ક્રાઈમખબર

અમદાવાદ : ‘ઓપરેશન મ્યુલ હંટ’માં 95 કરોડના સાયબર કાંડનો પર્દાફાશ, 2 આરોપીઓ ઝડપાયા

🚨 અમદાવાદ પોલીસનો મોટો એક્શન પ્લાન: ‘ઓપરેશન મ્યુલ હંટ’માં 95 કરોડના સાયબર કાંડનો પર્દાફાશ, 2 આરોપીઓ ઝડપાયા 🚔

💻 સાવધાન! તમારા બેંક ખાતા પર છે આ ઠગોની નજર: દેશભરમાં 55 ગુના આચરનાર સિન્ડિકેટ ગેંગ ઝડપાઇ 💰

🎯 ખાતાધારકથી લઈને ગેંગ લીડર સુધી: પોલીસે કેવી રીતે તોડ્યું સાયબર માફિયાઓનું આખું જાળ? જાણો 📂

Operation MH

અમદાવાદ : ગુજરાત સરકાર અને અમદાવાદ પોલીસ વિભાગ દ્વારા સાયબર ગુનેગારો સામે લાલ આંખ કરવામાં આવી છે. ‘કે’ ડિવિઝન મદદનીશ પોલીસ કમિશનરની કચેરીની ટીમે ‘ઓપરેશન મ્યુલ હંટ’ અંતર્ગત એક એવી ગેંગને દબોચી લીધી છે જેણે સમગ્ર ભારતમાં હાહાકાર મચાવ્યો હતો. આ ગેંગ ભારતભરમાં અંદાજે 94.79 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડમાં સંડોવાયેલી હોવાનું બહાર આવ્યું છે.

🔍 શું છે આ ‘ઓપરેશન મ્યુલ હંટ’?

અમદાવાદ શહેરના પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી સાયબર ગુના આચરતી ટોળકીઓને શોધી કાઢવા માટે એક ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેને ‘ઓપરેશન મ્યુલ હંટ’ નામ આપવામાં આવ્યું છે. આ ઓપરેશન હેઠળ પોલીસની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી કરોડોના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.

અમદાવાદ

💻 55 ફરિયાદો અને કરોડોનું કૌભાંડ

અમદાવાદ : પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે આ સિન્ડિકેટ ગેંગ વિરુદ્ધ ભારતભરમાં કુલ 55 જેટલી ફરિયાદો નોંધાયેલી છે, જેમાં આશરે 94,79,40,179/- (ચોરાણું કરોડથી વધુ) રૂપિયાની છેતરપિંડી થઈ છે. માત્ર ગુજરાતની વાત કરીએ તો, રાજ્યના અલગ-અલગ શહેરોમાં કુલ 06 ફરિયાદોમાં અંદાજે 29.89 કરોડ રૂપિયા આ ઠગબાજોએ ડાઈવર્ટ કર્યા હોવાનું ખુલ્યું છે.

ઓપરેશનના મસ્ટર માઈન્ડ

👥 કોણ છે આ સાયબર માફિયાઓ?

પોલીસે આ ગેંગના મુખ્ય લીડરોના સંપર્કમાં રહેતા અને બેંક ખાતા પૂરા પાડતા બે શખ્સોની ધરપકડ કરી છે:

  1. ગરભાઇ ગિરીશભાઇ ઝાલા (અમદાવાદ): જે મુખ્ય ખાતાધારક તરીકે કામ કરતો હતો.
  2. ઉમંગ ઉદયભાઇ ગોવાણી (ઉં.વ. 27, ઇસનપુર): જે સિન્ડિકેટ ગેંગનો સક્રિય સભ્ય છે. સાથે જ મુક્કીમ મુનીર અહેમદ શેખ નામના શખ્સની સંડોવણી પણ તપાસમાં બહાર આવી છે.
પોલીસ કર્યવાહી

⚖️ પોલીસની સરાહનીય કામગીરી

અમદાવાદ પોલીસની આ ટીમે કાગડાપીઠ અને પાલડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગંભીર ગુનાઓ ઉકેલી કાઢ્યા છે. આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો જેવી કે 316(2), 318(2) અને આઈ.ટી. એક્ટની કલમ 66(C) તથા 66(D) મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

Operation Mh 1

આ ઓપરેશનમાં મદદનીશ પોલીસ કમિશનરની ટીમ સાથે સાયબર એક્સપર્ટ અનિકેતસિંહ દેવેન્દ્રસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ વશરામભાઇ તથા મહેશભાઇએ મહત્વની ભૂમિકા ભજવી છે.

સાયબર ક્રાઈમ : NPCI ના નકલી અધિકારીઓનો પર્દાફાશ: અમદાવાદ સાયબર ક્રાઈમે UP થી ઠગ ટોળકી દબોચી, ₹47 લાખનું કૌભાંડ

Related posts

ખાડી યુદ્ધ : ટ્રમ્પનો દાવો- ઈરાન સાથે ડીલ ‘ખૂબ નજીક’, શું વિશ્વ યુદ્ધનો ખતરો ટળ્યો? પાકિસ્તાન બનશે મુખ્ય કેન્દ્ર!

SAHAJANAND RAJPUT

ખાાડી યુદ્ધ : ૪૮ કલાકમાં સર્વનાશ? અમેરિકાનું ઈરાનને અંતિમ અલ્ટીમેટમ, શું મધ્ય પૂર્વમાં મહાયુદ્ધ છેડાશે?

SAHAJANAND RAJPUT

ખાડી યુદ્ધ : શું ૨ અઠવાડિયામાં શાંતિ થશે? ડોનાલ્ડ ટ્રમ્પનો ઈરાન યુદ્ધ પર મોટો ધડાકો

SAHAJANAND RAJPUT

Leave a Comment