ક્રાઈમખબર

વડોદરા : સનફાર્મા રોડ પરથી ટ્રેક્ટર ચોરનારા ‘રીઢા ગુનેગારો’ ઝડપાયા

વડોદરા પોલીસની કામગીરી 🚨 સનફાર્મા રોડ પરથી ટ્રેક્ટર ચોરનારા ‘રીઢા ગુનેગારો’ દણા ચોકડીએથી ઝડપાયા 🚜💨

ટ્રેક્ટર ચોરી કરી ભાગતા’તા, પણ ક્રાઈમ બ્રાન્ચની જાળમાં ફસાયા! 🚜 ચોરી કરનારા જેલના સળિયા પાછળ! ⛓️

દુષ્કર્મ અને ઠગાઈના આરોપીઓએ કરી ટ્રેક્ટરની ચોરી, વડોદરા ક્રાઈમ બ્રાન્ચે બાતમીદારોની મદદથી દબોચ્યા! 😱🚓

    Tractor c

    વડોદરા : શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વડોદરા ક્રાઈમ બ્રાન્ચ ફરી એકવાર એક્શન મોડમાં જોવા મળી છે. સનફાર્મા રોડ જેવા વ્યસ્ત વિસ્તારમાંથી ડુપ્લીકેટ ચાવી વડે ટ્રેક્ટર અને ટ્રોલીની ચોરી કરનાર બે શખ્સોને પોલીસે ફિલ્મી ઢબે દબોચી લીધા છે.

    📍 વડોદરા : ઘટના શું હતી?

    વડોદરા : ગત તારીખ 14/04/2026 ના રોજ સાંજે સાડા છ વાગ્યાથી 15/04/2026 ના સવારના સમય દરમિયાન સનફાર્મા રોડ પરથી મહીન્દ્રા કંપનીનું ટ્રેક્ટર અને ટ્રોલી (કિંમત રૂ. 5,50,000/-) ની ચોરી થઈ હતી. આ અંગે જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

    Vadodara CB

    🕵️ સીસીટીવી અને હ્યુમન સોર્સની મદદથી સફળ ઓપરેશન

    વડોદરા : ક્રાઈમ બ્રાન્ચની ટીમે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સના આધારે તપાસ શરૂ કરી હતી. પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે બે ઇસમો ચોરીના ટ્રેક્ટર સાથે દણા ચોકડી પાસેથી પસાર થવાના છે. પોલીસે દણા ચોકડી પાસે વોચ ગોઠવી અને દુમાડ ચોકડી તરફથી આવતા એક બજાજ સીટી-100 મોટરસાયકલ અને તેની પાછળ આવતા ટ્રેક્ટરને રોક્યા હતા.

    વડોદરા

    ⛓️ કોણ છે આ પકડાયેલા ગુનેગારો?

    વડોદરા : પોલીસે નીચે મુજબના બે શખ્સોની ધરપકડ કરી છે:

    1. ભરતભાઇ નાગજીભાઇ ભરવાડ (રહે. જીતપુરા, ગોધરા)
    2. જયદીપભાઇ મગનભાઇ રાઠોડ (રહે. ચુવા, બોરસદ)
    વડોદરા

    📁 આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ (Shocking History! 😱)

    વડોદરા : પકડાયેલા આરોપીઓ સામાન્ય ચોર નથી, પણ રીઢા ગુનેગારો છે:

    વડોદરા
    • ભરત ભરવાડ: આ અગાઉ ઠગાઈ, દબાણ અને એક્સિડન્ટ જેવા 04 જેટલા ગુનાઓમાં પકડાઈ ચુક્યો છે.
    • જયદીપ રાઠોડ: આ આરોપી સામે સગીરાના અપહરણ અને દુષ્કર્મ જેવા ગંભીર ગુના નોંધાયેલા છે. તે પેરોલ જમ્પ કરવાના ગુનામાં પણ સંડોવાયેલો છે.

    💰 મુદ્દામાલની રિકવરી

    પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ. 5,75,000/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં:

    વડોદરા
    • ટ્રેક્ટર અને ટ્રોલી (રૂ. 5.50 લાખ)
    • બજાજ સીટી-100 બાઈક (રૂ. 15,000)
    • બે મોબાઈલ ફોન (રૂ. 10,000)

    પહેલગામના શહીદોને પીએમ મોદીનું ભાવુક વંદન – “તેમને ક્યારેય ભૂલાશે નહીં”

    Related posts

    Gujarat : 1 લાખ યુવાનો માટે 250+ ઉદ્યોગો સાથે સરકારનું મેગા સ્કિલિંગ મિશન

    SAHAJANAND RAJPUT

    બિહારના મુખ્યમંત્રીને જાનથી મારી નાખવાની ધમકી, સાણંદ પોલીસે ‘ધમકીબાજ’ શેખર યાદવને દબોચી લીધો

    SAHAJANAND RAJPUT

    APK Scam : એક APK ફાઈલ અને બેંક ખાતું ખાલી! સામે આવી લાખોની ચોંકાવનારી સાયબર ઠગાઈ

    SAHAJANAND RAJPUT

    Leave a Comment