ક્રાઈમ

વડોદરા : હરણી પોલીસ : ગોલ્ડન બ્રિજ પાસેથી ₹૭૨,૦૦૦નો વિદેશી દારૂ ઝડપ્યો

વડોદરા : હરણી પોલીસ : ગોલ્ડન બ્રિજ પાસેથી ₹૭૨,૦૦૦નો વિદેશી દારૂ ઝડપ્યો. વડોદરા શહેરમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ ડામવા માટે પોલીસ કમિશનર નરસિમ્હા કોમર અને અધિક પોલીસ કમિશનર ડૉ. લીના પાટીલની સૂચના હેઠળ હરણી પોલીસ દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. આ માર્ગદર્શન હેઠળ હરણી પોલીસ સ્ટેશનના પી.આઈ. એસ.વી. વસાવાની દોરવણીમાં પોલીસે ગોલ્ડન બ્રિજ પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે.

પોલીસ
આરોપી – અરવિંદ રડતીયા ડામોર

બાતમીના આધારે હરણી પોલીસ ની કાર્યવાહી

તા. ૦૨/૦૧/૨૦૨૬ના રોજ હરણી પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. યુ.એ. મલેક અને તેમની ટીમ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ હાર્દિકકુમાર રમેશભાઇને મળેલી ચોક્કસ બાતમીના આધારે ગોલ્ડન બ્રિજ પાસેથી એક ઈસમને શંકાસ્પદ હાલતમાં પકડી પાડવામાં આવ્યો હતો. તેની તલાશી લેતા પોલીસ ને ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ મળી આવ્યો હતો.

ઝડપાયેલ મુદ્દામાલની વિગત : હરણી પોલીસ : આરોપી પાસેથી નીચે મુજબનો મુદ્દામાલ જપ્ત કર્યો છે:

પોલીસ

૭૫૦ મી.લી.ની ૨૪ બોટલ: ‘ગોઆ સ્પિરિટ ઓફ સ્મૂથનેસ વ્હિસ્કી’ (કિંમત ₹૧૨,૦૦૦).

૧૮૦ મી.લી.ના ૪૮૦ ક્વાટર: ‘ગોઆ સ્પિરિટ ઓફ સ્મૂથનેસ વ્હિસ્કી’ (કિંમત ₹૬૦,૦૦૦).

કુલ મુદ્દામાલ: પોલીસે કુલ ₹૭૨,૦૦૦નો પ્રોહિબિશન મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હરણી પોલીસ :- આરોપીઓની માહિતી

પોલીસ ઘટનાસ્થળેથી અરવિંદ રડતીયા ડામોર (ઉંમર ૨૦ વર્ષ, રહે. કઠીવાડા, જી. અલીરાજપુર, મધ્યપ્રદેશ) નામના શખ્સની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન અન્ય બે આરોપીઓના નામ પણ સામે આવ્યા છે, જેમને પોલીસ વોન્ટેડ જાહેર કરી શોધખોળ કરી રહી છે: ૧. જુવાનસિંગ છોટીયા ડામોર (દારૂ મોકલનાર, રહે. મધ્યપ્રદેશ). ૨. દારૂ મંગાવનાર અજ્ઞાત ઈસમ

પોલીસ ટીમની સફળતા

આ સફળ કામગીરીમાં હરણી પોલીસ સ્ટેશનના પી.આઈ. એસ.વી. વસાવા, પી.એસ.આઈ. યુ.એ. મલેક, એ.એસ.આઈ. વિજયકુમાર, હેડ કોન્સ્ટેબલ અલ્પેશભાઇ, હાર્દિકકુમાર, સુરેશસિંહ અને લક્ષમણભાઇ જોડાયા હતા.

જાણો, કોંગ્રેસનું ષડયંત્રકારી કોમ્યુનલ વાયોલંસ બિલ કાયદો બનતા કેમ અટકી ગયુ..?

Related posts

Ahmedabad : નકલી BP દવાનો મોટો ખેલ! લખનઉથી ગુજરાત સુધીનું નેટવર્ક ઝડપાયું, 3 આરોપી જેલભેગા

SAHAJANAND RAJPUT

Vadodara : ગોરવામાંથી ₹22 લાખની નશાકારક કફ સિરપ ઝડપાઈ, SOGનો સપાટો

SAHAJANAND RAJPUT

APK Scam : એક APK ફાઈલ અને બેંક ખાતું ખાલી! સામે આવી લાખોની ચોંકાવનારી સાયબર ઠગાઈ

SAHAJANAND RAJPUT

Leave a Comment