ક્રાઈમખબર

Vautha Murder : નજીવી બાબતે ભાણેજે લીધો ફુવાનો જીવ, બુલેટની ચાવી પડી મોંઘી!

Vautha Murder : 🔑 માત્ર બુલેટની ચાવી માટે ખેલાયો ખૂની ખેલ! વૌઠામાં ફુવાની હત્યા કરનાર ભાણેજ ગણતરીના કલાકોમાં જેલના સળિયા પાછળ 🚔

અમદાવાદ: કહેવાય છે કે ગુસ્સો માણસની બુદ્ધિ હરી લે છે, આવું જ કંઈક અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના વૌઠા ગામમાં બન્યું છે. માત્ર એક ‘બુલેટ’ મોટરસાયકલની ચાવી જેવી નજીવી બાબતે થયેલા ઝઘડાએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું અને એક હસતા-રમતા પરિવારનો માળો વિખેરાઈ ગયો.

Vautha Murder

Vautha Murder : શું હતી સમગ્ર ઘટના? 😟

Vautha Murder : ગઈ તારીખ ૧૯/૦૬/૨૦૨૬ ના રોજ વૌઠા ગામના વાલ્મિકી વાસમાં લોહીના સંબંધો લજવાયા હતા. પોલીસ રિપોર્ટ અનુસાર, આ કેસના આરોપી પ્રતાપભાઈ દશરથભાઈ પુરબિયા (ઉં.વ. ૨૯) ને તેના ફુવા ગણપતભાઈ રાવજીભાઈ વાઘેલા (ઉં.વ. ૪૮) સાથે બુલેટની ચાવી બાબતે બોલાચાલી થઈ હતી. આ સામાન્ય બોલાચાલી જોતજોતામાં ઉગ્ર ઝઘડામાં ફેરવાઈ ગઈ હતી.

લાકડાના દંડાથી જીવલેણ હુમલો 🪵

Vautha Murder : આવેશમાં આવેલા આરોપી પ્રતાપ પુરબિયાએ પોતાના જ ફુવા પર લાકડાના દંડા વડે આડેધડ હુમલો કરી દીધો હતો. તેણે ગણપતભાઈના માથા અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ઈજાઓ એટલી જીવલેણ હતી કે ગણપતભાઈનું કરુણ મોત નીપજ્યું હતું.

Mrutak f
મૃતક સ્વ. ગણપતભાઈ

પોલીસની ગણતરીના કલાકોમાં કાર્યવાહી 👮‍♂️

Vautha Murder : ઘટનાની જાણ થતા જ અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક અને ધોળકા વિભાગના નાયબ પોલીસ અધિક્ષકની સૂચનાથી ધોળકા રૂલર પોલીસ એક્શનમાં આવી હતી. પી.આઈ. આર.એમ. વસાવા અને પી.એસ.આઈ. એચ.આર. મકવાણાની ટીમ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. ટેકનિકલ સર્વેલન્સ અને સ્થાનિક બાતમીદારોની મદદથી પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી પ્રતાપભાઈને દબોચી લીધો હતો.

કાયદેસરની કાર્યવાહી ⚖️

Vautha Murder : ધોળકા રૂલર પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૧૦૩(૧) મુજબ હત્યાનો ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.

Dholka : માસૂમ વિદ્યાર્થી સાથે ગંદી હરકત! હવસખોર શિક્ષક ગણતરીના કલાકોમાં ઝડપાયો

Ad p

Related posts

Ahmedabad : 3 વર્ષની બાળકીની શ્વાસનળીમાં ફસાયું સીતાફળનું બીજ! સિવિલના ડોક્ટરોએ બચાવ્યો જીવ

SAHAJANAND RAJPUT

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ નો ગોમતીપુરમાં સપાટો: વરલી મટકાના જુગારધામ પર દરોડો, 7 શખ્સો ઝડપાયા

SAHAJANAND RAJPUT

Ahmedabad : દિવાળી પહેલાં ક્રાઇમ બ્રાન્ચનો સપાટો! 61 બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત

SAHAJANAND RAJPUT

Leave a Comment