ક્રાઈમખબર

Dholka : માસૂમ વિદ્યાર્થી સાથે ગંદી હરકત! હવસખોર શિક્ષક ગણતરીના કલાકોમાં ઝડપાયો

Dholka : શાળામાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના: કોમ્પ્યુટર રૂમમાં શિક્ષકે સગીર સાથે કરી શારીરિક છેડછાડ, પોલીસે ગણતરીના કલાકોમાં દબોચ્યો

Dholka

ધોળકા: અમદાવાદ ગ્રામ્યના ધોળકા શહેરમાંથી એક અત્યંત આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. જે શિક્ષકને આપણે ‘ગુરુ’ માનીએ છીએ, તે જ શિક્ષકે પવિત્ર ગણાતી શાળામાં એક માસૂમ વિદ્યાર્થી સાથે શરમજનક કૃત્ય કરી ગુરુ-શિષ્યના સંબંધને લાંછન લગાડ્યું છે. ધોળકાની બામણપીઠ ખાતે આવેલી કુમાર શાળા નંબર-૪ માં આ ઘટના બની છે.

📍 Dholka : કોમ્પ્યુટર રૂમમાં ખેલાયો શરમજનક ખેલ

Dholka : મળતી માહિતી મુજબ, ગત તારીખ ૧૭/૦૬/૨૦૨૬ ના રોજ સવારે ૦૮:૩૦ થી ૦૯:૦૦ વાગ્યાના અરસામાં આ ઘટના બની હતી. શાળાના શિક્ષક વિજયભાઈ સોલંકીએ ૧૩ વર્ષના એક માસૂમ વિદ્યાર્થીને કોમ્પ્યુટર રૂમની ચાવી લેવાના બહાને બોલાવ્યો હતો. જ્યારે બાળક રૂમમાં ગયો, ત્યારે આ નરાધમ શિક્ષકે પોતાનું પેન્ટ ઉતારી ગુપ્તાંગ બતાવી બાળકને બાથમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો.

🤫 “જો કોઈને કહીશ તો મારી નાખીશ” – માસૂમને અપાઈ ધમકી

Dholka : પોતાની સાથે થઈ રહેલા અજુગતા વ્યવહારથી ગભરાયેલો બાળક શિક્ષકની ચુંગાલમાંથી માંડ-માંડ છૂટીને ભાગ્યો હતો. જોકે, હેવાન બનેલા શિક્ષકે બાળકને ધમકી આપી હતી કે, “જો આ વાતની જાણ કોઈને કરીશ તો તને મારી નાખીશ”. આ ધમકીના કારણે બાળક ખૂબ જ ડરી ગયો હતો.

👮‍♂️ પોલીસની સપાટો: ગણતરીના કલાકોમાં આરોપી જેલ ભેગો

Dholka : ઘટનાની ગંભીરતાને જોતા બાળકના પરિવારે ૧૯/૦૬/૨૦૨૬ ના રોજ ધોળકા ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ જાટ અને DySP પ્રકાશ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર. જવને ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ ૪૯ વર્ષીય શિક્ષક વિજયકુમાર શંકરભાઈ સોલંકીની ધરપકડ કરી લીધી છે.

⚖️ કડક કાયદાકીય કાર્યવાહી

પોલીસે આરોપી શિક્ષક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૩૫૧(૩) તથા પોક્સો એક્ટ (POCSO) ૨૦૧૨ ની કલમ-૧૨ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે સમગ્ર ધોળકા પંથકમાં અને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Crime News : ભાણીની છેડતીનો વિરોધ કરનાર આનંદની હત્યા ? રોષે ભરાયેલા ટોળાએ આરોપીનું ઘર ફૂંકી માર્યું

Ad p

Related posts

ખાડી યુદ્ધ : ઈરાનની ટ્રમ્પને ખુલ્લી ચેતવણી: “જો તઆવી જ હરકતો રહી, તો આખું મધ્ય પૂર્વ સળગી ઉઠશે

SAHAJANAND RAJPUT

મોંઘવારી : ૧લી મેથી કોમર્શિયલ LPG સિલિન્ડરમાં ₹993નો તોતિંગ વધારો, ભાવ ₹3000ના ઐતિહાસિક સ્તરે

SAHAJANAND RAJPUT

Delhi Murder : સીલમપુરમાં 16 વર્ષના લકીની ઘાતકી હત્યા, 4થી વધુ હુમલાખોરોએ જાહેરમાં હુમલો કરી જીવ લીધો

SAHAJANAND RAJPUT

Leave a Comment