલાના માર્ગદર્શન હેઠળ એન્ટી નાર્કોટીક્સ સેલ (NDPS) ની ટીમ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ શોધી કાઢવા વિસ્તારમાં સતત કાર્યરત હતી. તે દરમિયાન ટીમ સભ્યોને ચોક્કસ બાતમી મળી હતી કે બોડકદેવ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ગાંજાનો જથ્થો લાવવામાં આવી રહ્યો છે. બાતમી મળતાં જ પોલીસે NDPS એક્ટની કાનૂની પ્રક્રિયા અને SOP મુજબ વ્યૂહાત્મક પ્લાન બનાવીને દરોડો પાડ્યો હતો.

આ દરોડા દરમિયાન પોલીસે સરખેજ વિસ્તારના અબર ટાવરની બાજુમાં, સાવન પાર્ટી પ્લોટ પાછળ આવેલી કોલોનીમાં રહેતા 38 વર્ષીય આરોપી અબજલ ઉર્ફે અબ્દુલ ઈસ્માઈલભાઈ વોરા ને ઘેરી લીધો હતો અને તેની સઘન તલાશી લીધી હતી.

⚖️ રૂપિયા 1.58 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

Bodakdev : તલાશી દરમિયાન પોલીસ ટીમને આરોપી પાસેથી મોટી માત્રામાં ગેરકાયદેસર વનસ્પતિજાન્ય પદાર્થ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે દરોડા સ્થળેથી નીચે મુજબનો મુદ્દામાલ જપ્ત કર્યો છે:

  • ગેરકાયદેસર ગાંજાનો જથ્થો: વજન 1 કિલો 504 ગ્રામ (કિંમત રૂ. 75,200/-)
  • ઓટોરીક્ષા: 1 નંગ (કિંમત રૂ. 80,000/-)
  • મોબાઈલ ફોન: 1 નંગ (કિંમત રૂ. 3,000/-)
  • પોલિથીનની થેલીઓ

પોલીસે કુલ રૂ. 1,58,200/- નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

🛡️ Bodakdev : પોલીસ ટીમની કામગીરી અને કાનૂની ગુનો

Bodakdev : આ ગેરકાયદેસર પ્રવૃત્તિ બદલ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તા. 12/09/2026 ના રોજ કરાયેલી આ સફળ કામગીરીમાં બોડકદેવ પી.આઈ. એસ.જી. ખાંભલા, પી.એસ.આઈ. એમ.બી. ઝાલા, અનામત હેડ કોન્સ્ટેબલ વીરભદ્રસિંહ નીરાજવસિંહ, અનામત પોલીસ કોન્સ્ટેબલ જીભાઈ નાગજીભાઈ અને અનામત પોલીસ કોન્સ્ટેબલ રઘુવીર જગુભાઈ જોડાયા હતા.

અમદાવાદ પોલીસની આ સપાટાબંધ કાર્યવાહીથી ડ્રગ્સ માફિયાઓ અને ગેરકાયદેસર હેરફેર કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

QR Code

India : ભારતની ચૂંટણી પ્રક્રિયા – વિશ્વની સૌથી મોટી લોકશાહીનો અજેય કિલ્લો કેમ…?

Ad p

Related posts

ક્રાઈમ બ્રાન્ચ : દીકરાને મારવા બોલાવેલો ‘કાળ’ માજીને જ ગળી ગયો! ૧૦ લાખ અને ૩૫ તોલા સોના માટે સોપારી કિલરનો ખુની ખેલ

SAHAJANAND RAJPUT

CAA પર મોટી ખબર: પશ્ચિમ બંગાળ સરકારને મળી સુનાવણી અને પ્રમાણપત્ર આપવાની સત્તા

SAHAJANAND RAJPUT

રામનવમી : મર્યાદા પુરુષોત્તમનો જન્મોત્સવ: અયોધ્યાના આંગણેથી દરેક હિંન્દુના હૃદય સુધી, જાણો કેમ રામનવમી છે પરિવર્તનનો ઉત્સવ

SAHAJANAND RAJPUT